બુદ્ધિશાળી અને વિરાટ ‘કહેવાતા જાગરુક પ્રજાજન’?

મીત્રો,
કોઈ વ્યક્તિ સીનીયર સીટીઝન હોય, નિવૃત્ત હોય, સમય ક્યાં પસાર કરવો તે પ્રશ્ન હોય તો શું તેવી વ્યક્તિને અધિકાર મળી જાય છે કે તે દેશની અગ્રણી પાર્ટીઓના વ્યૂહબાજોને ડફોળ અને વામણા કહે? જે લોકોની ભાષા શિષ્ટ નથી હોતી, અભિવ્યક્તિમાં મર્યાદા નથી હોતી તેવા વડીલો પાસેથી આવનારી પેઢી શું આશા રાખી શકે?

મને રાજકારણમાં કશો રસ નથી તેમ જ કોઈ પણ પાર્ટી પ્રત્યે વિરોધી માનસ ધરાવતો નથી તેમ જ કોઈ પણ પાર્ટીનો પ્રશંસક પણ નથી. પણ જ્યારે મોટી ઉંમરની, વિચારશીલ, અનુભવી વ્યક્તિ બ્લોગ જેવા જાહેર માધ્યમોમાં આપણાં દેશના નેતાઓ વિરુદ્ધ બેફામ, ગંધાતી અને કોહવાઈ ગયેલી ભાષામાં લેખ લખે ત્યારે તે આવનારી પેઢીને શું સંદેશ આપવા માંગે છે?

અભીવ્યક્તીની સ્વંતત્રતા જેમ ફાવે તેમ લખવાની છૂટ હરગીઝ નથી આપતી. જેવી રીતે બોલતાં પહેલાં બે વખત વિચાર કરો તેવી રીતે લખતાં પહેલાં પાંચ વખત વિચાર કરો.

Categories: વિવાદ/પડકાર | Tags: , , , | 12 Comments

Post navigation

12 thoughts on “બુદ્ધિશાળી અને વિરાટ ‘કહેવાતા જાગરુક પ્રજાજન’?

  1. Arvind Adalja

    રાજકારણમાં મને પણ કોઈ રસ નથી કે નથી હું કોઈ પાર્ટીનો સભ્ય ! દિલમા ઉઠતી વેદનાને વાચા આપવામાં આ હાલમાં થઈ પડેલા નેતાઓને તો આપના જેવા યુવાનો ( જો આપ યુવાન અહો તો )એ આથી પણ વધુ ખરાબ શબ્દોમાં વખોડી કાઢ્વા જ પૂરતા નથી પણ જો યુવાનીનો તરવરાટ- ખુમારી અને કૌવાત ધરાવતા હો ઉપરાં દેશદાઝ અને દેશાના ગરીબ લોકો તરફ ખરા અર્થમાં લાગણી ભરી સહાનુભુતી ‌ (આ નેતાઓ જેવી લીપ સીમપથી નહિ ) ધરવતા હો તો સામી છાતીએ ઠાર મારવા જોઈએ ! મોટા ભાગના નપાવટ-નફ્ફટ-નાગા -બેશરમ અને નપુસંક તો સારો શબ્દ ગણાય પરંતુ ખરેખર તો પાવૈયા કહેવા જોઈએ ! તેવા નેતાઓની ફોજ આ દેશને ધૉળે દહાદે લૂંટી રહ્યા છે ત્યારે યુવા વર્ગનૂં લોહી કેમ ઉકળી આવતું નથી ?

    • લોહી ઉકળી આવતું હોય તો પહેલાં મગજને શાંત કરવું જોઈએ. સમસ્યા ઉપર ચિંતન કરવું જોઈએ અને પછી તેનો જે કાઈ ઉકેલ સુઝે તે પ્રમાણે પુરુષાર્થ કરવો જોઈએ. ગાળાગાળી કરવાથી દેશના નેતાઓની જેટલા જ પ્રજાજનો પણ ખરાબ દેખાય છે. ગાળો સાંભળીને યુવાનોના લોહી ઉકળી આવે તેવા યુવાનો કરતાં ખરેખર કામ કરનારા યુવાનોની જરૂર છે.

      ગાળ બોલવી તો સહજ છે – કોઈ પણ ગાંડો,મુર્ખ કે નબળો માણસ પણ ગાળ બોલી શકે છે – અઘરું છે મન પર સંયમ રાખીને સમસ્યાનો ઉકેલ મેળવવા માટે પુરુષાર્થ કરવાનું તે પુરુષાર્થ કરતાં નવી પેઢીને આપની જેવા વડીલો કેમ નથી શીખવતા?

      સામી છાતીએ ઠાર તો ગાંધીને પણ મારી નાખ્યા – આપણને તે સીવાય બીજું આવડે છે પણ શું? ધીરજપૂર્વક ખંતથી પુરુષાર્થ કરવો અને દરેક પરિસ્થિતિમાં સ્વસ્થ રહેવું તે કોઈ પણ સમસ્યાનો ઉકેલ મેળવવાનો મહેનતથી સિદ્ધ થાય તેવો રસ્તો છે.

      હું યુવાન છું કે વૃદ્ધ છું તે મારે નક્કી કરવાનું છે અને મારે શું કરવું તે પણ મારે નક્કી કરવાનું છે. મારા મારી અને ગાળા ગાળી તો હું કોઈ પણ પરિસ્થિતિમાં ન કરું. જરૂર પડે ત્યાં દૃઢતાથી વિરોધ કરુ અને જો મારું કશું ન ચાલે તો પાછો મારા કામમાં મન પરોવું – કમ સે ક્મ એક માણસ તો દુનિયાને નડતો ઓછો થાય ને?

  2. Arvind Adalja

    આશા રાખું છું કે આપ વામણું અને ડફોળના અર્થ પણ જાણતા જ હશો !

  3. jagaruk prajajan

    Nice humorous artical. (In which artical this type of,such a good,comment released? plz.give link)
    Is “Dafol” & “vamana” are vulgar (ashishta) words?
    In democracy,each & every political leader is questionable and responsible to answer it.

    Dear Sir,which portfolio of cabinet ministry you may want? or may be you honoured with padma award or bharat ratna too. Ha..ha..ha..

  4. આપના વિચાર અને સમજણ સાથે ,પૂરેપૂરી ,સમ્મતી છે , પણ
    બિચારા ,એવા લેખકો ,કે ,જે , વગાડી ,વગાડી ,ને ,કહેવા છતો ,,જેને કોઈ ,
    અસર જ ન થતી હોય ,એવા ,નેતાઓને , શું આદેશ ની ,પ્રજાને ,લુંટવા, નો,અધિકાર મળી જાય છે ,?
    તો શું કરે , ?
    એમની પાસે કલમ શિવાય કોઈ બીજું શાસ્ત્ર નથી,
    હા ,એમની જિંદગી , તો પૂરી કરી , રડી રડી ને ,
    હવે આવનાર પેઢીને, એવા, લોકો, વિષે , જાણ , કરીને ચેતવે છે , એમો ખોટું શું છે ,,
    માણસ, મર્યાદા, ક્યારે ઓળગે . ?
    પેલી કહેવત છે ને ,
    બુભુક્ષીત્મ , કીમ ,ન ,કરોતિ પાપમ ,?

  5. Deepak

    Charity begins with home.If you will start to be a good person people will follow you after all everybody wants peace and humanity.By killing one person you can not change the situation.It is really well told that it is a time to solve the problem by thinking and by initiating yourself.

  6. Arvind Adalja

    આપની જાણ માટે ડફોળ અને વામણું ના ગુજરાતી શબ્દકોશમાં આપેલા અર્થો નીચે આપ્યા છે જે આપનું ગુજરાતી ભાષા વિષેના જ્ઞાનમાં ઉપયોગી થશે તેમ ધારું છું.
    ડફોળ

    વ્યાકરણ અર્થ
    ૧. पुं. ઊચકી નીચે નાખેલો પણ પછી ન ફરતો હોય એવો ભમરડો.
    ૨. वि. અદક્ષ; અચતુર; કોઈ વાત કે બાબત જલદી સમજી શકે નહિ એવું.
    ૩. वि. અભણ; નિરક્ષર.
    ૪. वि. ઢંગધડા વગરની વાત કરનાર; નજીવી વાત કરનાર.
    ૫. वि. બેવકૂફ; જડસું; મૂર્ખ; અણસમજુ; ઈંધણધોરી; જડભરત.
    ૬. वि. વાથી ફૂલી જતાં શરીરે બેડોળ લાગતું.

    વામણું

    ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
    [ સં. વામન ] वि. બેહદ નીચું‌; ઠીંગણું; ટૂંકા કદનું; નીચું; ઠીંગરાઈ ગયેલું; પૂરેપૂરું નહિ વધેલું.

    • ફરી કહું છું કે કોંગ્રેસ / ભાજપ કે અન્ય કોઈ પણ પાર્ટી પ્રત્યે મને પૂર્વગ્રહ કે પક્ષપાત નથી. પણ કોંગ્રેસને આવા વિશેષણોથી નવાજવાનો બ્લોગરોને કોણે અધિકાર આપ્યો?

      શું રાહુલ ગાંધી શરીરની દૃષ્ટીએ આવા લાગે છે ખરા? રાહુલ ગાંધીની બુદ્ધિમત્તા વિશે તેની સાથે ચર્ચા કર્યા વગર કોઈ પણ બ્લોગર કેવી રીતે પોતાનો મત આપી શકે કે કહી શકે કે તે અને બીજા કોંગ્રેસીઓ ડફોળ છે.

      ભાજપે દેશપ્રેમથી પ્રેરાઈને કે રાજકારણથી પ્રેરાઈને ત્રીરંગો કાશ્મીરમાં ફેલાવવા ઈચ્છ્યો. કોંગ્રેસે રાજકારણથી પ્રેરાઈને કે હુલ્લડ ફાટી પડશે તેવી દહેશત ને કારણે તે અટકાવવા માટે સત્તાનો ઉપયોગ કે દુરુપયોગ કર્યો. બંનેએ પોતપોતાની રીતે કાર્ય કર્યું તેમાં એકાએક કોંગ્રેસના નેતાઓ વામણા અને ડફોળ કેવી રીતે બની ગયા? ફરી સ્પષ્ટતા કરું છું કે મને કોઈના પ્રત્યે પક્ષપાત નથી. પણ આપના લેખો અને ભાષા મને જે તે બાબતે યોગ્ય ન લાગી એટલે કહેવાનું જરૂરી લાગ્યું. જો કે આપ આપની રીતે લખવા સ્વતંત્ર હો તે સમજાય તેવી વાત છે – પણ આવા લેખો આવનારી પેઢીને શું સંદેશો આપે છે? તે સમજાયું નહીં.

  7. Arvind Adalja

    એ માટે તો સમજ કેળવવી પડે !

    • જેને સમજ ન પડે તેમણે શું આપના લેખો વાંચવાનું બંધ કરી દેવું જોઈએ?

  8. Arvind Adalja

    o.k. no problem do it !

    • આપનો ખૂબ ખૂબ આભાર.

      ન સમજાય તેવા લેખ સમજવા માટે સમય બગાડવા કરતાં મને સમજાય તેવું કાર્ય કરવાનું હું વધારે પસંદ કરું છું.

      કાલીદાસ નાના હતા ત્યારે સાવ મુરખ હતાં. તેઓ જે ડાળ પર બેઠેલા તે ડાળ જ કાપી રહ્યાં હતા. તે જ્યાં રહેતાં તે રાજ્યની રાજકુંવરી વિદ્યાવ્યાસંગી હતી તેણે શરત કરી હતી કે જે મને વાદ-વિવાદમાં હરાવશે તેની સાથે હું લગ્ન કરીશ. પંડીતો બધા તેનાથી પરાજીત થયેલા તેથી તેનો બદલો લેવા પંડીતોએ વિચાર્યું કે આને કોઈ મહા-મુર્ખ સાથે પરણાવવી જોઈએ. તેમણે જોયું કે આ કાલીદાસથી મહામૂર્ખ બીજું કોઈ નહીં મળે તેથી તેમણે કાલીદાસને વાદ-વિવાદ માટે તૈયાર કર્યો અને કહ્યું કે તારે કશું બોલવાનું નહીં માત્ર ઈશારાથી જ વાત કરવાની. અને આમ વાદ-વિવાદ માટે તૈયાર કરીને તેને રાજકુમારી પાસે લઈ ગયાં.

      રાજકુમારીએ એક આંગળી ઉંચી કરી અને કહ્યું કે ઈશ્વર એક જ છે. કાલીદાસે બે આંગળી બતાવી અને કહ્યું કે તું મારી એક આંખ ફોડી નાખીશ તો હું તારી બે આંખ ફોડી નાખીશ.

      પંડીતોએ તેનો અર્થ એવો કર્યો કે તમે એમ કહો છો કે ઈશ્વર એક જ છે અને કાલીદાસ એમ કહે છે કે માત્ર પરમાત્માંથી કશું ન થઈ શકે પણ તેની સાથે પ્રકૃતિ હોય તો જ સૃષ્ટી ચાલી શકે તેથી પુરુષ અને પ્રકૃતિ તેમ બંનેને માન્ય રાખવા જોઈએ. રાજકુમારીએ આ વાત સ્વીકારી અને તેની સાથે લગ્ન કર્યા. પછી તેને ખબર પડી કે આ તો મહા-મુર્ખ છે. ત્યાર પછીની વાર્તા તમે ક્યાંકથી વાંચી લેજો.

      ટુંકમાં તમારા લેખ જેને જેને ન સમજાય તેઓએ તેના મનઘડન અર્થ કરવા કરતા આપને વાંચવાનું બંધ કરવું જ વધુ હિતાવહ છે. કારણ કે તમારા લેખ સમજાતા નથી અને તમે સમજાવી શકવા માટે સમર્થ નથી.

      ભૂલચૂક લેવી દેવી.

      આવજો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: