મિત્રો,
આજે “ભજનામૃત વાણી” એ ૧,૦૦,૦૦૦ થી પણ વધુ ક્લિક પ્રાપ્ત કરેલ છે. તે બદલ સર્વ અતીથીઓનો અંત:કરણ પૂર્વક આભાર માનુ છું.
આપનું આગમન.. એ જ મારો ઉત્સાહ…
ભલે પધાર્યા..
આપનો અતુલ
મિત્રો,
આજે “ભજનામૃત વાણી” એ ૧,૦૦,૦૦૦ થી પણ વધુ ક્લિક પ્રાપ્ત કરેલ છે. તે બદલ સર્વ અતીથીઓનો અંત:કરણ પૂર્વક આભાર માનુ છું.
આપનું આગમન.. એ જ મારો ઉત્સાહ…
ભલે પધાર્યા..
આપનો અતુલ
Congratulations !!
મિત્રો,
આ ૧,૦૦,૦૦૦ ક્લિક્સ મારા ઉત્સાહમાં એટલા માટે વધારો કરે છે કે એટલીસ્ટ મારા બ્લોગ પર લોકો ક્લિક તો કરે છે. ક્લિક વિશે ભ્રામક માન્યતાઓ અને ક્લિક્સ કેમ વધારવી તથા ખરેખર બ્લોગ કે વેબસાઈટની ગુણવત્તા કેવી રીતે જાણવી તે માટે વિનયભાઈની નીચેની વાત તથા તેમનો લેખ વાંચવો ખૂબ જ જરૂરી છે.
——————————-
ક્લિક્સ વિશે બ્લૉગ જગતમાં ગેરસમજ ચાલે છે અથવા તો ચલાવવામાં આવે છે કે ક્લિક્સ
એટલે વાચક સંખ્યા. ખરેખર એવું નથી. બ્લૉગ પર વર્ડપ્રેસના વિજેટ વડે કે કોઇ અન્ય
સાઈટ વડે દર્શાવાતા ‘કાઉન્ટર’એ તમારા બ્લૉગને મળેલી ક્લિક્સ દર્શાવે છે, નહીં
કે વાચકની સંખ્યા.
એક વાચક મારા બ્લૉગ પર આવી અલગ અલગ ૧૦ પોસ્ટ કે પાના પર ક્લિક કરે (અહીં ફરી,
વાંચે એવી ગેરસમજ ન કરતા, પ્લીઝ!) એટલે મારા બ્લૉગની ક્લિક્સ ૧૦થી વધી જાય.
આ વાચકોની સંખ્યા(!) એટલે કે બ્લૉગની ક્લિક્સ બહુ જ ભ્રામક સંખ્યા છે. કોઇ
બ્લૉગને લાખ ક્લિક્સ મળે એટલે આપણે એમ સમજીએ કે એ બ્લોગ બહુ વંચાતો હશે, પણ
ખરેખર એવું હોય એવું જરૂરી નથી. સૌ પ્રથમ આપણે જાણ્યું કે ક્લિક્સની સંખ્યાને
વાંચવા સાથે કંઈ લેવાદેવા નથી. બીજું ચોક્ક્સ ક્લિક્સની સંખ્યા કેટલા સમયમાં
મળી એ પણ જાણવું જરૂરી છે. ક્લિક્સની સંખ્યા બ્લૉગરને પ્રોત્સાહિત કરે છે પણ
બ્લૉગ કેટલો વંચાયો તેનું પ્રમાણ દર્શવતી નથી. બે બ્લોગ કે વેબસાઈટ વચ્ચે
સરખામણી કરવી હોય તો પ્રામાણિત માધ્યમ કયું તે જોઈએ તે પહેલા ક્લિક્સ કેવી રીતે
વધારવી તે જાણી લઈએ…
તમારા બ્લૉગની ક્લ્લિક્સ કેવી રીતે વધારશો?