મિત્રો,
આજે મારા કોમ્પ્યુટર પર બે નેટવર્ક એટેક થયાં. એક કોરીયાથી અને બીજો અમેરીકાથી. એક બાજુથી ખુશી થઈ કે ચાલો વિદેશમાં પણ આપણી નોંધ લેવાય છે અને બીજી બાજું કોમ્પ્યુટરની માહિતિની સુરક્ષા અંગે ચિંતા પણ થાય છે. સારુ છે કે કાસ્પરસ્કાય જેવુ નીવડેલું એન્ટી-વાયરસ સોફ્ટવેર ઈન્સ્ટોલ કર્યું છે તેથી કાઈક બચી શકાય છે.
તા.ક. કાસ્પરસ્કાય એન્ટી-વાયરસ સોફ્ટવેર વેચાતું મળશે 🙂
અતુલભાઈ,
આ એક અનિવાર્ય દુષણ બની ગયું છે. મારા કમ્પ્યુટરમાં પણ રોજ એટેકના પ્રયત્નો થતાં હોય છે. જો કે મારિ પાસે સેન્સિટિવ માહિતી કે ગુમાવવા જેવું કઈં છે નહી એટલે ચિન્તા નથી. ઃ)
મુળ વાત એટેકની છે.
તમારિ વાતો તો નટા-જટાની વાર્તા જેવી છે.
એક વાર નટા-જટાના ઓરડામાં રાત્રે ચોર આવ્યા. નટો કહે જટા – ચોર આવ્યા. જટો કહે ભલેને આવ્યાં. નટો કહે ખાંખાંખોળા કરે છે. જટો કહે ભલેને કરે. નટો કહે જટા મારા વાંહે હાથ ફેરવે છે. જટો કહે તારા વાંહે હાથ ફેરવી લે પછી કહેજેને કે મારા વાંહે ય ફેરવે 🙂
ટુંકમાં ૧૦૦ વાતની એક વાત – તેવા લોકો સાથે વિવાદ ન કરવો કે જેને કશું ગુમાવવાનું ન હોય.
nato-jato rocks ! 😆