Daily Archives: 05/01/2011

આજના યુગની તાતી જરૂરીયાત – “શ્રવણ ગરણી”

મિત્રો,

આપણે સહું આ વાર્તા જાણીએ છીએ:

એક વખત એક બાપ-દિકરો તેના ગધેડા સાથે બીજે ગામ જતા હતા. ત્રણેય પગે ચાલીને જતાં હતા. રસ્તામાં માણસોનું ટોળું નીકળ્યું અને કહેવા લાગ્યું – જુઓ તો ખરા કેવા મુરખ છે – આવો મજાનો ગધેડો છે અને બધા પગે ચાલીને જાય છે.

તેથી બાપે દિકરાને ગધેડા પર બેસાડ્યો અને આગળ ચાલ્યા.

રસ્તામાં પાછું એક બીજા માણસોનું ટોળું આવ્યું અને કહેવા લાગ્યું – જુઓ તો ખરા કેવો કળજુગ આવ્યો છે. જુવાન જોધ દિકરો ગધેડા પર બેઠો છે અને વૃદ્ધ બાપ ચાલીને જાય છે.

તેથી બાપ પણ દિકરાની સાથે ગધેડા પર બેઠો.

આગળ ચાલતાં અન્ય એક ટોળું આવ્યું અને કહેવા લાગ્યું – આ માણસોમાં દયાનો છાંટો ય નથી – બાપ દિકરો બેય ગધેડા પર ચડી બેઠાં છે બીચારા મુંગા પ્રાણીની તો કોઈ દયાયે ખાતુ નથી.

હવે બાપ-દિકરો બેય હેઠાં ઉતર્યા અને ગધેડાના પગને લાકડી પર દોરીથી બાંધ્યો અને ઉંચકીને ચાલવા લાગ્યા. રસ્તામાં એક પુલ આવ્યો – ગધેડો બંધનથી અકળાયો હતો અને ક્યારનો છટપટતો હતો તેવામાં પુલ પર જ તેના બંધનની દોરી ઢીલી થઈ અને ગધેડા ભાઈએ છટકવા માટે જોર કર્યું. દોરી છુટી ગઈ અને ગધેડો ઉંડા પાણીમાં ગરક થઈ ગયો.

ગામની વાતો સાંભળીને તે પ્રમાણે અનુસરણ કરવા ગયા અને ગધેડો પણ ગુમાવ્યો અને મુરખ બન્યા તે વધારામાં.

તેથી જ હંમેશા લોકોની વાતોમાંથી વિચાર-પૂર્વક માત્ર જે સાર હોય તે જ ગ્રહણ કરવો જોઈએ અને બાકીની નકામી અને બેફામ વાતોને “શ્રવણ-ગરણી” થી ગાળીને ફ્ગાવી દેવી જોઈએ.


ધારોકે મારી પાસે ગધેડો હોય અને હું અને હંસ: જો જતા હોઈએ અને જો કોઈ અમારા વ્યવહાર વિશે આવી વાતો કરે તો હું શું કરુ?

હું તે ટોળાને ઉભું રાખું – બે હાથ જોડીને રામ રામ કરું. પછી નમ્રતા અને દૃઢતાથી કહું કે જુઓ ભાઈઓ “ગધેડો મારો અને છોકરોયે મારો – મને ઠીક પડે તેમ હું તેની સાથે સદવર્તન કરું, આપ આપના કાર્યમાં ધ્યાન આપો તો વધુ સુખી થશો – મહેરબાની કરીને અમારી ચિંતા કરવાનું અને દૂબળાં પડવાનું છોડી દ્યો.”


આ વાર્તા આપને કેવી લાગી?


Categories: લઘુ કથા/બોધ કથા | Tags: , , , | 3 Comments

૧૧૧૧/- રૂ. ઈનામ

મિત્રો,
૨૦૧૧ની સાલમાં જે બ્લોગર મારી પાસેથી પ્રથમ Like અથવા તો પ્રતિભાવ પ્રાપ્ત કરશે તેમને મારા તરફથી રૂ.૧૧૧૧/- પુરસ્કાર રૂપે આપવામાં આવશે.


નિયમો:
૧. આમાં કોઈપણ બ્લોગ / વેબસાઈટનો સમાવેશ થાય છે.
૨. પ્રતિભાવ પ્રાપ્ત કરનાર બ્લોગ મુખ્યત્વે ગુજરાતીમાં હોવો જોઈએ તથા પ્રતિભાવ પ્રાપ્ત કરનારી પોસ્ટ તો ગુજરાતીમાં જ હોવી જોઈએ એટલે કે હિન્દિ તથા અંગ્રેજી પોસ્ટ પર આપવામાં આવેલા પ્રતિભાવનો કે Like નો આમાં સમાવેશ થતો નથી.
૩. મારા બ્લોગ “ભજનામૃતવાણી” પર તથા કવિતાના બ્લોગ “મધુવન” પર મારા દ્વારા આપવામાં આવેલ પ્રતિભાવો કે પ્રત્યુત્તરોનો આમાં સમાવેશ થતો નથી.
૪. સ્પર્ધાની છેલ્લી તારીખ ૩૧/૧૨/૨૦૧૧ છે.
૫. જો કોઈ બ્લોગર વિજેતા નહીં નીવડે તો તે પુરસ્કારની રકમ “મધુવન” ને એટલે કે કવિતાને આપી દેવામાં આવશે.
૬. Facebook / Twitter / Orkut વગેરેનો આમાં સમાવેશ થતો નથી.


Tips:
૧. જે કોઈ બ્લોગર મને પ્રતિભાવ આપવા માટે ઉશ્કેરી શકશે તેના વિજેતા નીવડવાની તક ઘણી બધી છે.
૨. અધ્યાત્મ અને ભારતને વખોડવાથી મને સહેલાઈથી ઉશ્કેરી શકાશે.


Categories: ઉદઘોષણા | Tags: , , | 6 Comments

વીણેલાં ફૂલ (૧૨/૧૩) – હરિશ્ચન્દ્રCategories: ટુંકી વાર્તા | Tags: , | 1 Comment

Create a free website or blog at WordPress.com.