મુંઝવતો પ્રશ્ન – આગંતુક

તા.૧૬-૧૨-૨૦૧૦
આવતીકાલે મહોરમ છે. ભારત બીન-સાંપ્રદાયીક (સર્વ ધર્મ સદભાવ) ધરાવતો દેશ હોવાથી ભારતમાં પણ શ્રી ઇમામ હુસૈનની કુરબાનીની યાદ તાજી કરાશે. આ તહેવારમાં તાજીયાના જુલુસ નીકળે છે જે જોવા ખુબ જ ગમે તેવા હોય છે. પણ તેમાં ઘણાં લોકો પોતાની જાત ઉપર પ્રહાર કરતા હોય છે, ઘણાં લોકો અંગારા પર ચાલતાં હોય છે. ક્યાંક ક્યાંક તો ક્રુર રીતે પોતાના ગાલમાં સૂયા ખોસી દેતા લોકો પણ જોવા મળે છે. આ બધુ જોતા અરેરાટી થાય છે અને ઘણાને બીજા દિવસે હોસ્પીટલમાં દાખલ કરવા પડતાં હોય છે. તો એકવીસમી સદીમાં આવું બધું યોગ્ય છે?

શ્રી ઈમામ હુસૈનની સત્ય અને ધર્મના પ્રચારની યાદ આ દિવસે જરૂર કરવી જોઈએ પણ આ દિવસે પોતાની જાત ઉપર અત્યાચાર કરવો તે શું ધાર્મિકતાના લક્ષણ છે? ધર્મની બદીઓ વિશે લેખ લખનારાઓ આ વિષય પર પોતાની કલમ ચલાવશે?

મહોર્રમ વિશે દિપકભાઈ ધોળકીયાના વિચારો કે જે પ્રતિભાવમાં સાંપડ્યા છે તે અહીં નીચે રજૂ કર્યા છે:

મોહર્રમ તહેવાર નથી. એ શોકનો પ્રસંગ છ. મુસલમાનોમાં મુખ્ય બે ફિરકા છે -સુન્ની અને શિયા. આમાંથી આ શિયાઓનો શોકનો દિવસ છે, સુન્નીઓનો નહીં. શિયાઓ માને છે કે પયગંબર મહંમદ એમના જમાઈ અલીને અનુગામી તરીકે પસંદ કરી ગયા હતા પણ સુન્નીઓને આ દાવો એ વખતે પણ મંજૂર નહોતો અને આજે પણ નથી. આપણા દેશમાં લખનઉમાં શિયાઓની મુખ્ય વસ્તી છે અને ત્યાં એમનું વર્ચસ્વ ઘણું છે. શિયાઓ ઇમામ હુસૈનને (અલીના પુત્ર અને મહંમદ સાહેબના દૌહિત્ર)ને માને છે. કર્બલામાં યઝીદ સાથેની લડાઇમાં ઇમામ હુસૈન માર્યા ગયા. સુન્ની અને શિયા વચ્ચે આખી દુનિયામાં ભારે વૈમનસ્ય છે.ઇરાન શિયા છે અને ઇરાક કે બધા અખાતના દેશો સુન્ની છે. ઇરાક અને ઇરાન વચ્ચે દસ વર્ષ લડાઈ ચાલી.

તમે ‘તહેવાર’ શબ્દ વાપર્યો એટલે આટલું લખવાનું ઉચિત લાગ્યું આપણા જેવા સર્વ ધર્મ સમભાવી દેશમાં બીજા ધર્મો વિશે જાણવું જરૂરી છે અને સહેલું પણ છે. કશું જાણતા ન હોઇએ,તો આપણી વિવેચનાને પણ કોઈ ગંભીરતાથી ન લે.

તાજિયાનાં સરઘસો વખતે જે રીતે શરીરને સંતાપ આપે છે તે ખરેખર કમકમાટી છૂટે તેવું હોય છે. હઠયોગની સાધના જેવું છે. આ પ્રકારની રીતો શિયા સમાજના નેતાઓએ બંધ કરાવવી જોઈએ. એ કામ બહારથી કોઈ ન કરી શકે.કોઈ પણ ધર્મમાં સુધારા લાવવાની જવાબદારી એ ધર્મના અનુયાયીઓની હોય. બીજાઓની નહીં. રહી વાત પોતાના ધર્મની બદીઓ દેખાડવાની. આવા આંતરમંથનમામ કઈં વાંધો નહીં સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, રાજા રામ મોહન રાય, આપણા સંતો એ જ કામ કરી ગયા છે. કોઈ (દાખલા તરીકે હું પોતે જ)આ જ રસ્તે ચાલતા હોય તો એમને સમર્થન આપવાની સાચા ધર્મપ્રેમીઓની ફરજ નથી?

મહોર્રમ વિશે વધુ જાણવા માટે શ્રી સપનાબહેન વીજાપુરા (બાનુમા) નો આ લેખ વાંચવા જેવો છે:

આશુરા

Categories: મુંઝવણ | Tags: , , | 2 Comments

Post navigation

2 thoughts on “મુંઝવતો પ્રશ્ન – આગંતુક

 1. DIPAK DHOLAKIA

  મોહર્રમ તહેવાર નથી. એ શોકનો પ્રસંગ છ. મુસલમાનોમાં મુખ્ય બે ફિરકા છે -સુન્ની અને શિયા. આમાંથી આ શિયાઓનો શોકનો દિવસ છે, સુન્નીઓનો નહીં. શિયાઓ માને છે કે પયગંબર મહંમદ એમના જમાઈ અલીને અનુગામી તરીકે પસંદ કરી ગયા હતા પણ સુન્નીઓને આ દાવો એ વખતે પણ મંજૂર નહોતો અને આજે પણ નથી. આપણા દેશમાં લખનઉમાં શિયાઓની મુખ્ય વસ્તી છે અને ત્યાં એમનું વર્ચસ્વ ઘણું છે. શિયાઓ ઇમામ હુસૈનને (અલીના પુત્ર અને મહંમદ સાહેબના દૌહિત્ર)ને માને છે. કર્બલામાં યઝીદ સાથેની લડાઇમાં ઇમામ હુસૈન માર્યા ગયા. સુન્ની અને શિયા વચ્ચે આખી દુનિયામાં ભારે વૈમનસ્ય છે.ઇરાન શિયા છે અને ઇરાક કે બધા અખાતના દેશો સુન્ની છે. ઇરાક અને ઇરાન વચ્ચે દસ વર્ષ લડાઈ ચાલી.
  તમે ‘તહેવાર’ શબ્દ વાપર્યો એટલે આટલું લખવાનું ઉચિત લાગ્યું આપણા જેવા સર્વ ધર્મ સમભાવી દેશમાં બીજા ધર્મો વિશે જાણવું જરૂરી છે અને સહેલું પણ છે. કશું જાણતા ન હોઇએ,તો આપણી વિવેચનાને પણ કોઈ ગંભીરતાથી ન લે.
  તાજિયાનાં સરઘસો વખતે જે રીતે શરીરને સંતાપ આપે છે તે ખરેખર કમકમાટી છૂટે તેવું હોય છે. હઠયોગની સાધના જેવું છે. આ પ્રકારની રીતો શિયા સમાજના નેતાઓએ બંધ કરાવવી જોઈએ. એ કામ બહારથી કોઈ ન કરી શકે.કોઈ પણ ધર્મમાં સુધારા લાવવાની જવાબદારી એ ધર્મના અનુયાયીઓની હોય. બીજાઓની નહીં.
  રહી વાત પોતાના ધર્મની બદીઓ દેખાડવાની. આવા આંતરમંથનમામ કઈં વાંધો નહીં સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, રાજા રામ મોહન રાય, આપણા સંતો એ જ કામ કરી ગયા છે. કોઈ (દાખલા તરીકે હું પોતે જ)આ જ રસ્તે ચાલતા હોય તો એમને સમર્થન આપવાની સાચા ધર્મપ્રેમીઓની ફરજ નથી?

  • શ્રી દિપકભાઈ
   વિશદ માહિતિ પુરી પાડવા બદલ આભાર. આવતી કાલે અમારા બાળકોને રજા છે. મે પુછ્યું કે શેની રજા છે? એટલે તેમણે કહ્યું કે મહોરમની રજા છે. અમે નાના હતા ત્યારે મારા પપ્પા અમને બજારમાં તાજીયા જોવા લઈ જતા અને ત્યાંથી અમે શણગારેલી લાકડીઓ અને એવા એવા રમકડાં ખરીદતા. અમુક સ્થળોએ અમને ન લઈ જતા પણ ત્યાં ઘણાં બધા લોકો ટોળે મળતા. ક્યારેક છાના માના જોતા તો કમકમાટી ભર્યા દૃશ્યો નજરે પડતા. આ ઘટના સામાજીક ઘટના છે. આ સરઘસો જાહેર રોડ ઉપર કાઢવામાં આવે છે. સહન ભલે જે તે લોકોએ કરવું પડતું હોય પણ જોવું તો બધાંએ પડે છે. જે તે ધર્મમાં સુધારો લાવવાની જવાબદારી જે તે ધર્મના અનુયાયીઓની છે તે વાત બરાબર પણ માણસ તરીકે આપણે સમાજમાં બનતી ઘટનાઓ પ્રત્યે આંગળી તો ચીંધી શકીએ ને?

   રહી વાત આપણાં ધર્મની બદી દેખાડનારાઓની તો તેમાંથી અમુક લોકો તો પોતાની ઈચ્છા પ્રમાણે ડબલ ઢોલકી બજાવે છે. એક વખત જેને સારું કહ્યું હોય તેની તે વાત ને ફરી વખત ખરાબ કહીને વખોડે છે. વળી પાપડી ભેગી ઈયળ પણ બાફી નાખતા હોય છે – એટલે કે ધર્મની જે સારી વાત હોય તેને પણ વિકૃત રીતે રજૂ કરતાં હોય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: