Daily Archives: 16/12/2010

મુંઝવતો પ્રશ્ન – આગંતુક

તા.૧૬-૧૨-૨૦૧૦
આવતીકાલે મહોરમ છે. ભારત બીન-સાંપ્રદાયીક (સર્વ ધર્મ સદભાવ) ધરાવતો દેશ હોવાથી ભારતમાં પણ શ્રી ઇમામ હુસૈનની કુરબાનીની યાદ તાજી કરાશે. આ તહેવારમાં તાજીયાના જુલુસ નીકળે છે જે જોવા ખુબ જ ગમે તેવા હોય છે. પણ તેમાં ઘણાં લોકો પોતાની જાત ઉપર પ્રહાર કરતા હોય છે, ઘણાં લોકો અંગારા પર ચાલતાં હોય છે. ક્યાંક ક્યાંક તો ક્રુર રીતે પોતાના ગાલમાં સૂયા ખોસી દેતા લોકો પણ જોવા મળે છે. આ બધુ જોતા અરેરાટી થાય છે અને ઘણાને બીજા દિવસે હોસ્પીટલમાં દાખલ કરવા પડતાં હોય છે. તો એકવીસમી સદીમાં આવું બધું યોગ્ય છે?

શ્રી ઈમામ હુસૈનની સત્ય અને ધર્મના પ્રચારની યાદ આ દિવસે જરૂર કરવી જોઈએ પણ આ દિવસે પોતાની જાત ઉપર અત્યાચાર કરવો તે શું ધાર્મિકતાના લક્ષણ છે? ધર્મની બદીઓ વિશે લેખ લખનારાઓ આ વિષય પર પોતાની કલમ ચલાવશે?


મહોર્રમ વિશે દિપકભાઈ ધોળકીયાના વિચારો કે જે પ્રતિભાવમાં સાંપડ્યા છે તે અહીં નીચે રજૂ કર્યા છે:

મોહર્રમ તહેવાર નથી. એ શોકનો પ્રસંગ છ. મુસલમાનોમાં મુખ્ય બે ફિરકા છે -સુન્ની અને શિયા. આમાંથી આ શિયાઓનો શોકનો દિવસ છે, સુન્નીઓનો નહીં. શિયાઓ માને છે કે પયગંબર મહંમદ એમના જમાઈ અલીને અનુગામી તરીકે પસંદ કરી ગયા હતા પણ સુન્નીઓને આ દાવો એ વખતે પણ મંજૂર નહોતો અને આજે પણ નથી. આપણા દેશમાં લખનઉમાં શિયાઓની મુખ્ય વસ્તી છે અને ત્યાં એમનું વર્ચસ્વ ઘણું છે. શિયાઓ ઇમામ હુસૈનને (અલીના પુત્ર અને મહંમદ સાહેબના દૌહિત્ર)ને માને છે. કર્બલામાં યઝીદ સાથેની લડાઇમાં ઇમામ હુસૈન માર્યા ગયા. સુન્ની અને શિયા વચ્ચે આખી દુનિયામાં ભારે વૈમનસ્ય છે.ઇરાન શિયા છે અને ઇરાક કે બધા અખાતના દેશો સુન્ની છે. ઇરાક અને ઇરાન વચ્ચે દસ વર્ષ લડાઈ ચાલી.

તમે ‘તહેવાર’ શબ્દ વાપર્યો એટલે આટલું લખવાનું ઉચિત લાગ્યું આપણા જેવા સર્વ ધર્મ સમભાવી દેશમાં બીજા ધર્મો વિશે જાણવું જરૂરી છે અને સહેલું પણ છે. કશું જાણતા ન હોઇએ,તો આપણી વિવેચનાને પણ કોઈ ગંભીરતાથી ન લે.

તાજિયાનાં સરઘસો વખતે જે રીતે શરીરને સંતાપ આપે છે તે ખરેખર કમકમાટી છૂટે તેવું હોય છે. હઠયોગની સાધના જેવું છે. આ પ્રકારની રીતો શિયા સમાજના નેતાઓએ બંધ કરાવવી જોઈએ. એ કામ બહારથી કોઈ ન કરી શકે.કોઈ પણ ધર્મમાં સુધારા લાવવાની જવાબદારી એ ધર્મના અનુયાયીઓની હોય. બીજાઓની નહીં. રહી વાત પોતાના ધર્મની બદીઓ દેખાડવાની. આવા આંતરમંથનમામ કઈં વાંધો નહીં સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, રાજા રામ મોહન રાય, આપણા સંતો એ જ કામ કરી ગયા છે. કોઈ (દાખલા તરીકે હું પોતે જ)આ જ રસ્તે ચાલતા હોય તો એમને સમર્થન આપવાની સાચા ધર્મપ્રેમીઓની ફરજ નથી?


મહોર્રમ વિશે વધુ જાણવા માટે શ્રી સપનાબહેન વીજાપુરા (બાનુમા) નો આ લેખ વાંચવા જેવો છે:

આશુરા


Categories: મુંઝવણ | Tags: , , | 2 Comments

આજનું ચિંતન – આગંતુક

માણસ એટલો બધો બીજાના વિચારોમાં મગ્ન થઈ જાય છે કે પોતાનું જીવન જીવવાનું જ ભુલી જાય છે. અરે ભાઈ આવું સુંદર જીવન મળ્યું છે તો ’કકળાટ’, ’બળતરા’, ’ઉપદેશ’, ’બીજાના વાંક જોવા’ વગેરે બંધ કરીને મળેલું જીવન આનંદથી માણોને. – “જીવે ગુજરાત”

Categories: ચિંતન, જીવે ગુજરાત | Tags: , , | 3 Comments

કોણ ચોર ! કોણ શાહુકાર ! – માણસાઈના દિવા (સંક્ષેપ)

રોજેરોજની વાચનયાત્રા – ૫
માણસાઈના દીવા (સંક્ષેપ)
લેખક: ઝવેરચંદ મેઘાણી
સંપાદક: ગોપાલ મેઘાણી, મહેન્દ્ર મેઘાણી
પ્રકાશક: ગોપાલ મેઘાણી
લોકમિલાપ ટ્રસ્ટ
પો.બો.૨૩ (સરદારનગર), ભાવનગર – ૩૬૪ ૦૦૧
e-mail: lokmilaptrust2000@yahoo.com
phone (0278) 2566402
કિંમત: રૂ. ૭
પૃષ્ઠ: ૫૬


Categories: સાહિત્ય | Tags: , , , , | Leave a comment

Blog at WordPress.com.