મિત્રો,
આજે મારા મિત્ર શ્રી પ્રવિણભાઈ ભટ્ટ (ઉંમર ૬૯ વર્ષ) નું એક કાવ્ય પ્રસ્તુત કરુ છું. આશા છે કે આપ સહુને ગમશે.
એક સાંભરી આવતી વાર્તાને…………….
અરે ! હું ક્યાં છુ ઈશ્વર
તે મને આપ્યો દેહ ઘડવા,
હું ક્યાં છુ લેખક કે કવિવર
તે લખુ લેખ તારા કે કાવ્યો મજાના
હું ક્યાં છુ ચિત્રકાર તે…
પાડુ છબી તારી કસબી તે
વળી ક્યાં છુ કલાકાર તે
તને બનાવું નવ યૌવના !
કે કોઇ જીતી ન શકે તને
ન થાકે લોક જોતા તવ નવ યૌવનને
ન મળ્યુ જો કોઇ તને તો
જવું હતું કુંભાર કને – જે
થોડી તો જાણે કલા કસબી ?
માફ કરજે ઓ દેહ ધારીણી
નવ જાળવી શકુ તવ સન્માન
સિધાવજે આ તુંચ્છ કને થી
ન ખિડકી ખખડાવતી આ દાસ ની…………
રાણીકા, કંસારા શેરી
ભાવનગર
૨૧/૬/૧૯૫૯
તા.ક.આ કાવ્ય જેવું તેમણે મોકલ્યું છે તેવું જ પ્રગટ કરવામાં આવેલ છે. સંપાદક દ્વારા તેમાં કશા ફેરફાર કરવામાં આવ્યા નથી.