કોણ કહે છે કે સિંહના ટોળા ન હોય?Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, Conversations and Dialogues | Tags: , | 13 Comments

Post navigation

13 thoughts on “કોણ કહે છે કે સિંહના ટોળા ન હોય?

 1. સુંદર ફોટોગ્રાફ્સ. (પાછા આ તો ખરેખર સિંહો જ છે. ;))

 2. હા જયભાઈ ઓરીજનલ લાગે છે.. પણ ખાલી સિંહો નથી..સિંહણો પણ છે. 😉

  સરસ !!

 3. શ્રી અતુલભાઇ.
  સિંહમાં બે પ્રકારની સામાજીક વ્યવસ્થા હોય છે. એક પ્રકારમાં સિંહનું જૂથ (pride) હોય છે, જેમાં એક કે બે નર સિંહ અને પાંચ કે છ માદા તથા તેમનાં બચ્ચાંઓ શાથે રહે છે. અત્યાર સુધીમાં સૌથી મોટું જૂથ ૩૦ નું નોંધાયેલું છે. જો કે તેમાં પૂખ્ત નરની સંખ્યા બે રહે છે ક્યારેક ચાર થાય ત્યારે પૂખ્ત નર જૂથથી અલગ પડી પોતાનું નવું જૂથ બનાવે છે.
  બીજા પ્રકારને રખડુ (nomad) પ્રકાર કહે છે. જે મોટાભાગે એકલ દોકલ નર કે માદા દ્વારા બને છે. (દોકલ એટલા માટે કે ક્યારેક જૂથમાંથી નીકળેલા બે સિંહ (જેઓ સમાન કુટુંબના હોય) શાથે ફરતા દેખાય છે.) જો કે તેમાં પણ કદી બે કરતાં વધુની ભાગીદારી જણાતી નથી. સિંહણો મોટાભાગે જૂથમાં સામેલ હોય છે પણ ક્યારેક આમ બે નું યુગ્મ બનાવી અને અલાયદી ભટકતી પણ જોવા મળે છે.
  જૂથમાંથી રખડુ અને રખડુમાંથી જૂથમાં સમય અને સંજોગાનૂસાર ફેરબદલો થતો રહે છે. પરંતુ ટુંકસાર એ છે કે કુદરતી (અને પ્રાણીસંગ્રહાલયમાં પણ) સ્થિતિમાં બે કરતાં વધુ પુખ્ત નર એકબીજાનો સહયોગ સાધી શકતા નથી. આથી કહેવાય છે કે ’સિંહનાં ટોળાં ન હોય’ (અહીં સિંહ કહેતાં માત્ર નર સિંહ જાણવો, માદાઓ, બચ્ચાં વગેરે તેમનું કુટુંબ કબિલો ગણાય) સામાન્ય રીતે અન્ય જનાવરોમાં કોઇજાતનાં માતૃક-પિતૃક સંબંધ વગર પણ, વિવિધ સગવડ અર્થે મોટાં મોટાં ટોળાઓ બને છે. (જેમ કે હરણ, નિલગાય, ઘેટાં-બકરાં, ભેંસ, ગાય, વાંદરા વગેરે લગભગ તમામ પ્રાણીઓ) સિંહ આ રીતે થોડો અલગ પડે છે. વધુ જાણકારી માટે આ લેખનો અભ્યાસ કરી શકાય : http://en.wikipedia.org/wiki/Lion#Group_organization

  અહીં રજુ કરાયેલા ચિત્રોમાં, પ્રથમ અને ત્રીજું ચિત્ર સ્કોટલેન્ડનાં પ્રાણીઘરમાં પાડેલું છે. (આમે વિશ્વમાં જ્યાં બર્ફવર્ષા થતી હોય તેવા કયા પ્રદેશમાં સિંહ વસે છે ? આપે ચિત્રોના સોર્સ લખવા જોઇએ તેવું નમ્ર સુચન છે કારણ કે આપે આપેલા તમામ ચિત્રો કોપીરાઇટ વર્ક છે) તેમાં પણ માત્ર બે નર સિંહ દેખાય છે. બીજા ચિત્રમાં માત્ર એક નર સિંહ જ છે. (જે તે જૂથનો આગેવાન હશે) અન્ય તમામ ચિત્રો માત્ર માદા અને બચ્ચાઓનાં છે.
  (એક આડવાત, સિંહણો (અને મોટાભાગે સિંહણો જ..) જૂથમાં શિકાર કરે છે, નર સિંહ એ બહુ આળસુ પ્રાણી હોય છે, છતાં પરિવારમાં તેનું સામ્રાજ્ય ચાલે છે કારણ કે આક્રમણ કે ભયના સમયે જૂથનું રક્ષણ કરવાની જવાબદારી માત્રને માત્ર સિંહને ભાગે આવે છે. જ્યાં મર્દાનગી સાબિત ન કરી શકે તે હંમેશ માટે જૂથનું વર્ચસ્વ ગુમાવે છે.)
  આપના પ્રશ્નમાં થોડી માહિતી ઉમેરવા જેવું લાગ્યું તેથી આટલી વિગતો આપી છે. સરસ પ્રશ્ન કર્યો, આ બહાને નવું જાણવા મળ્યું. (માત્ર કોઇ પ્રત્યે અંગત રાગદ્વેષને બદલે ફક્ત જ્ઞાનૌપાર્જન કાજે આવા પ્રશ્નો થતા હોય તો ચોક્કસ આવકાર્ય છે જ) આભાર.

  • siddhraaj

   “નર સિંહ એ બહુ આળસુ પ્રાણી હોય છે, છતાં પરિવારમાં તેનું સામ્રાજ્ય ચાલે છે કારણ કે આક્રમણ કે ભયના સમયે જૂથનું રક્ષણ કરવાની જવાબદારી માત્રને માત્ર સિંહને ભાગે આવે છે. જ્યાં મર્દાનગી સાબિત ન કરી શકે તે હંમેશ માટે જૂથનું વર્ચસ્વ ગુમાવે છે.”
   અર્થાત જે સિંહે પોતાનું વાર્ચાસવા-પોતાનું રાજ્ય ગુમાવ્યું તેને નામર્દ ગણવો?
   અમારું ક્ષત્રિયોનું શું થશે બાપલા? અમે તો રાજ ગુમાવીને જ બેઠા છીએ. 😀

 4. શ્રી અશોકભાઈ,
  ખૂબ વિશદ છણાવટ કરવા બદલ આભાર. સાચું કહું તો માનવ સીવાય બીજા કોઈ પ્રાણીને હું વધારે નીરખીને ઓળખવાનો પ્રયત્ન નથી કરતો. તેથી આ સિંહ અને સિંહણ વચ્ચેનો ભેદ મેં ન જોયો. વળી સિંહનો પણ મેં ખાસ અભ્યાસ નથી કર્યો. હા માણસોનો અભ્યાસ કર્યો છે અને હજુ પણ ચાલુ જ છે.

  થોડીક અંગત સ્પષ્ટતાઓ કરવી જરૂરી લાગે છે એટલે કરું છું – ખાસ તો રાગ-દ્વેષ વિશે.
  બ્લોગ-જગત કે વાસ્તવિક જગત આમાંથી મારા હ્રદયના ઉંડાણમાં ક્યાંયે કશો રાગ કે દ્વેષ નથી. બ્લોગ-જગતમાં મેં જોયું કે અહીં બ્લોગ બનાવવાના બધાના હેતુ જુદા જુદા છે.

  કેટલાંક લોકો વિધૂર છે અને સમય પસાર કરવા અને કંપની મેળવવા બ્લોગિંગ કરે છે. કેટલાંક લોકો આભાસી છાન-ગપતીયા કરવા માટે બ્લોગિંગ કરે છે. કેટલાંક લોકોએ ! . , આવા વિરામ-ચિન્હોની આગવી ભાષા બનાવી છે અને સાંકેતીક ભાષામાં વાત ચીત કરે છે. કેટલાંક લોકો ( ) નો ઉપયોગ કરે છે.

  સહુથી વધુ ત્રાસ ગીત-ગઝલ-સંગીત વાળા લોકો કરે છે. તે અનેક લોકોને સેક્સ-અપીલ કરતાં પોઝ અને એવા ગીતો ઓફર કરે છે (વધારે તો તમે અને હું બંને આ વાત સારી રીતે જાણીએ છીએ) આને લીધે અનેક લોકો તેમની વેબ-સાઈટની મુલાકાત લે છે અને વિશાળ વાચક-વર્ગ ધરાવતાં થઈ જાય છે. આવા લોકોને લીધે માણસોના અને બ્લોગરોના સંબધોમાં ફાટ-ફૂટ પડે છે અને શરુ થઈ જાય છે રાગ-દ્વેષ.

  આ બાબતે ખુલ્લી અને જાહેર ચર્ચા (બ્લોગરો અને વેબ-સાઈટોના નામ સહિત) કરવા સહુને જાહેર આમંત્રણ છે.

  પુષ્કળ પુરાવાઓ છે.

 5. શ્રી અતુલભાઇ,
  આપે લખ્યું, ’મારા હ્રદયના ઉંડાણમાં ક્યાંયે કશો રાગ કે દ્વેષ નથી.’ બહુ સારી વાત છે. પરંતુ શબ્દકોષ મુજબ દ્વેષની વ્યાખ્યા આ પ્રમાણે છે : (રાગ અત્રે પ્રસ્તુત નથી)
  દ્વેષ = ચિત્તને અપ્રિય લાગવાની વૃત્તિ; અપ્રિયતા; તિરસ્કાર; કંટાળો.
  = ઈર્ષા; ખાર; કીનો; અદેખાઈ; ઝેર.
  = શત્રુતા; વેર. તે ઉપરાંત વધુ રસપ્રદ જાણકારી પણ ભ.ગો.મં. પર મળશે.
  (http://www.bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=દ્વેષ&type=1&page=0)
  તો આપને, આપે જણાવેલી બાબતો પ્રત્યે, ચિત્તને અપ્રિય લાગવાની વૃત્તિ; અપ્રિયતા; તિરસ્કાર; કંટાળો (આટલું આપના શબ્દોને આધારે સ્વયં સ્પષ્ટ છે, ધારી લઇએ કે આથી વધુ કશું નથી જ) છે તો તે પણ દ્વેષ તો થયો જ ને ? આટલો દ્વેષ પણ આપણે શા માટે રાખવો. (અને આ બધું માત્ર આપને માટે નહીં મારા સમેત સૌ મિત્રોને માટે નમ્ર વિનંતી છે.)
  બીજું, મને લાગે છે કે પ્રકૃતિએ સર્જેલા બધાંજ પ્રાણી,પક્ષી,ફળ,ફૂલ પણ નીરખવા યોગ્ય છે. ઘણું જાણવા મળશે. અને માનવ મન કે વર્તણૂકનો અભ્યાસ કરવો તે પણ સારી બાબત જ છે. મનોવૈજ્ઞાનિકો આ કામ કુશળતાપૂર્વક કરતા જ હોય છે.
  ત્રીજું, આપને વિધૂર લોકો સમય પસાર કરવા માટે બ્લોગીંગ કરે તે સામે શા માટે વાંધો હોવો જોઇએ ? (જો કે કોઇપણની, સ્થળકાળના કાયદાઓની મર્યાદામાં રહીને થતી, કોઇપણ પ્રવૃતિ સામે વાંધો લેનાર આપણે કોણ ?)
  “કેટલાંક લોકો આભાસી છાન-ગપતીયા કરવા માટે બ્લોગિંગ કરે છે.” — આ વાત સમજ બહાર રહી ! છાન-ગપતીયાનો શબ્દશઃ અર્થ જ એ છે કે છાનુંમાનું (ખાનગીમાં) કૃત્ય કરવું. તે માટે બ્લોગ જેવા જાહેર માધ્યમનો સહારો લેવા જેટલા મૂર્ખાઓ તે લોકો ન જ હોય ! તેમને મેઇલ, SMS, ફોન કે અન્ય ઘણા માધ્યમો વધુ અનુકુળ આવે. અને આપના દાવા અનુસાર, ધારો કે લોકો બ્લોગના માધ્યમે કહેવાતા છાન-ગપતીયા (જાહેરમાં !) કરે તો પણ કોઇ કાયદો તે માટેની મનાઇ કરતો હોય તેવું ધ્યાનમાં નથી. આપને તેવી કોઇ જાણકારી હોય તો જરૂર જણાવશો. અન્ય લોકોને કામ લાગશે.
  વિરામચિહ્નોનો સાંકેતિક ભાષારૂપે ઉપયોગ કરનારાઓતો બુદ્ધિમાનો ગણાય, કેમકે તેમણે કશુંક નવું શોધ્યું, આ તો સારી બાબત કહેવાય અને તે દરેકનો વ્યક્તિગત હક્ક છે. વિરોધનું કારણ શું ?
  અંતે () (કૌંસ) નો ઉપયોગ કરવા પર વિશ્વનાં કોઇ દેશમાં પ્રતિબંધ છે ? તો ફરી એ જ વાત કે; વાંધો શું છે ? અને આ બાબતે વાંધો લેનારને વાંધો લેવાનો અધિકાર કોણે આપ્યો ?
  ગીત-ગઝલ-સંગીત વગેરે મારી સમજ માટે જરા ઉચ્ચકક્ષાની બાબતો છે, મનને ગમે તેવું કશું મળે તો તેમના વખાણ કરી પ્રોત્સાહન આપીએ, નહીં તો કોઇ વાંચવા આવવા માટે ધરારી તો કરતું નથી. કોઇ સેક્સ-અપીલ કરતા પોઝ અને ગીતો મુકતું હોય તો તેમનાં વાંચકોને ગમતા હશે અને જેમને ન ગમતાં હોય (જેમ કે હું !) તેમણે ધરાર તે જોવા-સાંભળવા જવું તેવી કોઇ બળજબરી તો નથી જ. અને હા, કાયદાનો ભંગ થતો હોય તેવું કશું જણાય તો જે તે સાઇટ કે સરકારને જાણ કરી ફરિયાદ નોંધાવી શકાય છે. (મને યાદ છે, ઘણા સમય પહેલાં કોઇ એક સાઇટ પર ગુજરાતીમાં પોર્નોગ્રાફી પ્રગટ કરવાની કોશિશ કરેલી અને વિનયભાઇ (ફન એન ગ્યાન)એ તેમનો વિરોધ કરી લોકજાગૃતિનું કામ કરેલ અને તેની અસર પણ પડેલી)
  અંતે આપ સૌ ને “(બ્લોગરો અને વેબ-સાઈટોના નામ સહિત)” ચર્ચા કરવા અપીલ કરો છો પણ આપે ઉપર જણાવેલા વાંધાઓના ટેકામાં, વાંધાજનક શું છે તે વર્ણવી અને એકે સાઇટ કે બ્લોગનું નામ કેમ જણાવ્યું નથી ? સ્વયં લેખક કોથળામાં ભરી અને પાંચશેરીઓ મારે અને વાંચકને નામ-ઠામ જણાવવા અપીલો કરે તે યોગ્ય નથી.
  અને હા, મુળ ચર્ચા તો સિંહની હતી, સ્વયં આપે જ વિષયાંતર કરી નાખ્યું તેને મનોવિજ્ઞાનની ભાષામાં શું કહેવાય ? (નિષ્ણાંત આપ જ છો) મેં ફક્ત ચિત્રોનાં સ્ત્રોત મુકવા માટે ’નમ્ર વિનંતી’ કરેલી છે, જે કાયદાકીય રીતે ઉચીત છે, સૌ પ્રથમ લેખકશ્રી કાયદાનું પાલન કરે તેટલી અપેક્ષા વાંચકોને રહે તેમાં કશું અનુચિત નથી જ ને ? બસ ત્યારે, આપે ચર્ચાનો મોકો આપ્યો અને મેં મિત્રદાવે મારા વિચારો જણાવ્યા, કોઇને ગમવા કે માનવા ફરજીયાત નથી. આભાર.

  • શ્રી અશોકભાઈ,
   બ્લોગ-જગતમાં રાગ-દ્વેષ શા માટે થાય છે તેના મેં મારી અલ્પ સમજ પ્રમાણે કારણો દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. મને આવા કશા રાગ-દ્વેષ ન હોવાને લીધે તો આટલો વખત શાંતિથી બધું જોયા કર્યું છે. અને હજુ પણ નથી તેથી આ વાતને અત્યારે અહી સમાપ્ત કરુ છું.

  • અને હા, દ્વેષ શું છે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ જોવું હોય તો આ બ્લોગ જોવાનું ન ચૂકશો.

   http://spamvani.wordpress.com/

  • Gaurav

   હું ગુજરાતી બ્લોગ્સ નો નિયમિત વાચક છું ને જોતો આવું છું કે સૌને વિષયાંતર ગમે છે. અંગત દ્વેષ પ્રગટ કરવા તો બ્લોગ નો ખુબ ઉપયોગ થાય છે.
   ઉપર શ્રી અશોકભાઈએ અતુલભાઈ પર વિષયાંતરનો આરોપ મુક્યો છે. પણ એમને પૂછવાનું કે સિંહ અંગે માહિતી આપતા “(માત્ર કોઇ પ્રત્યે અંગત રાગદ્વેષને બદલે ફક્ત જ્ઞાનૌપાર્જન કાજે આવા પ્રશ્નો થતા હોય તો ચોક્કસ આવકાર્ય છે જ)” આ લખવાની શી જરૂર હતી? આ પોસ્ટમાં કોઈનો અંગત ઉલ્લેખ કે રાગદ્વેષ તો ન્હોતોને? (તો એ વિચાર એમને કેમ આવ્યો?) બીજી પોસ્ટની તો નથી ખબર, પણ આ પોસ્ટમાં તો વિષયાંતર ત્યાં થી જ શરુ થઇ ગયું. 🙂
   બાકી હા, માત્ર સિંહોના ટોળાની વાત હોય તો ફોટા મસ્ત છે અતુલભાઈ.

   • શ્રી ગૌરવભાઈ

    ખરેખર આ પોસ્ટ વખતે મારા મનમાં માત્ર સિંહના ટોળા જ હતા. આ પોસ્ટનું આ રીતે વિષયાંતર થશે તેવી તો કલ્પના પણ નહોતી. શ્રી ભુપેન્દ્રસિંહજીએ એ એક રૂઢી-પ્રયોગ વાપર્યો કે “સિંહના ટોળા ન હોય”.

    એટલે મને થયું કે એવું કેવી રીતે બને? સિંહને પણ સમૂહજીવન તો ગમતું જ હોય ને? તેથી મેં તપાસ કરી તો મને નેટ પરથી ફોટા મળી આવ્યાં. હવે જો તે સહુની છૂટક છૂટક લિન્ક આપી હોત તો બધા સિંહોને આ રીતે એક સાથે ન જોઈ શકાત તેથી બધાને અહીં એક સાથે આ પોસ્ટ રુપી વાડામાં પુરી દીધા. હવે જો આમાં કોઈના કોપી-રાઈટનો ભંગ થયો હશે અને તે દાવો માંડશે તો માફી માગીશ. માફી નહીં આપે તો કોર્ટમાં લડીશ અને જે કહેશે તે સજા ભોગવીશ. કદાચ અ ધ ધ ધ ધ રકમ માંગે તો નાદારી નોંધાવીશ અને તેના બદલામાં આજીવન કારાવાસની સજા ભોગવીશ બીજું શું?

    સીંહોના ટોળાને પાંજરે પુરવાના ધખારાની એટલી કિંમત તો ચૂકવવી જ પડે ને?

    • siddhraaj

     કદાચ એવું બને કે શ્રી ભુપેન્દ્રસિંહ માટે “રાગ” ધરાવતા વ્યક્તિઓને શ્રી અતુલભાઈને શ્રી ભુપેન્દ્રસીહ માટે “દ્વેષ” છે એવું લાગ્યું હોય ને એને પરિણામે એમના મનમાં શ્રી અતુલભાઈ માટે “દ્વેષ” ઉત્પન્ન થયો હોય?
     (દ્વેષ = ચિત્તને અપ્રિય લાગવાની વૃત્તિ; અપ્રિયતા; તિરસ્કાર; કંટાળો.)

 6. http://danavhajam.wordpress.com
  આ સાઈટ પણ એવી જ છે.. કોણ બનાવે છે આવી સાઈટ? એનાથી કંઈ ફાયદો? (સિવાય કે કોઈની મઝાક ઉડાવ્યાનો આનંદ મળે.)
  પણ બ્લોગજગત છે ભાઈ. ગરવા ગુજરાતીઓનું બ્લોગ જગત. આ જ છે ગરવાઈ?

  • શ્રી જયભાઈ
   જે લોકો પોતાની ઓળખ છૂપાવીને બ્લોગ પર કોઈને ઉતારી પાડવાની કોશીષ કરે છે – તેઓ અંદરથી ભીરુ, દ્વેષીલા અને ગમે ત્યારે બંડ પોકારનારા હોય છે. પણ ખૂલ્લેઆમ લડવાની હામ ન હોય અને પોતાના મનમા ઉત્પન્ન થતો રોષ છૂપાવી ન શકે એટલે આવું કરે.

   આપણે તો પ્રાર્થના કરવાની – સબકો સન્મતી દે ભગવાન.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: