ભાષા સાથે છેડછાડ ????

મિત્રો,
સામાન્ય રીતે ગુજરાતી ભાષામાં મે ક્યાંય બે અલ્પ-વિરામ જોયા નથી. કેટલાંક લોકો ગુજરાત બહારથી આવીને ગુજરાતી ભાષા સાથે છેડછાડ કરે છે તેમનું અનુસરણ કરીને પછી પોતાની જાતને ગુજરાતી તરીકે ઓળખાવનારા લોકો પણ બે અલ્પ-વિરામ વાપરે છે.

Categories: સાહિત્ય | Tags: , | 40 Comments

Post navigation

40 thoughts on “ભાષા સાથે છેડછાડ ????

 1. DIPAK DHOLAKIA

  બે અલ્પવિરામ શક્ય નથી.

  • શ્રી દિપકભાઈ
   આપના અભીપ્રાયનું આ પોસ્ટ બાબત મારે મન ઘણું મહત્વ છે. મારી પોતાની ભાષા અને જોડણી બાબત ઘણી ભૂલ થાય છે પણ તે હું ઈરાદા-પૂર્વક નથી કરતો અને જ્યારે ખ્યાલ આવે ત્યારે સુધારો કરુ છું. પણ કેટલાંક લોકો જાણી જોઈને આપણી ભાષા સાથે રમત કરે છે – તે કઈ રીતે ચલાવી શકાય? હું તો ઈચ્છું છુ કે આપ અને શ્રી જુ.કાકા ભાષા શુદ્ધિ અભીયાન ચલાવો અને આ રીતે આપણી ભાષામાં ભેલાણ કરનારાઓને સાચું માર્ગદર્શન આપો અને ભાષા-અશુદ્ધિ અટકાવવામાં રસ લ્યો.

   ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર.

 2. DIPAK DHOLAKIA

  અતુલભાઈ, આભાર તમારી લાગણી બદલ. મુ. શ્રી જુગલભાઈને સાથ આપવા હું તત્પર રહીશ. એ બહાને એમનો સત્સંગ થશે. એમના બ્લૉગ પર મેં એક સમસ્યા રૂપે પ્રતિબ્ભાવ મૂક્યો છે, કદાચ તમને વાંચવાની મઝા આવે. જોડણીની વાત કરીએ તો પાંચ-છ શબ્દો એવા છે કે દર વખતે મને શંકા પડતી હોય છે હ્રસ્વ થશે કે દીર્ઘ!

  • મને તે પ્રતિભાવની લિન્ક આપો તો શોધવામાં સરળતા રહે – આપ કહો છો તો જરૂર વાંચવાની મજા આવે તેવો જ હશે.

 3. jjugalkishor

  આ રહી તે લીંક.
  http://jjkishor.wordpress.com/2010/11/27/lekho-24/#comments

  આવો પ્રયાસ સામુહિક રીતે કરવો જોઈએ. પણ –

  ૧) સમયનો અભાવ, ૨) લોકોની ભાષા પ્રત્યેની અજાગૃતિ, ૩) માતૃભાષાને અંગ્રેજી જેટલું માન નહીં, ૪) મારા જેવા ભાષાના માણસના જોડણી અંગેના વિચારોનો વિરોધ અને અન્ય કારણોસર બહુ બહુ પ્રયત્નો છતાં આ કાર્ય થઈ શક્યું નથી.

  મને શ્રદ્ધા છે, એક દિવસ આ જાગૃતિ આવીને જ રહેશે, અમે નહીં હોઈએ ત્યારે જ કદાચ.

  બે અલ્પવિરામની વાત શી છે ?

  • શ્રી જુ. કાકા
   આપ છો ત્યારે જ આ જાગૃતિ આવે તો સારુ – આપે ભાષા માટે કેટ-કેટલું કાર્ય કર્યું છે તે તો જ્યારે આપનું કાર્ય ઝીણવટથી જોઈએ ત્યારે જ સમજાય. શ્રી રવિન્દ્રનાથ ટાગોરે જીવનના અંત સમય સુધી કાર્ય કર્યું – આપ સહુ નિષ્ણાંતો જો આપનું યોગ-દાન આજ રીતે આપતાં રહો તો હું નથી માનતો કે ગુજરાતીનો સુવર્ણકાળ દૂર હોય.

 4. બે અલ્પવિરામ,, જરાય ચલાવી ન લેવા જોઈએ..

 5. શ્રી અતુલભાઇ,
  * અભીપ્રાય = અભિપ્રાય
  * અભીયાન = અભિયાન
  * ઈરાદા-પૂર્વક = ઇરાદાપૂર્વક
  આટલા આ દૂધમાંથી પોરા કાઢ્યા !! (ઢાલ વાળવી પડે ને !) આ બે,,ની શી વાત છે ? કોણ ઇરાદાપૂર્વક આવી બેહુદી હરકત કરે છે ? જો કે પ્રથમ તો કોઇ જાણકારે વિરામચિહ્નોના વપરાશ સંબંધે વધુ જ્ઞાન આપવું જોઇએ ખરૂં. કદાચ હવે કોઇ વિચારે. આભાર.

  • શ્રી અશોકભાઈ,
   સાચ્ચું કહું તો હ્રસ્વ અને દીર્ઘ વચ્ચે મને આજ સુધી ખબર નથી પડી – પણ હવે મારે વધારે સજાગ રહેવું પડશે – કારણકે શાંત જળમાં પથ્થર ફેંક્યો છે એટલે હવે વમળ તો જરૂર થવાના (કર્યા તો ભોગવવા જ પડશે)

   અને આ તો પાછા એવા લોકોને પડકાર કર્યો છે કે જેઓ પૄફ રીડીંગનું કામ કરતાં હોય એટલે હવે મારે રોજ ૨-૩ જોડણી તો ઓછામાં ઓછી સુધારવી જ પડશે તેમ લાગે છે.

   એમ તો સાચું કે સાચ્ચું તેમાં પણ મતભેદ થશે પણ મારી દૃષ્ટિએ સાચું શબ્દ વધારે યોગ્ય ગણાય. ઘણી વખત આપણે જે રીતે બોલતા હોઈએ તે રીતે લખીએ છીએ – પણ લખાણમાં વધારે કાળજી લેવાની અગત્યતા હવે મને ધીરે ધીરે સમજાય છે – કારણ કે લખાણ દિર્ઘ કાળ સુધી ટકે છે.

   • ટૂંકમાં, ગોળ ન ખાવાનો ઉપદેશ આપતા પહેલા પોતે ગોળ ખાવાનું બંધ કરવું જોઈએ..

 6. ભાષા સાથે છેડછાડ જ કરે છે કે અજાણતા કે ભાષના અજ્ઞાન ને કારણે આવું બંને છે તે જાણવું પણ જરૂરી છે. આપણી માતૃભાષા હોવા છતાં મોટાભાગના ઉપયોગ કરનારને વ્યાકરણ નું પૂરું જ્ઞાન હોતું નથી. જે સ્વાભાવિક છે. બે અલ્પ વિરામ વારંવાર આપે ક્યાં જોયા ? જેની લીંક મોક્કી હોત તો વધુ જાણકારી મળી શકત.

  • શ્રી અશોકકુમાર,
   મારી ઈચ્છા માત્ર આ બાબતે જાગૃતિ લાવવાની જ છે કોઈને ઉતારી પાડવાની કે કોઈનું ખરાબ દેખાય તેવું દર્શાવવાની નથી અને જો આ પોસ્ટથી એટલી જાગૃતિ આવશે તો મને ઘણો આનંદ થશે.

 7. પ્રિય અતુલભાઇ,,

  સાચી વાત છે,, કેટલાંક લોકો બે બે અલ્પ-વિરામ વાપરીને ભાષા બગાડે છે,, તમે આ મુદ્દો યોગ્ય રીતે બ્લોગ જગત સમક્ષ લાવ્યા છો. અલ્પ-વિરામની જેમ એક પ્રશ્નાર્થચિહ્ન પૂરતું છે તેમ છતાં કેટલાંક લોકો ચાર ચાર પ્રશ્નાર્થચિહ્ન મુકતા હોય છે???? બોલો. શું તેઓ એમ દર્શાવવા ઈચ્છે છે કે આ એક પ્રશ્નમાં ચાર પ્રશ્નો સમાયેલા છે???? તેવી જ રીતે કેટલાંક લોકો છ છ આશ્ચર્યચિહ્ન પણ મૂકતા જોવા મળે છે!!!!!!

  ગુજરાત પ્રવાસ દરમ્યાન ટ્રેનમાં એક વૃદ્ધ ફેરિયો ઠંડા કોલ્ડ ડ્રીંક વેચતો હતો,, તેને પણ મેં તમારી જેમ ખખડાવ્યો તો તેણે હસીને કહ્યું કે સાબ, ગલતીસે મિસ્ટેક હો ગયા,, માફ કરો!!!!!!

  • DIPAK DHOLAKIA

   પ્રિય વિનયભાઈ, તમારા ઇ-મેલનો જવાબ આપ્યા પછી અહીં જોયું કે તમે એ જ મુદો રજૂ કર્યો છે. આથી એમાંથી જ કેટલાક અંગત ઉલ્લેખો બાદ કરીને અહીં મૂકું છુંઃ

   પ્રિય વિનયભાઇ,,
   બે અલ્પવિરામનો અર્થ નથી. કારણ કે ‘વિરામ’ એટલે વિરામ. થોડો વિરામ ક્ર્યા પછી આગળ વધવાનું જ હોય. ચાલ્લતા હો ત્યારે વચ્ચે આરામ કરવા બેસો અને અર્ધા કલાક ને બદલે એક કલાક આરામ કરી લો તેથી એ અર્ધા-અર્ધા કલાકના બે વિરામ ન થઈ જાય! પરંતુ, આપણી લેખિત ભાષા આપણા બધા ભાવ વ્યક્ત કરવા સમર્થ નથી હોતી. બોલવાની ભાષાનું વ્યાકરણ ભાવ આધારિત છે. ધ્વનિ અને ટૉન દ્વારા ભાષા બને છે. આ ભાવ લિપિ દ્વારા હંમેશાં વ્યક્ત ન થઈ શકે. ઉદાહરણ તરીકે ” તમે આમ કેમ કર્યું?’ એવો સવાલ પૂછું – અને એ લખ્યો હોય તો તમે કહી ન શકો કે મેં એ સવાલ માત્ર ઉત્સુકતાથી પૂછ્યો છે કે ગુસ્સાથી, અકળાઈને! આ ભાવ થયો. આથી એક કરતાં વધારે પ્રશ્નચિહ્નો જૂઓ ત્યારે માનવું જોઈએ કે લેખક પ્રશ્ન પાછળ રહેલો ઉત્કટતાનો ભાવ દેખાડવા માગે છે. ક્દાચ તમે સમજી શકશો કે હું બોલવાના વ્યાકરણની વાત કરૂં છું. અલબત્ત, આપણે લખવાની ભાષાના વ્યાકરાન વિશે તો સજાગ છીએ પણ એ ભાવ માટે યાંત્રિક છે.આનું એક ઉદાહરણ આપુંઃ ‘હું પડ્યો”. વ્યાકરણના હિસાબે આમાં ‘હું’ કર્તા છે. વાક્ય સાચું છે. પણ ભાવની વાત કરો તો તમે કદી પણ કર્તાભાવથી નિર્ણય કરીને પડો છો? પણ વ્યાકરણ તો પડવાના નિર્ણય્નો યશ તમને જ આપે છે!આમ, લેખિત ભાષાના વ્યાકરણની ભાવ ક્ષેત્ર્માં અપૂર્ણતા સ્વીકારીએ તો ‘કવિ-છૂટ’ નો અધિકાર ગદ્યમાં પણ આપી શકાય. તે સિવાય તમે ‘હં….અ…અ…’ જેવા ઉદ્‍ગાર લેખિત રૂપમાં રજૂ નહીં કરી શકો.
   અહીં ભાષાનો પ્રશ્ન બ્લૉગ પૂરતો નથી. બ્લૉગ માટે તો ટાઈપ કરવું પડે એમાં ઘણી વાર ભૂલો રહી જતી હોય છે. આથી સંભવ છે કે બે અલ્પવિરામ રહી જાય અને એના પર ધ્યાન ન ગયું હોય. પણ બ્લૉગ મૂળ વસ્તુ નથી. મૂળ વસ્તુ, ‘લેખન’ છે,જે પેનથી પણ થાય જ છે. એટલે જે કૂવામાં હશે તે જ અવાડામાં આવશે!

 8. મને લાગે છે કે આ વાતે લાંબા થવું જ પડશે !

  બે અલ્પવિરામની વાત જોતાં અતુલભાઈની કાંઈક સમજણફેર થઈ છે. આશ્ચર્યવિરામો એકથી વધુ હોય છે, અને તે ખોટું નથી. ક્યારેક જરૂર પડે તો પ્રશ્નાર્થનેય બેવડાવાય છે, જોકે એ બહુ જરૂરી હોતું નથી. પણ અલ્પવિરામની વાત કરતાં તેઓ ભૂલથી બીજાં ચિહ્નોમાં પહોંચી ગયાં લાગે છે.

  વિરામચિહ્નો શબ્દ જ સૂચવે છે કે વાક્યમાં આવતા અર્થગત વિરામો દર્શાવવા માટેની એ અનિવાર્ય ટૅકનિક છે. બધાં જ વિરામચિહ્નો અંગે મારા બ્લોગ પર બહુ જ ઝીણવટભરી ચર્ચા મેં કરી છે. અહીં આ લીંક જુઓ, http://jjkishor.wordpress.com/category/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AB%87/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3/

  વ્યાકરણ માટે કુલ ૧૮ જેટલા લેખો મેં લખ્યા છે !! એમાં વિરામચિહ્નો પર જ કેટલાક લેખો છે. તે શાંતિથી જોઈ જવા સૌને વિનંતી છે…

  એક વાત જાણવા જેવી એ છે કે વિરામચિહ્નો ગુજરાતીને સંસ્કૃતે નથી આપ્યાં. એ દેવભાષામાં વિરામચિહ્નો લગભગ નથી ! તેમાં સવાલ પૂછવા માટે किम् તથા આશ્ચર્ય માટે अहो જેવા શબ્દો જ મૂકીને કામ ચલાવાતું હતું. આ ચિહ્નો આપણને અંગ્રેજીએ આપ્યાં છે. પણ દરેકનો પૂરો અર્થ હોય છે. આપણે સમજ્યા વિના એનો આડેધડ ઉપયોગ કરીએ છીએ.

  કાવ્યના અક્ષરમેળ છંદોમાં સૌ જાણે છે કે પંક્તિમાં વચ્ચે યતિ આવે છે. આ યતિ છંદના બંધારણ મુજબની હોય છે તેથી એને છંદગત યતિ કહે છે. મારા એમ.એ.ના મહાનિબંધમાં મેં છંદોમાં એક બીજી જ યતિની વાત સાબિતીઓ સાથે કરી છે અને તે છે અર્થગત યતિની ! ગદ્યમાં દરેક વાક્યમાં અર્થ મુજબ ક્યાંક અટકવાનું આવે છે. આ જગ્યાએ નિશાનો મૂકીને વાક્યના ભાવાર્થને સ્ફૂટ કરવાનો હોય છે. આ કાર્ય વિરામચિહ્નો કરે છે.

  ભાષા કે વ્યાકરણને જાણ્યા વિના આ વિરામો વિષે ટીકા ન કરાય. આશ્ચર્યવિરામો એક કે બે મુકાય તો એ ટીકાનો વિષય નથી જ નથી. લેખકો સર્જકો છે એમને પોતાની વાત કહેવા માટે હેતુપુરઃસર – હેતુપૂર્વક – વિરામો મૂકવાનો હક્ક છે.

  જોડણીની વાતો તો માથાનો દુખાવો જ છે. મારા ઉપરના વાક્યમાં જોશો તો મૂકવું ક્રિયાપદ મેં બે જગ્યાએ પ્રયોજ્યું છે જેમાં ‘મૂકીને’ તથા ‘મુકાય’ લખ્યું છે. એમાં ‘મુકાય’માં હ્રસ્વ ઉ છે જ્યારે ‘મૂકીને’માં દીર્ઘ ઊ છે !! આવું કેમ ? જવાબ જોવા માટે વળી મારા લેખોમાં જોડણી અંગેના પારાવાર લખાણો ફેંદવાં પડશે…

  ગુજરાતીભાષા અઘરી છે જ. પણ એમાં નિષ્ઠા હોય તો તેનેય અંગ્રેજીની જેમ વફાદાર રહી શકાય છે. પણ માતૃભાષાને વફાદાર ન રહીએ તો ચાલે ! આંગ્લભાષાની તો ગુલામી જ કરવાની હોય ને !!!

  અત્યારે તો આટલેથી જ અચ્યુતમ્ ! – જુ.

  • શ્રી જુ. કાકા
   મારો પ્રશ્ન માત્ર અલ્પ-વિરામ પુરતો જ હતો – પણ તેને લીધે બધા વિરામ ચિન્હો વિષે જાણવા મળે તો તેમાં મને કશું ખોટું નથી લાગતું. જોડણી અને ભાષાના આપના લેખો માટે મારે એક અભ્યાસ સત્ર ફાળવવું પડશે – જો કે મને તેમાં રસ હોવાથી હું તે માટે જરૂર સમય મેળવી લઈશ.
   ————–
   ગુજરાતીભાષા અઘરી છે જ. પણ એમાં નિષ્ઠા હોય તો તેનેય અંગ્રેજીની જેમ વફાદાર રહી શકાય છે. પણ માતૃભાષાને વફાદાર ન રહીએ તો ચાલે ! આંગ્લભાષાની તો ગુલામી જ કરવાની હોય ને !!!

   જેમના માનસમાં ગુલામી પ્રવેશી ગઈ હોય તે આવું જરૂર કરવાના.

   • તમારી પાયાની જ ભૂલ હતી. તમારે અલ્પ નહીં પણ પ્રશ્નાર્થ ચિહ્ન અંગે જાણવું હતું…તમે કદાચ આ બે વિરામચિહ્નો વચ્ચે ગોટાળે ચડી ગયા હતા.

    “જેમના માનસમાં ગુલામી પ્રવેશી ગઈ હોય તે આવું જરૂર કરવાના” આપણે સૌ કોઈને કોઈ પ્રકારની ગુલામીમાં જ છીએ. ભાષા સિવાયની કોઈ બાબતમાં ચર્ચા કરવાની મારી હિંમત કે આવડત ન હોવાથી હું અટકું.

    • ના ના એવું કશું નથી,,
     મારે માત્ર અલ્પ-વિરામ, વિશે જ જાણવું હતું.

     • himanshupatel555

      ચાર પ્રશ્ન વિરામથી…અને “આથી એક કરતાં વધારે પ્રશ્નચિહ્નો જૂઓ ત્યારે માનવું જોઈએ કે લેખક પ્રશ્ન પાછળ રહેલો ઉત્કટતાનો ભાવ દેખાડવા માગે છે. “તો વધારે અલ્પવિરામથી ઉત્કટતાનો ભાવ જ દેખાડવા માગતો હશેને કદાચ…

 9. DIPAK DHOLAKIA

  મને આનંદ છે કે મુ. શ્રી જુગલભાઈ પણ ભાવની વાત પર ભાર મૂકે છે. લેખિત ભાષાનું વ્યાકરણ મેં પહેલાં કહ્યુંછે તે પ્રમાણે યાંત્રિક છે. અતુલભાઈ, આ બહુ સારો મુદ્દો તમે ’છેડ્યો’ છે.

 10. Arvind Adalja

  માફ કરજો પરંતુ જ્યારે ગુજરાતી ભાષા મરી રહી છે ત્યારે આપણે વિરામ ચિંન્હ અને અન્ય વ્યાકરણની પાછ્ળ પડી ભાષા શુધ્ધિમાં રચ્યા-પચ્યા રહીએ છીએ તે કરતાં મારા મતે તો ભાષામાં જે અંગ્રેજી શબ્દોની વાત વાતમાં બોલવામાં અને લખવામાં પણ ભરમાર ચાલે છે તે ઉપર ધ્યાન કેંદ્રિત કરી ગુજરાતી બોલાય કે લખાય તેમાં આવા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ ટાળવા ઝુંબેશ ચલાવવાને પ્રાથમિકતા આપવી જોઈએ ! આજના બાળકોને ગુજરાતી નથી વાંચતા કે નથી લખતા આવડ્તું ત્યારે આવી બધી વિરામ ચિન્હો અને વ્યાકરણની પિષ્ટ પિંજણ તેઓને ગુજરાતીથી વધુ દૂર લઈ જશે તેવો મને ડર લાગે છે. ગુજરાતીમાં જેવું આવડે તેવું બ્લોગ ઉપર લખનારને ધ્ન્યવાદ આપું છું કે તેઓ ગુજરાતીને જીવતી તો રાખે છે. સાચી વાત તો એ છે કે લખનાર શું લખે છે અને શું કહેવા માંગે છે તે હેતુ પકડી તેમનું લખાણ મૂલવવુ જોઈએ નહિ કે વ્યાકરણને દ્રષ્ટિમાં રાખી ! એક વાત કહું અમેરીકન કઈ જાતનું અંગ્રેજી બોલે અને લખે છે તે જરા ઝીણવટ્થી અભ્યાસ કરવા જેવું છે.અને તેમ છ્તાં આજે તેમના કહેવાનો મતલબ દુનિયા આખીના લોકો સમજી શકે છે . માટે મારી દ્ર્ષ્ટિએ આવી ચર્ચા કર્યા કરવામાં કોઈ વાંધો ના હોઈ શકે પરંતુ કોઈ પણ બ્લોગરની આ વિષે બીન જરૂરી ટીકાઓ કરવી તે વિવેક્નો અભાવ દેખાડે છે ! અરે મારા ભાઈ કોઈ વિદેશમાં રહીને પણ પોતાની માતૃભાષામાં પોતાના વિચારો વ્યક્ત કરતા હોય તો તેવાઓને પ્રોત્સાહન મળે તેવી ચર્ચાઓ કરતા રહો બીનજરૂરી ટીકોથી દૂર રહેવું જોઈએ તેમ મારું માનવું છે. મને જાણ છે કે કદાચ મારા આ વિચારો કેટલાક બ્લોગર તથા ભાષા પ્રેમીઓને નહિ ગમે પરંતુ મારું દ્રષ્ટિબિંદુ બિલકુલ સ્પષ્ટ છે. હું તો તમામ ગુજરાતી બ્લોગ લખનાર મિત્રોને ગુજરાતી ભાષા જીવતી રાખવા વધુ અને વધુ લોકો વાચતા થાય તેવા પ્રયાસો કરવા અભિનંદન આપું છું અને કોઈ ગમે તેવી ટીકાઓ કરે તો પણ આ પ્રયાસો ચાલુ રાખવા વિનંતિ સાથે આહ્વાન કરું છું ! અસ્તુ !

  • શ્રી અરવિંદભાઈ
   જ્યાં સુધી એક પણ ગુજરાતી જીવે છે ત્યાં સુધી ગુજરાતી ભાષા મરવાની તો શું પણ માંદીયે નથી પડવાની. આ તો ગુજરાતીને વધુ સમૃદ્ધ કેમ બનાવી શકાય તે બાબતની ચર્ચા કરવાનો આશય છે. જો એક અલ્પ-વિરામથી કામ થતું હોય તો બે અલ્પ-વિરામ,, એટલે એક કી-સ્ટ્રોક, એક બાઈટ અને એટલી સ્ટોરેજ અને સ્ક્રીન પરની જગ્યાનો વ્યય. ગુજરાતી કંજૂસ નથી પણ ઉડાઉ પણ નથી.

   • Arvind Adalja

    શ્રી અતુલભાઈ
    આપના આશાવાદ માટે અભિનંદન ! પરંતુ જો આ અલ્પવિરામ અને અન્ય વ્યાકરણ તથા જોડણીની પળોજણથી જ ભાષા સમૃધ્ધ બનવાની હોય તો મને કહેવા દો કે પહેલાં ભાષા જે ઝ્ડપથી વર્ણસંકર બની રહી છે તેને અટકાવવા પ્રાથમિકતા અપાવી જોઈએ ! બાકી આજની આ પેઢી અને શિક્ષણ નીતિને કારણે ગુજરાતી ભાષા બચાવવા સરઘસો કાઢ્વા પડે છે તે માટે ખાસ સભાઓ અને સંમેલનો ભરવા પડે છે તે હકિકતથી આપ વાકેફ હશો જ તેમ ધારું છું.કોઈ પણ લખાણનું હાર્દ અને કહેવાનો અર્થ પકડવો મારા મતે યોગ્ય ગણાય. ઉપરાંત એક વાત સતત યાદ રાખવી રહી કે આ બ્લોગ લખનારા કોઈ ભાષાવિદો નથી જ નથી અને તેવા સંજોગોમાં તેમને પ્રોત્સાહન આપવાને બદલે ટીકાઓ કરવી કેટલે અંશે વ્યાજબી ગણાય ? સૌ પ્રથમ જો આપ ભારતમા અને ગુજરાતમાં રહેતા હો તો હાલની પેઢીને વર્ણસંકર ભાષાનો ઉપયોગ કરતા અટકાવવાની કોશિશ હાથ ધરો. એક મારા પોતાના અનુભવનું ઉદાહરણ આપની જાણ માટે આપુ છું. એક પ્રસંગમાં અમે ઉભા હતા ત્યાં એક વ્યક્તિ આવી અને અમોને કહ્યું કે અહિ સ્ટેંડ કેમ છો ? લો હું તમોને ચેર પુલ કરી દઉં તેના ઉપર આપ સૌ સીટ થાઓ ! અલ્પવિરામની પિષ્ટ પિંજ્ણ કરતા આ વર્ણસંકર ભાષા માટે આપ શું કહો છો ?

    • શ્રી અરવિંદભાઈ
     તે વિશે ચર્ચા જરૂર કોઈ અન્ય પોસ્ટ વખતે કરશું પણ અત્યારે તો મને બીનજરૂરી કેરેક્ટરો બ્લોગ ઉપર લખવામાં આવે છે તેનો કોઈ અર્થ છે કે કેમ તે જાણવામાં અને તેને વિશે ચર્ચા કરવામાં જ રસ છે. આજના આપના લેખના શિર્ષક વિશે આપ શું કહો છો?

     @@@ મેલેરીયા ડેંનગ્યુ અને ચિકનગુનિયાથી બચવું શક્ય છે ??? !!! અલબત્ત આ શકય છે !!!

     આજે શ્રી અરવિંદભાઈની એક પોસ્ટનું શિર્ષક ઉપર પ્રમાણે છે.
     હવે
     @@@ મેલેરીયા ડેંનગ્યુ અને ચિકનગુનિયા – ’ @@@’ આનો અર્થ શું કરવો?
     થી બચવું શક્ય છે ??? !!! – ’??? !!!’ આનો અર્થ શું કરવો?
     અલબત્ત આ શકય છે !!! – ’!!!’ આનો અર્થ શું કરવો?

     અલબત્ત આનો અર્થ તો અરવિંદભાઈ જ કહી શકે.

     • આપે લખેલું વાક્ય

      @@@ મેલેરીયા ડેંનગ્યુ અને ચિકનગુનિયાથી બચવું શક્ય છે ??? !!! અલબત્ત આ શકય છે !!!

      સાદી સહજ રીતે લખેલું વાક્ય:
      મેલેરીયા ડેંનગ્યુ અને ચિકનગુનિયાથી બચવું શક્ય છે? અલબત્ત આ શકય છે.

      આ બંને વાક્યમાંથી ક્યું વાક્ય આપ્ને વધું વાંચવા-લાયક લાગે છે?

      • Arvind Adalja

       આપને જે વધુ વાંચવા લાયક લાગે તે સૌને પણ લાગવું જ જોઈએ તે જરૂરી નથી જ નથી. વળી શિર્ષક કેવું બનાવવું તે બ્લોગરનો વિશિષ્ટ અધિકાર છે આપને તે યોગ્ય ના લાગે તો આપે માત્ર શિર્ષક જ નહિ બ્લોગ પણ નહિ વાંચવો ! તમામ બ્લોગ વાંચવા એવું ફરજીયાત નથી હોતું. ફરી વાર કહુ છું કે અલ્પવિરામની પળોજણ મૂકી ગુજરાતીનું સ્વરૂપ વર્ણસંકર બની રહ્યું છે જો આપ ભાષા શુધ્ધિ અંગે ખરા અર્થમાં ગંભીર હોતો તે અટકાવવા નિસ્વાર્થ પણે પુરૂષાર્થ કરવામાં જોતરાઈ જાઓ ! જો આ વર્ણસંકર સ્વરૂપ આપ અટકાવી શકવા અંશતઃ પણ સફળ થશો તો આપને અભિનંદન આપવામાં હું સૌ પ્રથમ હોઈશ તેના આથી ખાત્રી આપું છું ! અસ્તુ !

       • ‘ગુજરાતીનું સ્વરૂપ વર્ણસંકર બની રહ્યું છે’

        મને તેના એક બે બ્લોગ ઉપર ઉદાહરણ બતાવી શકો ખરા? તો મને કશુંક સમજાય. ગોળ ગોળ વાતો મને સમજાતી નથી – કાઈક ખૂલીને કહો તો ખ્યાલ આવે.

    • આપના આશાવાદ માટે અભિનંદન !

     હું આશાવાદમાં નહીં પણ પુરુષાર્થવાદમાં માનુ છું – અભીનંદન જ જો આપવા હોય તો પુરુષાર્થવાદ માટે આપો.

 11. jjugalkishor

  આ આખો સવાલ જ ખોટે રસ્તે ગયો જણાય છે. એકથી વધુ અલ્પવિરામો ક્યાંય જોયાં નથી. મૂળ રજૂઆત થઈ ત્યારે જ પૂછવામાં આવ્યું હતું કે આવાં એકથી વધુ અલ્પવિરામો ક્યાં દેખાયાં છે ? તેનો ખુલાસો હજી થયો જ નથી…આવું શક્ય જ નથી.

  કેવળ આશ્ચર્યચિહ્ન જ વધુ વાર જોવા મળે છે. પ્રશ્નચિહ્ન હોય છે, પણ ભાગ્યે જ. પૂર્ણવિરામચિહ્ન એક સાથે જ્યારે જોવા મળે ત્યારે તે વાતની સળંગસૂત્રતા બતાવે છે પણ તે વખતે તે ‘પૂર્ણવિરામ’ હોતાં નથી.

  મને લાગે છે કે આ ચર્ચા (અલ્પવિરામની)અહીં પૂરી થવી જોઈએ. કારણ કે એ વાત જ મૂળમાં ખોટી રીતે મુકાઈ છે.

 12. @@@ મેલેરીયા ડેંનગ્યુ અને ચિકનગુનિયાથી બચવું શક્ય છે ??? !!! અલબત્ત આ શકય છે !!!

  આજે શ્રી અરવિંદભાઈની એક પોસ્ટનું શિર્ષક ઉપર પ્રમાણે છે.
  હવે
  @@@ મેલેરીયા ડેંનગ્યુ અને ચિકનગુનિયા – ’ @@@’ આનો અર્થ શું કરવો?
  થી બચવું શક્ય છે ??? !!! – ’??? !!!’ આનો અર્થ શું કરવો?
  અલબત્ત આ શકય છે !!! – ’!!!’ આનો અર્થ શું કરવો?

  અલબત્ત આનો અર્થ તો અરવિંદભાઈ જ કહી શકે.

 13. Arvind Adalja

  શ્રી અતુલભાઈ
  મારી અનેક પોસ્ટ્માં આ રીતે શિર્ષક આપુ છું તેના કારણમાં મોટે ભાગે આ શિર્ષકને આકર્ષક બનાવવાની ગણત્રી હોય છે જેમાં આપેલા તમામ ચિંહોનો માત્ર ડીઝાઈન તરીકે ઉપયોગ કરવાનો હેતો હોય છે.ઉપરના લેખનો જે આપે ઉલ્લેખ કર્યો છે તેમાં @@@ નો ઉપયોગ ગુજરાતી ભાષામાં છે ખરો ? મારા માનવા પ્રમાણે મોટા ભાગના વાચકો આ વાત બરાબર સમજે છે અને તેથી કોઈ આ વિષે ચર્ચા કરતા નથી કે પૂછ્તા પણ નથી. વધુમાં મોટાભાગના બ્લોગર એ પણ સમજે છે કે લખનારાઓ ભાષાવિદો નથી કે નથી સાહિત્યકારો અને તેથી જ આવી નિર્થક ચર્ચાઓથી દૂર રહે છે. મને આશા છે કે આપા મારી વાત તેના યોગ્ય સંદર્ભમાં સમજી સકશો.અસ્તુ !

  • થી બચવું શક્ય છે ??? !!! – ’??? !!!’ આનો અર્થ શું કરવો?
   અલબત્ત આ શકય છે !!! – ’!!!’ આનો અર્થ શું કરવો?

   • Arvind Adalja

    આનો અર્થ આપની સમજ પ્રમાણે કરવો !

  • ’વધુમાં મોટાભાગના બ્લોગર એ પણ સમજે છે કે લખનારાઓ ભાષાવિદો નથી કે નથી સાહિત્યકારો અને તેથી જ આવી નિર્થક ચર્ચાઓથી દૂર રહે છે’

   હું પોસ્ટ મુક્યા પછી કોઈને પર્સનલ ઈ-મેઈલ નથી કરતો કે નથી કહેતો કે પ્રતિભાવ આપશો. રસ પડે તો વાચકો પ્રતિભાવ આપે નહીં તો ન આપે. મને જ્યાં જ્યાં સંશય અને શંકા થાય ત્યાં પુછવાની ટેવ છે. આપણે જે કાર્ય કરતાં હોઈએ તે શા માટે કરીએ છીએ તેની તો આપણને ખબર જ હોયને? તેથી આપના શિર્ષક મને ન સમજાયા તો મેં પુછ્યું – આપે યોગ્ય લાગે તો ઉત્તર આપવો (નિરર્થક ચર્ચા ફરજીયાત નથી).

 14. P Salikar

  સાહેબ તમે પોતે પૂછેલા પ્રશ્ન પાછળ ચાર પ્રશ્નાર્થ કર્યા છે એનું શું???????

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: