જાવ ! કહેશો તો અમે ચાલ્યાં જશું,
પણ પછી તમારું શું થાશે?
અમે તો ધ્યાન કરશું – યોગ કરશું,
પણ પછી તમારું શું થાશે?
જાકારો ન આપશો અમે રીસાઈ જશું.
પણ પછી તમારું શું થાશે?
ગામ આખા હારે ગામ-ગપાટા હાંકશું,
પણ પછી તમારું શું થાશે?
ખભે થેલો નાખીને ધુળીયે મારગ હાલીશું,
પણ પછી તમારું શું થાશે?
દૂર રહી-રહીને પણ તમારી ફીકર કરશું,
પણ પછી તમારું શું થાશે?
બોલાવી લ્યો પાછો, સંગે આનંદ કરશું,
આખું જગ આપણું ગાણું ગાશે…..