તમને થશે કે શિયાળાની શરૂઆતમાં આ વરસાદી ગીત? હા ભાઈ હા, અહીં ખરેખર વરસાદ પડે છે. તમને તો ખબર છે ને કે મને છાંટો-પાણીની બીલકુલ આદત નથી અને વળી ગુજરાતમાં તો આ બધાં ઉપર પ્રતિબંધ છે અને હું કાયદાનું પુરેપુરું પાલન કરુ છું (એ વાત અલગ છે કે મારા અમુક મિત્રોના અંદાજે બયા અલગ છે). ભાવનગરમાં તો હિલ સ્ટેશન જેવું વાતાવરણ છે અને “મધુવન”ના તો ફૂલો પણ નાચી ઉઠ્યા છે. ખાત્રી નથી થતી? તો જુઓ માત્ર આ બે ફૂલની ઝલક.
પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….
વેંત વેંત લોહી કાંઈ ઊંચું થીયું ને
જીવને ચઢી ગઈ ખાલી રે…
સાસ ને સસુરજી અબઘડી આવશે
કાશીની પૂરી કરી જાત
રોજીંદા ઘરકામે ખલેલ પહોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યાં કાતરા રે….
પિયુજી છપરાને બદલે જો આભ હોત
બંધાતી હોત હું યે વાદળી રે…
માણસ કરતાં જો હોત મીઠાંની ગાંગડી
છાંટો વાગ્યો ને જાત ઓગળી રે…
પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….
સમજાતું નથી કે સ્વેટર લેવું કે રેનકોટ !! 🙂
http://iharshad.wordpress.com/2010/11/22/sweater-or-raincoat/
વાહ ભાઈ વાહ!
એક તો સરસ ફૂલો..
બીજું વરસાદનું ગીત..
ત્રીજું, બધા બ્લોગ ઉપર શિયાળામાં વરસાદ અંગે કૈક મજાની પોસ્ટ છે..(એક મેં ય મૂકી છે.
ચોમાસું? આંટો મારજો.
કોને ખબર કેમ, આજકાલ હું જે લીંક મુકું તે ચાલતી નથી 😦
આ રહી મારી પોસ્ટની લીંક:
http://kanakvo.wordpress.com/2010/11/24/ચોમાસું/
સુંદર રજૂઆત સાથે સરસ ફોટોગ્રાફ્સ !
અભિનંદન !
http://das.desais.net