ઉદ્યમેન હિ સિધ્યન્તિ

મિત્રો,
આજે બ્લોગ-જગતમાં સર્ફીગ કરતાં કરતાં અચાનક મારી નજર શ્રી મીતાબહેનની એક પોસ્ટ પર પડી.

બેસનારનું નસીબ બેસી રહે


હલંઘલં જો નસીબ હલે
વૈઘલં જો નસીબ વે
સુમંઘલ જો નસીબ સુમે

એનો અર્થ એ કે હાલનારનું નસીબ હાલે, બેસનારનું નસીબ બેસી રહે. અને ઉંઘનારનું નસીબ ઉંઘે છે. એટલે જો નસીબ જાગે તેની રાહ જોઇએ અને કોઇ પુરુષાર્થ જ ના કરીએ તો નસીબ પણ ઉંઘી જાય એવું બને.


આ પોસ્ટે મને વિચારતો કરી મુક્યો (હું વિચારું છું એ વાત હવે મોટા ભાગના લોકો જાણે છે) . મને થયું કે આપણે બધાં જે પોસ્ટ મુકીએ છીએ તે આપણે માટે મુકીએ છીએ કે અન્યને માટે? આપણામાં જે ખૂટતું હોય તે પૂર્તિ કરવાની ભાવનાથી પોસ્ટ મુકાતી હશે કે અન્યને સુધારવા માટે કે માર્ગદર્શન આપવા માટે? ઘણીએ વાર મને ઘણીએ પોસ્ટ બ્લોગ ઉપર શા માટે મુકવામાં આવી છે તે સમજાયું નથી. આ પોસ્ટ માં પણ એવું થયું. હવે મીતાબહેન જેવા પ્રવાસી બ્લોગરોને કાઈ આપણે પુછાય તો નહીં કે આ પોસ્ટનો હેતું શું હશે? અને જો પ્રશ્ન પુછો તો તમારી કોમેન્ટ જ ગાયબ. મહાન માણસો કોઈને જવાબ દેવા માટે બંધાયેલા નથી હોતા. અને હા એ તો એમ જ હોયને જો અમે અમારા બ્લોગના રાજા હોઈએ તો સહુ કોઈ પોતાના મનના માલિક જ હોય ને?

આ સીવાય આ પ્રકારના વિચારનું એક સુભાષિત યાદ આવ્યું:
ઉદ્યમેન હિ સિધ્યન્તિ, કાર્યાણિ ન મનોરથૈ:
ન હિ સૂપ્તસ્ય સિંહસ્ય, પ્રવિશન્તિ મુખે મૃગા:

નાનપણમાં આ સુભાષિત હું વાંચતો પછી મારા પિતાજી મને પુછતાં કહે: આનો અર્થ શું થાય?

હું કહેતો: ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે માત્ર મનોરથ કરવાથી નહી. સુતેલા સિંહના મુખમાં હરણ તેની મેળે આવીને પ્રવેશ કરતું નથી.

ત્યારે મને કહેતા કે મોટા ભાગનું તું બરાબર સમજ્યો છો પણ અહીં મૃગા: નો અર્થ માત્ર હરણ નથી થતો પણ કોઈ પણ પ્રાણી તેવો થાય છે. સિંહ માત્ર હરણ જ નથી ખાતું તે તો તેની ઝપટે જે શિકાર ચડે તે ઝાપટી જાય છે.

Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, હળવી પળો | Tags: , , | 6 Comments

Post navigation

6 thoughts on “ઉદ્યમેન હિ સિધ્યન્તિ

 1. dipakdholakia

  મીતાબેને કચ્છીમાં લખ્યું લાગે છે. હું પણ કચ્છી છું. આવો જ એક શ્લોક સંસ્કૃતમાં પણ છે. આસ્તે ભગ આસીનસ્ય… વગેરે. પણ આખો શ્લોક અત્યારે યાદ નથી આવતો. નસીબમાં માનનારાનાં નસીબમાં હશે તો એમના માટે આ સારો ઉપદેશ છે.

  • એક બીજા કચ્છી મિત્ર પણ બ્લોગ જગતમાં છે, ઘણી વખત તે જુદા જુદા રંગમાં તેમની પોસ્ટ કચ્છીમાં લખે છે. મને સમજાય નહીં એટલે પછી અર્થનો અનર્થ ન થઈ જાય તે માટે તેને સમજવાનો પ્રયત્ન ન કરું.

   આપે જે સંસ્કૃત શ્લોક લખ્યો છે તે પૂરે-પૂરો મળે તો આપવા વિનંતી

   ’આસ્તે’ શબ્દ છે કે ’આસતે’ તે બાબતમાં પણ હું દ્વિધા માં છું.

 2. ” आस्ते भग आसीनस्य, ऊध्र्वस्तिष्ठति तिष्ठतः।
  शेते निपद्यमानस्य, चराति चरतो भगः। चरैवेति चरैवेति॥ ”

  પાકી ખબર નથી, કદાચ ઋગવેદનાં ઐતરેય બ્રાહ્મણ ગ્રંથનું સુભાષિત છે.

  • શ્રી અશોકભાઈ
   આખો શ્લોક વાંચવાથી અર્થ સ્પષ્ટ થાય છે. ઘણી વખત માત્ર એક ચરણ વાંચવાથી ખ્યાલ ન આવે. કેટલો સુંદર શ્લોક છે. ચાલતો રે જે, ચાલતો રે જે..

   અને હા, ઘણાં વખતે અમારે આંગણે આપની પધરામણી થઈ – દિલ બાગ બાગ થઈ ગયું, આવતાં રહેજો ભાઈ.

 3. dipakdholakia

  અશોકભાઈ,બસ, “તૂ હી.. તૂ હી” તમે ભાંગ્યાના ભેરુ, રેડી રેફરન્સ… જીવતો ગ્રંથાગાર છો. આભાર.
  ‘ણ’ કોઈનો નહીં એ ચર્ચા પણ અતુલભાઈએ સારી શરૂ કરી છે. મારા જેવાને ભડકવાનું મન થાય એવો વિષય. આખલાને લાલ કપડું દેખાડયું છે, અતુલભાઈએ.

 4. આભાર, અતુલભાઇ, દિપકભાઇ.
  આપે મને શરમાવી દીધો ! અરે સાહેબ હું એવો બધો બહુ જાણકાર નથી, બસ પુસ્તકો અને નેટ પર જરા ઝડપથી જરૂરી સંદર્ભો અને માહિતી શોધવાનું શીખું છું જે ક્યારેક કામ આવે છે.
  ’ણ” વિષયક લેખ મેં, ખાસ તો ભાષા બાબતે કશુંક નવું જાણવા મળશેજ તેમ ધારી, Like પણ કરી મારા લિસ્ટમાં મુક્યો છે. અને હું નિરાશ નથી જ થયો, બહુ સુંદર અને એકદમ અજાણી (મારા માટે) જાણકારીઓ મળે છે. હું ભાષા, વ્યાકરણ વિષયે નબળો હોવાથી ત્યાં ચંચૂપાત નથી કરતો. (માત્ર વિદ્યાર્થી બની રહ્યો છું અને શ્રી જુ.કિ.ભાઇના ભાષા વિષયક લેખ વાંચી વાંચી થોડું શીખવાનો પ્રયત્ન હજુ ચાલુ છે) આપનો સૌનો આભાર.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: