આજનું ચિંતન – આગંતુક

Goodenough, PhD

Image via Wikipedia

શું વિચારોને

રંગ હોય

ખરા?

Categories: ચિંતન | Tags: , , , | 8 Comments

Post navigation

8 thoughts on “આજનું ચિંતન – આગંતુક

  1. વિચારો ની તો ખબર નહિ, પણ ભાવો ને તો રંગ સાથે આપને જોડતા આવ્યા જ છીએ. જેમ કે પ્રેમ માટે ગુલાબી ને ગુસ્સા માટે લાલ, સાહસ માટે કેસરી ને શાંતિ માટે સફેદ. અને વિચારો કરો એટલે મનમાં ભાવ આવે, તો એ વિચારોના રંગ કહેવાય?
    ને માણસો કહે છે ને કે “એ તો ગાંધી વિચારથી રંગાયેલા છે.” રંગ હશે ત્યારે રંગાતા હશે ને? 🙂
    (ખોટું ન લગાડશો અસંબદ્ધ કોમેન્ટ માટે. આજે જરાક તોફાન ના મૂડ માં છું.)

    • બિલકુલ ભાવોને રંગ સાથે જોડવામાં આવે છે પણ વ્યક્તિ દીઠ દરેક વ્યક્તિ જુદા જુદા ભાવોને જુદા જુદા રંગથી રંગે છે. અને આપણે તો રહીએ છીએ જ “ભાવનગર” માં એટલે જ લોકો આપણને “રંગલો” “રંગીલો” “રંગ-રસીયો” એવા એવા નામથી નવાજતાં હશે?

      પણ મારો પ્રશ્ન હતો કે વિચારોને રંગ હોય ખરો? તટસ્થ રીતે જવાબ આપજો. ભાવાવેશમાં નહીં.

      • dipakdholakia

        મારો અંગત અનુભવ કહું તો મારો પુત્ર ૬-૭ વર્ષનો હતો ત્યારે કહેતો કે અમુક શબ્દો સાંભળીને એને એનો રંગ દેખાય છે! અમને ચિંતા થતી કે વાત શું છે. પણ એણે અમુક વર્ષો પછી એ કહેવાનું છોડી દીધું. શક્ય છે કે બાળકો રંગ જોતાં હોય. આ મનોવૈજ્ઞાનિક સ્થિતિ હોઈ શકે છે.

        • નાનપણમાં અવનવા અનુભવો થતાં હોય છે. હું નાનો હતો ત્યારે મને ઘણી વાર સ્વપ્ન આવતું કે મારી પાછળ કુતરાઓ દોડે છે પછી હું પણ સ્વપ્નમાં ખૂબ ભાગતો છેવટે જ્યારે એમ થતું કે હવે આ કુતરું મને બચકું ભરી જશે ત્યારે એકદમ હું મારી બા ને વળગી પડતો. ક્યારેક સ્વપ્નમાં મારી પાછળ વાઘ-સિંહ પણ પડતા. ક્યારેક એવા સ્વપ્ન આવતાં કે ચારે બાજુ જ્વાળામુખી ફાટ્યો છે અને હમણાં હું તેમાં બળીને ભસ્મીભૂત થઈ જઈશ. જો કે આ બધું સ્વ્પ્નમાં થતું.

          વિચારોથી હતાશા કે ઉત્સાહ અનુભવાય પણ વિચારોને કોઈ રંગ રુપે મેં નથી અનુભવ્યાં. હા એ ખરું કે ભાવ પ્રમાણે દૃશ્યો સર્જાય પછી આપણે તેમાં મનગમતાં રંગો ઉમેરીએ તેમ છતાં મુળભુત વિચારોને કોઈ રંગ હોય તેમ હું નથી માનતો. અલબત રંગ જોઈએને વિચાર આવે તે તો અનુભવ સિદ્ધ વાત છે.

          સ્વામી વિવેકાનંદ બાળપણમાં જ્યારે સુતાં ત્યારે તેમની ભૃકુટીની વચ્ચે મેઘધનુષ્યના રંગો દેખાતા ધીમે ધીમે તે રંગો એક મહાન જ્યોતમાં પરીણમતાં અને છેલ્લે વિચારશૂન્ય અવસ્થામાં કોઈ અગમ્ય પ્રદેશમાં સમાધિસ્થ થઈ જતાં. તેમને માટે ઉંઘ પણ એક પ્રકારની સમાધિ હતી.

  2. dipakdholakia

    એ ખરૂં છે. હું તો કહું જ છું કે આ કોઈ મનોવૈજ્ઞાનિક સ્થિતિ હોઈ શકે. ખરેખર અમૂર્ત વસ્તુનો કોઈ રંગ હોય તો એ અમૂર્ત ન રહે!

    • આપની વાત સાચી છે. આ આખું યે વિશ્વ પ્રક્ષેપણ છે. પ્રકૃતિના ૩ ગુણોમાં ફેરફાર થાય છે પણ તેને સત્તા આપનાર ચૈતન્યમાં ક્યારેય કદી કોઈ ફેરફાર થતો નથી. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ બધા જ પ્રાકૃતિક છે પણ શુધ્ધ સત્વગુણમાંથી બનેલાં હોવાથી અત્યત સુક્ષ્મ અને જટીલ છે. પરંતું તે સર્વને સત્તા આપનાર ચૈતન્ય અમૂર્ત છે અને તે કદી મૂર્ત થતું નથી. વળી
      દેશ,કાળ કે પદાર્થ થી તે ચૈતન્યનું વિભાજન થતું નથી. તમને, મને કે જયભાઈને સર્વને સત્તા આપનારું ચૈતન્ય તો એકનું એક રહે છે જે કાઈ ભેદ છે તે આપણાં અંત:કરણમાં એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના છે.

  3. ધોળકિયા સાહેબની વાત સાથે હું સહમત છું. વિચારો તો અમૂર્ત છે અને અમૂર્તને રંગ કે આકાર ન હોય (તેથી જ તો એ અમૂર્ત છે) પણ આપણું મન ખુબ જટિલ છે. એ જુના અનુભવોને, હાલની પરિસ્થિતિને અને પરિચિત બાબતોને ખુબ ઝડપથી સાંકળી લે છે અને એક ચિત્ર ઉભું કરી દે છે.
    વિચારોને કે ભાવોને રંગ ન હોય પણ રંગો ને ભાવ જરૂર હોય છે. અમુક રંગો જોઇને ઉત્તેજના જાગે. જેમ કે લોહી જેવો લાલ રંગ કે ઘેરો કેસરિયો રંગ. એ જ રીતે લીલો કે સફેદ રંગ જોઇને મનમાં શાંતિ અનુભવાય છે(પહાડો નાં દ્રશ્યો યાદ આવ્યા?) ને ભૂખરા રંગો જોઇને ઉદાસી અનુભવાશે-વાદળભર્યા દિવસોએ લાગે છે તેવું. આમ રંગો ને જોઇને જે ભાવ અનુભવાય તેને આપણે ભાવો ના રંગ માની લઈએ છીએ અને જ્યારે કંઈ વિચાર આવે ત્યારે તેના ભાવ મુજબ વિચારો નો રંગ “અનુભવી” લઈએ છીએ. વળી, અનુભવો પણ અગત્યના છે. આગ પાસે ઉભા હોઈએ ત્યારે લાલ-કેસરી રંગ અને ગરમી બન્ને સાથે અનુભવાય છે એટલે જ્યારે કંઈ તમતમતો કે ઝનૂની વિચાર આવે તો લાલ રંગ સાથે સંકળાય. હિન્સ્સક દ્રશ્યો પણ મન ને લાલ લોહી સાથે જોડે છે.બરફને લીધે સફેદ ને વૃક્ષોને લીધે લીલો રંગ શાંતિના વિચારો સાથે સંકળાઈ જાય તેવું.
    પણ મૂળ વાત તો એ કે વિચારો ને ભૌતિક સ્વરૂપ જ ન હોય ત્યાં રંગ નો પ્રશ્ન ન રહે, પણ મન એની જટિલ કાર્યપદ્ધતિને લીધે વિચારોને રંગ સાથે સાંકળી લે એવું બને ખરું.
    (થોડું લાંબુ થઇ ગયું ખરું? વધુપડતું લાગે તો ક્ષમા.)

    • આ વાત આપ જે કહો છો તેને સંસ્કાર કહેવામાં આવે છે. જેવી રીતે શ્રી ભુપેન્દ્રસિંહજીએ તેને Mind Conditioning કહ્યું. એક વ્યક્તિને લાલ રંગ ગમે તો બીજીને લાલ ન ગમે તેનું કારણ તેના ચિત્તમાં પડેલા સંસ્કારો છે. તેવું જ પાંચે પાંચ ઈન્દ્રિયો માટે કહી શકાય. મોટી વ્યક્તિ કે જેને આગની દાહકતાનો અનુભવ છે તે અગ્નિથી આઘો રહેશે પણ બાળક કે જેને અગ્નિની દાહકતાં શું છે તે ખબર નથી તે અગ્નિમાં હાથ નાખશે ત્યાર બાદ અનુભવને આધારે સમજશે કે તેમાં હાથ ન નખાય. માતા-પિતા કે ગુરુ તેને સમજાવે પણ તે જાતે પ્રયોગ કરશે અને જો તેને બહુ નુકશાન કારક ન હોય તો પ્રયોગ કરવા દેવા જોઈએ. આપણાં મહાપુરુષોએ અનુભવોના આધારે નક્કી કર્યું કે આ કામ કરવાં જેવું છે અને આ કામ કરવા જેવું નથી તેથી તેમના ડહાપણનો વિવેક બુદ્ધી પૂર્વક લાભ ઉઠાવનાર ઝડપથી પ્રગતિ કરે છે બાકીના લોકો સારા-માઠા અનુભવોમાંથી પસાર થયા બાદ પ્રગતિ કરે છે. કોઈનું આંધળું અનુકરણ કરવાની બદલે સહુ પ્રથમ દરેક બાબતનો જાત-અનુભવ કરવો જોઈએ અને પછી તેના આધારે ઘડાયેલા સંસ્કારો પોતે જ આપણને સમજણ આપશે કે શું કરવાથી શું પરિણામ આવશે. આ બધું ઇન્દ્રિયોના, મનના, ચિત્તના, અહંકારના અને બુદ્ધિના સ્તરે બને છે. આત્મા આ સર્વ બાબતોનો માત્ર પ્રકાશક છે અને તે આવી કોઈ પ્રક્રીયામાં ભાગ લેતો નથી.

Leave a reply to atuljaniagantuk Cancel reply

Create a free website or blog at WordPress.com.