મિત્રો,
ગઈકાલે વરસાદી વાતાવરણને લીધે પુસ્તકમેળો શરુ કરી શકાયો નહોતો.
ભાવનગરના અગ્રણી દૈનિક “સૌરાષ્ટ્ર સમાચાર” ના જણાવ્યા મુજબ આજે તા.૧૨/૧૧/૨૦૧૦ ના રોજ બપોરે ૩ કલાકે નુતન બાલ શિક્ષણ સંઘ દ્વારા આયોજીત આ પુસ્તકમેળો કૌન બનેગા કરોડપતિ ના ૨૫ લાખના વિજેતા શિક્ષક વનરાજસિંહ ચાવડાના હસ્તે ખૂલ્લો મુકવામાં આવશે.
આ પુસ્તક મેળામાં આજે ૩ થી રાત્રે ૮ તથા આવતીકાલે તા.૧૩/૧૧/૨૦૧૦ સવારે ૯ થી ૨ વાગ્યા સુધી ૫૦ ટકા વળતરથી સ્ટોક હશે ત્યાં સુધી પુસ્તકો આપવામાં આવશે. તો ભાવનગરની પુસ્તકપ્રેમી જનતાએ આ અલભ્ય લાભ લેવાનું ચૂકવા જેવું નથી.
ચાલુ પોસ્ટે: આ પોસ્ટ જ્યારે લખાઈ રહી છે ત્યારે ૧૧:૪૦ મીનીટે અહીં ભાવનગરમાં હળવું ઝાપટું પડી રહ્યું છે તેથી પુસ્તકમેળો શરુ થવામાં વહેલું-મોડું થવાનો પુરો સંભવ હોવાનું જણાઈ રહ્યું છે.
નટુભાઇનાં કપાતર જઈને જોઇ આવ મેળો ચાલુ થયો કે નહી અને ચાલુ થઈ ગયો હોય તો અહીંયાં પોસ્ટ મુક… આમેય તારે ક્યાં બીજો કોઈ કામ ધંધો છે…..
હું તો નીંરાતે જોવા જઈશ, અને હા ત્યાં દુધાળામાં પેલા મંડળીઓના એકાઉન્ટ લખે છે તે ભરતભાઈ મળે તો જરા મારી યાદી આપજો ને. હું તો નવરો અને કામધંધા વગરનો છું પણ વચ્ચે તેમને મેં આપેલું સોફ્ટવેર અપડેટ કરાવવું તું એટલે ફોન હતો. તો મારા વતી જરા તેમને કહેશો કે આગંતુક કોમ્પ્યુટર અપ્લિકેશન્સ સેન્ટર વાળા અને પટેલ સીડસ જેના ૫ કોમ્પ્યુટરમાં સોફ્ટવેર વાપરે છે તે અતુલભાઈનો સંદેશ છે કે મને ફોન કરે.
આપનો કામ-ધંધો જણાવશો તો આનંદ થશે. કે પછી આ પ્રકારની કોમેન્ટ કરવી તે જ આપનું મુખ્ય કામ છે. સંયમની હદ વટાવતા તો મને ય આવડે છે.
તારા સંદેશા આપવાનો પગાર તારું ખાનદાન મને નથી આપતું સમજ્યો અક્કલનાં ઇસ્કોતરા
અને હા તારો જેમ વાહિયાત બ્લોગ પોસ્ટ મુકવાનો અને બ્લોગ જગતમાં વિવાદો કરવાનો જ ધંધો છે તેમ મારો તારા જેવાઓના બ્લોગ પર જઇ ને કોમેન્ટો કરવાનો ધંધો છે…
સામાન્ય રીતે સૌરાષ્ટ્ર્ના લોકો નિ:સ્વાર્થ સેવા ભાવી હોય છે એવો મારો અનુભવ હતો. વળી દુધાળા કાઈ બહુ મોટું ગામ નથી તેથી મને થયું કે તમે મારું એક નાનકડું કામ કરી આપશો.
પણ હવે ધીરે ધીરે પેલો છંદ બદલવો પડશે
કાઠીયાવાડમાં કો’ક દી ભૂલો પડજે ભગવાન
હે તને સરગ ભુલાવું શામળા…
તેના બદલે નવા છંદો લખવા પડશે
કાઠીયાવાડમાં આવતાં પહેલાં ધ્યાન રાખજે
ખીસામાં કાવડિયા હોય તો જ આવજે
નહીં તો હાલતો થાજે શામળા…
જે કાઈ પેટમાં દુ:ખતું હોય તે સીધે સીધું કહેશો તો ઈલાજની ફાંકી હશે તો આપીશ.
તારો વાહિયાત બ્લોગ પેટમાં દુખે છે… બોલ કઇ ફાકી આપીશ???
શું તમને આ બ્લોગ ઉપર આવવાની કોઈએ ફરજ પાડી છે?
નિદાન કરવા માટે થોડાં પ્રશ્નો પુછવા જરૂ રી છે.
મિત્રો,
IP: 113.193.135.98
ઉપરના એડ્રેસ વિશે માહિતિ મળે તો જાણ કરવા વિનંતી
આ એડ્રેસ તો એટલે લખ્યું છે કે બીજા જે જે મિત્રોના બ્લોગ પર આપ વહિયાત કોમેન્ટ કરતાં હો તે આપને ઓળખી શકે.