મિત્રો,
“ભજનામૃત વાણી” જાહેર કરે છે કે તેનો સંચાલક હું અતુલ નટવરલાલ જાની (આગંતુક) જીવ,જંતુ,પશુ,પક્ષી,વનસ્પતિ,ફૂલ,છોડ,વૃક્ષ,નદી,નાળાં,પર્વતો,પર્યાવરણ,સ્ત્રી,પુરુષ અને વ્યંઢળો સહિત સમગ્ર સમષ્ટીનો મિત્ર છું.
* અહીં આનંદ માટે, જ્ઞાન માટે, વાર્તાલાપ માટે, હળવી મજાક માટે, ગંભીર ચર્ચા માટે અથવા તો કશીક હકારાત્મક વાતચીત માટે સહું કોઈનું સ્વાગત છે.
* વાદ-વિવાદથી હું ડરતો નથી તેમ છતાં શક્ય હોય ત્યાં સુધી અહીં વાદ-વિવાદ કરવાથી દૂર રહેવાં અનુરોધ કરું છું.
* મિત્રતામાં નાત-જાત, નાના-મોટાં, સ્ત્રી-પુરુષ એવાં કશાં ભેદ જોવામાં આવશે નહીં.
* Live in relation ને અહીં કોઈ પણ જાતનું પ્રોત્સાહન આપવામાં આવતું નથી.
* સહું મિત્રોએ એક બીજાનું ગૌરવ જળવાય તેવી રીતે વર્તવું.
* હું “એક-પત્નિ-વ્રત” ધારી છું , મારું તથા મારી પત્નીનું અપમાન થાય તેવી કોઈ હરકત અહીં ચલાવી લેવામાં આવશે નહીં.
* મારી પત્નિ “હજાર આંખ વાળી” હોવાથી અને હું તેનાથી ખૂબ જ ડરતો હોવાથી મહેરબાની કરીને કોઈએ મારી છેડછાડ કરવી નહીં.
* સહું મિત્રો આવો અને જલસા કરો.
લે તું નટુભાઇનો છોકરો છો??? બીચારા નટુભાઇ… તારા જેવો કપાતર એમને ત્યાં જ પાક્યો…. બાયડી ઘેલા…..
શ્રી કાનાભાઈ ભીમાજી દેવાયત
આપના પ્રતિભાવ ઉપરથી લાગે છે કે કદાચ આપ મારા પિતાજીને ઓળખતાં હશો. અને જો એમ હોય તો હવે નટુભાઈ આ દુનિયામાં રહ્યાં નથી તેથી મારા જેવા કપાતરના ત્રાસમાંથી મુક્ત થયાં તેમ ગણાય. હું બાયડી ઘેલો તો કદી હતો નહીં અને જ્યારે હું ઘર છોડીને બે વખત ચાલ્યો ગયો હતો ત્યારે મારા પિતાશ્રી મારા વિયોગમાં રાતોની રાતો સુઈ નહોતા શક્યાં. તેમને મારાથી કદી અસંતોષ નહોતો. હા એટલું ખરું કે હું મારી પત્નિને હંમેશા સન્માન આપુ છું અને તે જે બાબતમાં સાચી હોય તે દરેક બાબતમાં સહમત થાઉ છું (અને મોટે ભાગે તે સાચી જ હોય છે.) તે મારાથી કશું ખોટું ન થઈ જાય તે માટે મારા પર સતત વોચ રાખે છે અને ખાસ તો તેને તે વાતનો ડર હોય છે કે હું ફરી પાછો ત્રીજી વખત ભાગી ન જાઉ. આમ આવી તેની સતત દેખરેખને લીધે હું તેને “હજાર આંખ વાળી” કહું છું.