મારા પ્રતિભાવો (૪) – આગંતુક

મુળ લેખ:માન્યતાઓએ આપી ધોબી પછાડ!!!પૈસો પાપ છે??????


મારો પ્રતિભાવ: ગરીબી કલંક છે. જે વ્યક્તિ પોતાના કુટુંબનું ભરણ-પોષણ કરવા જેટલો સક્ષમ ન હોય તેણે લગ્ન ન કરવા જોઈએ. ધન પાછળની દોટ ભુંડી છે. રીસર્ચ કરનારાઓ મોટા ભાગના ધનના લોભી નથી હોતાં. હા તેમની પેટન્ટ ખરીદી લઈને પછી તેમની શોધ-ખોળ પર ચરી ખાનારા ધનિકો હોય છે. દરેક બાબતમાં મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ. જો કોઈ વ્યક્તિ કોઈ કામ શરૂ કરે તો તે નિષ્ઠા-પૂર્વક કરવું જોઈએ. બાકી રમત કરવા ખાતર કોઈ કામનો આરંભ કરે તો અંતે તેના પરીણામો પણ એવાં વિચિત્ર જ આવે. જે લોકો બ્લોગ બનાવે તેમણે બ્લોગને વ્યવસ્થિત અપડેટ કરવા જોઈએ પણ જે લોકો છાન-ગપતીયા કરવાં બ્લોગ બનાવે છે તેઓ જ્યારે ચળ હોય ત્યારે જ બ્લોગ અપડેટ કરે છે બાકીના દિવસોમાં તો લીલા-લહેર અને કહેવાતો ’કર્મયોગ’ કર્યાં કરે છે.


આ લેખ ઉપર ધોળકીયા સાહેબનો પ્રતિભાવ: dipakdholakia | November 8, 2010 at 6:01 am | Reply
00 Rate This
ઈશાવસ્યમિદં સર્વં, યત્કિં ચ જગત્યાં જગત
તેન ત્યક્તેન ભુંજિથા મા ગૃધ કસ્યસ્વિદ ધનમ
ઈશાવાસ્યોપનિષદનો આ પહેલો મંત્ર છે – આખું જગત ઈશ્વરથી વ્યાપ્ત છે. એનો ત્યાગ કરીને ભોગવ. કોઈનું ધન ન લઈ લેજે.
વાત ક્યાંથી ક્યાં પહોંચી. પહેલાં જ્ઞાનની મહાન વાત. આ જગત ઈશ્વરથી વ્યાપ્ત છે. ત્યાગ જ ખરેખરો ભોગ છે – અને અંતમાં પ્રૅક્ટિકલ વાત. કોઈનું ધન ન લે. કઈં મેળ છે જ્ઞાન અને આ ચેતવણી વચ્ચે? ગરીબો પાસે ધન હોત તો એ ગરીબ ન હોત. એટલે ધન તો એમનું નથી એ વાત નક્કી. બીજાનું એટલે ધનિકોનું ધન લઈ લેવાની પણ મનાઈ. સરવાળે ધનિકોના લાભમાં જ આ ઈશ્વરથી વ્યાપ્ત જગત ચાલ્યા કરે. જગતમાં જે કઈં છે એનો ત્યાગ કરીને ભોગવો – બધું ઈશ્વરમય હોય તો કશાનો ત્યાગ કરવાની સલાહ શા માટે? મૂળ વાત છેલ્લે કહી છે- ્જે ગરીબ છે તે ગરીબ જ રહે. માણસને ગરી્બ જ રાખવો હોય તો ગરીબીનાં ગુણગાન કર્યા વિના કેમ ચાલે?


ધોળકીયા સાહેબના પ્રતિભાવ પર મારો પ્રતિભાવ:
વાર્તાલાપ | November 8, 2010 at 7:38 am | Reply
Your comment is awaiting moderation.
00 Rate This
સહુ પ્રથમ તો જે ભાષા જે બાબતને લગતી હોય ત્યાં તેને ટાંકી શકાય. ઈશોપનિષદનો આ શ્લોક ક્યાં સંદર્ભમાં શરુ કરવામાં આવ્યો છે તે સમજ્યાં વગર તેને હૈયા વરાળ કાઢવા માટે ઉપયોગ કરવાથી અર્થનો અનર્થ થાય છે.

આપણે સમજવું જોઈએ કે આપણો જન્મ આપણી મેળે નથી થયો. માતા-પિતાના રજ-વિર્યના મેળાપથી આપણે ઉત્પન્ન થયાં. આમાં આપણું શું પ્રદાન છે? વળી આપણાં મા-બાપ પણ આ જ રીતે ઉત્પન્ન થયાં છે તેમાં તેમનું શું પ્રદાન છે? આ પૃથ્વિ આપણે હોઈએ તે પહેલાં પણ હતી તેને બનાવવામાં આપણું શું પ્રદાન છે? આપણે જે કાઈ લઈએ છીએ હવા,પાણી , અન્ન આ બધા શું આપણે બનાવ્યા છે? અરે આપણે પોતે પણ જાણતા નથી કે આપણને કોણે બનાવ્યા છે તો આ બધાના આપણે માલીક ક્યાંથી થઈ ગયાં?

તેથી કોઈ એક અગમ્ય તતવ કે તેને જે નામ આપવું હોય તે અપાય ઈશોપનિશદમાં તેને ઈશ્વર કહ્યાં કે : આ ઈશ તત્વથી આ જે કાઈ છે તે આચ્છાદિત કરવા લાયક છે. આપણે તેના માલિક નથી પણ તે ઈશ તત્વની કૃપાથી આપણે તે માણી શકીએ છીએ માટે આપણે તે ઈશ તત્વના અભારી છીએ અને તે ઈચ્છે ત્યારે તે આપણી પાસેથી લઈ લેવા માટે સક્ષમ હોવાથી તેનો ઉપયોગ (ઉપભોગ નહીં) ત્યાગીને કરવો.


dipakdholakia | November 9, 2010 at 3:25 am |
પ્રિય મિત્ર,
વાત ગરીબાઈનાં ગુણગાનની ચાલે છે, ઈશ્વરની નહીં. આ શ્લોકમાં ઇશ્વરના મહિમાની સાથે ‘મા ગૃધ ક્સ્યસ્વિદ્ધનમ’ કઈ રીતે ફિટ થાય છે? આ શ્લોકના આ ભાગને કોઈએ જીવનમાં ઉતાર્યો હોય અને શ્લોકના ‘મા ગૃધ…’ ને પણ જીવનમાં અમલમાં મૂક્યો હોય એવાં કેટલાં ઉદાહરણો છે? કેટલ્ગલા ધનિકોએ પોતાના ધનનો “ત્યાગ કરીને એનો ઉપભોગ કર્યો”? અહીં “ભુંજિથા”નો અનુવાદ “ઉપયોગ” નથી. અને એવો અર્થ હોય તો પણ જેની પાસે ધન જ ન હોય અને બીજાનું ધન લેવા્ની પણ મનાઈ હોય તે કઈં આ જગત ઈશથી વ્યાપ્ત છે એને આ શ્લોક કઈ રીતે સંતુષ્ટ કરશે? ગરીબોને રોટી જોઈએ.ભગવાનનાં ગુણગાન નહીં. વિનોબાજીએ ‘સંપત્તિ’ શબ્દનો અર્થ બરાબર સમજાવ્યો છેઃસંપત્તિ એટલે સમાન રૂપે પડે તે અથવા સમાન પાંતી. વિપત્તિ એટલે અસમાન પાંતી. આ વ્યાખ્યામાં ‘મા ગૃધ…’ ફિટ નથી થતું. ગાંધીજીનો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત તમે અર્થ કરો છો તેવો જ છે, પણ કોઇ ધનિકે માન્યો છે? એટલે ભૂપેન્દ્રસિંહભાઈનું કહેવું સાચું છે કે બધી પોલિસીઓ ધનિકો માટે જ છે.


શ્રી દિપકભાઈ,
એટલાં માટે જ અહીં આ શ્લોક ફીટ નથી થતો. ઈશોપનિષદમાં ક્યાંય ગરીબોને ગરીબ રાખવાની વાત જ નથી. ક્યારેક અહીં અનુકુળ હશે તો ઈશોપનિષદનું ભાષ્ય મુકવાનો પ્રયત્ન કરીશ. કેટલું સશક્ત આ ઉપનિષદ અને તેને આ પ્રકારના લેખ સાથે ટાંકવામાં આવ્યું તે હાસ્યાસ્પદ લાગ્યું માટે જ અહીં લખવું પડ્યું. પાનની દુકાને જઈને કોઈ એમ કહે કે આ સોનાની લગડી ઉપર પાનનું ચિત્ર દોર્યું છે તો આ સોનાની લગડીના કેટલાં પાન આવશે? અને જે રીતે આશ્ચર્ય થાય તે જ રીતે આ લેખ સાથે ઈશોપનિષદનો આ શ્લોક જોઈને આશ્ચર્ય થયું. ’કુરુક્ષેત્ર’ પર મારી મો-માથા વગરની કોમેન્ટ પાસ નથી થતી તેથી મારે નામ બદલીને વાત કરવી પડી. પણ જ્યારે મો-માથા વગરના લેખો અને મો-માથા વગરના પ્રતિભાવો જોવા મળે છે ત્યારે મારાથી પણ મો-માથા વગરનો વાર્તાલાપ કર્યા વગર નથી રહી શકાતું


Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, Conversations and Dialogues | Tags: , , | 4 Comments

Post navigation

4 thoughts on “મારા પ્રતિભાવો (૪) – આગંતુક

 1. dipakdholakia

  પ્રિય અતુલભાઇ,
  ‘વાર્તાલાપ’ તરીકે ‘કુરુક્ષેત્ર’ પર તમે જે પ્રતિભાવ આપ્યો તેનો મેં જવાબ પણ આપ્યો છે. અશોકભાઈએ લિંક આપી છે તેના આધારે અહીં પહોંચ્યો તો સાનન્દાશ્ચર્ય જોયું કે તમે એ પ્રતિભાવ, મારો પ્રતિભાવ અને એ પર વળતો પ્રતિભાવ અપલોડ કરેલા છે. મને લાગે છે કે તમે આ પ્રતિ-પ્રતિભાવ અને તમારા નામ સાથે ‘કુરુક્ષેત્ર’ પર જાઓ એ ચર્ચાના સાતત્ય માટે ઉપયોગી છે. તમે ઈશોપનિષદનું ભાષ્ય રજૂ કરો તેમાં મને રસ છે. મને આશા છે કે મારા પ્રશ્નોના ઉત્તર એમાંથી મળી જશે. એટલે કે જો બધું ઈશથી વ્યાપ્ત હોય તો ત્યાગ શી વસ્તુનો કરવાની સલાહ આપવામાં આવી છે? બીજું, આ જ શ્લોકનાં ચાર ચરણોમાંથી ચોથા ચરણમાં તદ્દન સ્થૂળ સલાહ શા માટે આપવામાં આવી છે અને કોને લાગુ પડે છે?
  હું માનું છું કે તત્વજ્ઞાન પણ ચોક્કસ સમયે પ્રવર્તતી સ્થિતિ પ્રમાણે પેદા થાય છે અને એના સંકેતો ગમે તેવી જટિલ વાતોમાંથી મળી જાય છે.આપણે એ સમયથી બહુ દૂર હોઇએ એટલે એ વખતની સ્થિતિનો ખ્યાલ ન આવે. અને આપણને કોઇએ એ તરફ આંગળી ચીંધીને દેખાડ્યું પણ નથી હોતું કે આ વાતને બીજી રીતે જોવાની પણ રીત હોય છે. આપણી સમક્ષ માત્ર અમૂર્ત રીત જ પરંપરા દ્વારા પ્રસ્તુત કરાતી હોય છે. આપણે પણ ભૂલી જઈએ છીએ કે એ જમાનામાં હતા તે લોકો પણ આપણા જેવા જ માણસો હતા. આપણામાં જે કઈં સારૂં નરસું છે તે પ્રાચીન કાળમાં નહોતું એમ માનવાને કારણ નથી. એમ ન હોત તો સ્થિતિ આટલી ખરાબ ન થઈ હોત. આપણે એક અન્યાયી વ્યવસ્થાનો શિકાર છીએ, જેના પર ધર્મનો રંગ ચડાવી દેવાયો છે.
  મૂળ વાત ઈશ્વરની નહીં ગરીબાઈના ગુણગાનની હતી. મેં માત્ર એ જ દેખાડવાનો પ્રયત્ન કર્યો કે ગરીબાઈની વ્યવસ્થા કેમ ચાલુ રહી અને એને સ્થાયી બનાવવા માટે શા પ્રયત્નો થયા છે. અને એના સંદર્ભમાં આ શ્લોક ટાંક્યો હતો. હવે તમે ઇશોપનિષદ પર ભાષ્ય રજૂ કરો તે પછી વધારે સારી ચર્ચા થઈ શકશે એવી આશા રાખું છું.
  હું માનું છું કે તમે મારા પ્રતિભાવ રૂપે જે કઈં લખ્યું છે એમાં ન પ્રગટ કરવા જેવું મારી દૃષ્ટિએ કઈં નથી.એટલે ભૂપેન્દ્રસિંહ ભાઈ એના પર વિચાર કરી શકે. કશું ખોટું લાગ્યું હોય તો દરગુજર કરશો.

  • શ્રી દિપકભાઈ
   ઉપનિષદ એટલે વેદાંત – વેદનો પણ જ્યાં અંત આવે છે તે વિદ્યા. જેની અનુભુતી કર્યા પછી શેષ કશું જ અનુભવવાનું બાકી ન રહે તે અનુભુતિના સ્તર સુધી પહોંચાડવાનું ઉપનિષદનું લક્ષ્ય છે.

   ભુપેન્દ્રસિંહજીના બ્લોગ ઉપર કશી તંદુરસ્ત ચર્ચાઓ થઈ શકે તેવી મને આશા નથી. જે બ્લોગ પર મારા જુના પ્રતિભાવો પણ ન દર્શાવી શકાતા હોય ત્યાં નવા પ્રતિભાવો અને ચર્ચા થઈ શકે તે વાત તો મોઘાશા સમાન છે. આ તો ઉપનિષદોમાં મને રસ છે અને તમે આ લેખના સંદર્ભે તેનો શ્લોક ટાંક્યો તે મને જરાક અજુગતું લાગ્યું તેથી મેં ત્યાં નામ બદલીને પ્રતિભાવ આપ્યો.

   ઉપનિષદોને સારી રીતે સમજવા માટે “ઉપનિષદોનો સંદેશ – સ્વામી રંગનાથાનંદજી , પ્રકાશક શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ” વાંચવા માટે ભલામણ છે. આજના યુગને અનુસરીને સ્વામીજીએ આ ગ્રંથમાં વિવરણ કર્યું છે તેથી તે અર્વાચીન સમય સાથે એકદમ બંધબેસતું પુસ્તક બની રહ્યું છે.

   http://www.rkmrajkot.org/publication.php

 2. dipakdholakia

  પ્રિય અતુલભાઈ,

  હું જરૂર જોઇશ. ઉપનિષદો નથી વાંચ્યાં એવું તો નથી પરંતુ રંગનાથાનંદજીનું ભાષ્ય નથી વાંચ્યું. મને લાગે છે કે રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ રંગનાથાનંદજીની જ તમે વાત કરો છો ને?
  આ યાત્રામાં હું અમૂર્તમાંથી મૂર્ત તરફ ગયો છું. સામાજિક સ્થિતિઓથી અલગ કોઈ તત્વજ્ઞાન ન હોઈ શકે એવું મારૂં માનવું છે. વેદ અને ઉપનિષદની રચના પણ સ્થળ-કાળથી અબાધિત નથી એમ મને લાગે છે. ઋગ્વેદ વાંચ્યા પછી મારો આ મત દૃઢ થયો. હું તો માનું છું કે દસમું મંડળ પણ વેદાંત જ છે. આઠમા મંડળ સાથે જ વૈદિક ચિંતનની સમાપ્તિની ઘોષણા થઈ જાય છે. નવમા મંડળની રચના જોતાં જ સમજી શકાય છે કે આ પાછળથી કરાયેલું સંકલન છે. દસમા મંડળનું વિષય વૈવિધ્ય જ એને એકથી આઠ મંડળ કરતાં જુદું પાડી દે છે. ઉપનિષદનાં બીજ એમાં જોઈ શકાય છે. મેધાતિથિ ઋષિનું ચિંતન આમાં ખાસ ધ્યાન ખેંચે છે. જો કે પહેલા મંડળમાં પણ એમના વિચારો મળે છે પણ તે આખા મંડળની વિચારધારાથી અલગ પડે છે. શ્રુતિ-સ્મ્રુતિ પરંપરામાં આવી સંકલન સંબંધી ત્રુટિઓ મોટી વાત ન ગણાય. તમારી ભાવનાઓને હું ઠેસ પહોંચાડવા નથી માગતો પણ વેદો પછી બદલાયેલા સામાજિક સંદર્ભમાં નવા ચિંતનના જન્મની સ્થિતિ હતી જ. એમાં આધ્યાત્મિકતાનો વિકાસ કારણરૂપ નથી. વેદો અને ઉપનિષદોની રચના લાયબ્રેરીઓમાં કે લૅબોરેટરીમાં નથી થઈ. જીવતા જાગતા માણસો દ્વારા, જીવનની અનેક સમસ્યાઓ સામે ઝૂઝતાં થઈ છે એટલે વેદાંતનો અર્થ હું એવો જ સાદો કરૂં છું કે વેદ ચિંતન પરંપરાનો અંત. ગીતામાં કહ્યું જ છે કે “ત્રૈગુણ્ય વિષયા વેદાઃ નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન” આમ કૃષ્ણે ત્રિગુણ યુક્ત વેદોથી ઉપર નિ+ત્રિગુણ અવસ્થામાં જવાની સલાહ આપી તે દર્શાવે છે કે વૈદિક ચિંતન તત્કાલીન સમાજ માટે પુરતું નહોતું. ઘણાય સામાજિક પ્રવાહો ચાલ્યા છે; વર્ણ વ્યવસ્થા, દાન અને દયાના સિદ્ધાંતો, અકર્મ્ણ્યતા, સકામ કે નિષ્કામ કર્મણ્યતા વગેરે. ઘણું સારૂં હતું તો ઘણું ખરાબ પણ હતું. બ્રાહ્મણ પરંપરાથી અલગ શ્રમણ પરંપરા આનું જ ઉદાહરણ છે મને હઠ છે કે ગમે તેટલો અણઘડ, અનાડી રહું, અજ્ઞાનનો, અવિદ્યાનો ભંડાર બની રહું, મૂળ ગ્રંથ સીધા જ વાંચવા. એના સ્પષ્ટ શાદિક અનુવાદ જોવા. અભિપ્રાય પોતાનો બનાવવો. કઈં ન થાય તો ભલે, પણ કોઈની આંગળી ન પકડવી. પરંતુ તમે સૂચવેલું પુસ્તક અવશ્ય વાંચીશ. મારા વિચારો પસંદ ન આવે તો મને ભૂલી જજો, પરંતુ પરસ્પર મૂક સદ્‍ભાવ ચાલુ રહે તો પણ ઘણું છે. આભાર.

  • શ્રી દિપકભાઈ
   સ્વામી શ્રી રંગનાથાનંદજી મહારાજ શ્રી રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ હતાં. હવે તો તેમનું પાર્થિવ શરીર રહ્યું નથી પણ કેટલાંક ખૂબ જ ચૈતન્યમય આધ્યાત્મિક પુરુષો માંહેના તેઓ એક હતાં તેમ શ્રી રામકૃષ્ણ મિશનના વરીષ્ઠ સંન્યાસીઓ પણ સ્વીકાર કરે છે. આપની વાત સાચી છે કે ભાષાંતર કરતાં મુળ પાઠ વાંચવો જોઈએ. પણ મુળ પાઠ ઘણી વાર અઘરા પડતાં હોય છે. ભાષાંતરથી વિચારવાની એક દિશા મળે અને ત્યાર બાદ તેમાં આપણું મનન અને નિદિધ્યાસન ઉમેરવાથી આપણી સ્વતંત્ર અનુભુતિ પ્રાપ્ત થાય. આપ આપની રીતે જ્યાં ઈચ્છો ત્યાં જેવા ગમે તેવા પ્રતિભાવો આપવા માટે સ્વતંત્ર જ હો તે તો સ્વાભાવિક રીતે સમજી શકાય તેવી વાત છે આ તો હું શા માટે વાર્તાલાપમાં જોડાયો તેને માટે મેં સ્પષ્ટતા કરેલી. અને આમ તો ઉપનિષદો ઉપરનું સહુથી વધુ સશક્ત ભાષ્ય જો કોઈ હોય તો તે ભગવદ ગીતા જ છે તેમ કહી શકાય. તેમાં મુશ્કેલી તે છે કે તે પણ સીધું જ વાંચવું જોઈએ નહીં તો સાંપ્રદાયીક ભાષાંતરનો ભોગ બની જવાય. પણ સીધું સમજવા માટેની કુશાગ્ર બુદ્ધિ પ્રથમથી જ હોતી નથી તેથી કોઈ તટસ્થ ભાષાંતરકારના ભાષાંતર પહેલાં વાંચીને પછી સ્વંતત્ર પોતાનું ભાષ્ય બનાવવું પડે. હમણાં બ્લોગ ઉપર વધારે સમય રહેતો હોવાથો જેવી ભાષા હોય તેવા પ્રતિભાવો આપવાની ટેવ પડી હોવાથી ઘણી વાર આપને મારી ભાષામાં ઋક્ષતા જણાશે પણ વાસ્તવમાં મને કોઈના પ્રત્યે કટુભાવ નથી તો પછી આપના પ્રત્યે સદભાવ શા માટે ન હોય?

   એમ તો આપ સવારના પહોરમાં અશોકભાઈના બ્લોગ ઉપર આંટો મારો છો (કદાચ એમને આખો દિવસ ભુખ્યા રહેવું પડ્યું હોય) તો તેથી કાઈ તેમણે આપના પ્રત્યે કટુભાવ થોડો જ રાખ્યો છે?

   બ્લોગ ઉપર તો સદભાવ જ રાખવાનો હોય ને?
   “પરસ્પર પ્રિતિ પ્રસરાવે એ જ ધર્મ”

   આવતાં રહેજો – તમારી સહિત સર્વ પ્રત્યે સદભાવ છે છે અને છે જ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: