મુળ લેખ:માન્યતાઓએ આપી ધોબી પછાડ!!!પૈસો પાપ છે??????
મારો પ્રતિભાવ: ગરીબી કલંક છે. જે વ્યક્તિ પોતાના કુટુંબનું ભરણ-પોષણ કરવા જેટલો સક્ષમ ન હોય તેણે લગ્ન ન કરવા જોઈએ. ધન પાછળની દોટ ભુંડી છે. રીસર્ચ કરનારાઓ મોટા ભાગના ધનના લોભી નથી હોતાં. હા તેમની પેટન્ટ ખરીદી લઈને પછી તેમની શોધ-ખોળ પર ચરી ખાનારા ધનિકો હોય છે. દરેક બાબતમાં મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ. જો કોઈ વ્યક્તિ કોઈ કામ શરૂ કરે તો તે નિષ્ઠા-પૂર્વક કરવું જોઈએ. બાકી રમત કરવા ખાતર કોઈ કામનો આરંભ કરે તો અંતે તેના પરીણામો પણ એવાં વિચિત્ર જ આવે. જે લોકો બ્લોગ બનાવે તેમણે બ્લોગને વ્યવસ્થિત અપડેટ કરવા જોઈએ પણ જે લોકો છાન-ગપતીયા કરવાં બ્લોગ બનાવે છે તેઓ જ્યારે ચળ હોય ત્યારે જ બ્લોગ અપડેટ કરે છે બાકીના દિવસોમાં તો લીલા-લહેર અને કહેવાતો ’કર્મયોગ’ કર્યાં કરે છે.
આ લેખ ઉપર ધોળકીયા સાહેબનો પ્રતિભાવ: dipakdholakia | November 8, 2010 at 6:01 am | Reply
00 Rate This
ઈશાવસ્યમિદં સર્વં, યત્કિં ચ જગત્યાં જગત
તેન ત્યક્તેન ભુંજિથા મા ગૃધ કસ્યસ્વિદ ધનમ
ઈશાવાસ્યોપનિષદનો આ પહેલો મંત્ર છે – આખું જગત ઈશ્વરથી વ્યાપ્ત છે. એનો ત્યાગ કરીને ભોગવ. કોઈનું ધન ન લઈ લેજે.
વાત ક્યાંથી ક્યાં પહોંચી. પહેલાં જ્ઞાનની મહાન વાત. આ જગત ઈશ્વરથી વ્યાપ્ત છે. ત્યાગ જ ખરેખરો ભોગ છે – અને અંતમાં પ્રૅક્ટિકલ વાત. કોઈનું ધન ન લે. કઈં મેળ છે જ્ઞાન અને આ ચેતવણી વચ્ચે? ગરીબો પાસે ધન હોત તો એ ગરીબ ન હોત. એટલે ધન તો એમનું નથી એ વાત નક્કી. બીજાનું એટલે ધનિકોનું ધન લઈ લેવાની પણ મનાઈ. સરવાળે ધનિકોના લાભમાં જ આ ઈશ્વરથી વ્યાપ્ત જગત ચાલ્યા કરે. જગતમાં જે કઈં છે એનો ત્યાગ કરીને ભોગવો – બધું ઈશ્વરમય હોય તો કશાનો ત્યાગ કરવાની સલાહ શા માટે? મૂળ વાત છેલ્લે કહી છે- ્જે ગરીબ છે તે ગરીબ જ રહે. માણસને ગરી્બ જ રાખવો હોય તો ગરીબીનાં ગુણગાન કર્યા વિના કેમ ચાલે?
ધોળકીયા સાહેબના પ્રતિભાવ પર મારો પ્રતિભાવ:
વાર્તાલાપ | November 8, 2010 at 7:38 am | Reply
Your comment is awaiting moderation.
00 Rate This
સહુ પ્રથમ તો જે ભાષા જે બાબતને લગતી હોય ત્યાં તેને ટાંકી શકાય. ઈશોપનિષદનો આ શ્લોક ક્યાં સંદર્ભમાં શરુ કરવામાં આવ્યો છે તે સમજ્યાં વગર તેને હૈયા વરાળ કાઢવા માટે ઉપયોગ કરવાથી અર્થનો અનર્થ થાય છે.
આપણે સમજવું જોઈએ કે આપણો જન્મ આપણી મેળે નથી થયો. માતા-પિતાના રજ-વિર્યના મેળાપથી આપણે ઉત્પન્ન થયાં. આમાં આપણું શું પ્રદાન છે? વળી આપણાં મા-બાપ પણ આ જ રીતે ઉત્પન્ન થયાં છે તેમાં તેમનું શું પ્રદાન છે? આ પૃથ્વિ આપણે હોઈએ તે પહેલાં પણ હતી તેને બનાવવામાં આપણું શું પ્રદાન છે? આપણે જે કાઈ લઈએ છીએ હવા,પાણી , અન્ન આ બધા શું આપણે બનાવ્યા છે? અરે આપણે પોતે પણ જાણતા નથી કે આપણને કોણે બનાવ્યા છે તો આ બધાના આપણે માલીક ક્યાંથી થઈ ગયાં?
તેથી કોઈ એક અગમ્ય તતવ કે તેને જે નામ આપવું હોય તે અપાય ઈશોપનિશદમાં તેને ઈશ્વર કહ્યાં કે : આ ઈશ તત્વથી આ જે કાઈ છે તે આચ્છાદિત કરવા લાયક છે. આપણે તેના માલિક નથી પણ તે ઈશ તત્વની કૃપાથી આપણે તે માણી શકીએ છીએ માટે આપણે તે ઈશ તત્વના અભારી છીએ અને તે ઈચ્છે ત્યારે તે આપણી પાસેથી લઈ લેવા માટે સક્ષમ હોવાથી તેનો ઉપયોગ (ઉપભોગ નહીં) ત્યાગીને કરવો.
dipakdholakia | November 9, 2010 at 3:25 am |
પ્રિય મિત્ર,
વાત ગરીબાઈનાં ગુણગાનની ચાલે છે, ઈશ્વરની નહીં. આ શ્લોકમાં ઇશ્વરના મહિમાની સાથે ‘મા ગૃધ ક્સ્યસ્વિદ્ધનમ’ કઈ રીતે ફિટ થાય છે? આ શ્લોકના આ ભાગને કોઈએ જીવનમાં ઉતાર્યો હોય અને શ્લોકના ‘મા ગૃધ…’ ને પણ જીવનમાં અમલમાં મૂક્યો હોય એવાં કેટલાં ઉદાહરણો છે? કેટલ્ગલા ધનિકોએ પોતાના ધનનો “ત્યાગ કરીને એનો ઉપભોગ કર્યો”? અહીં “ભુંજિથા”નો અનુવાદ “ઉપયોગ” નથી. અને એવો અર્થ હોય તો પણ જેની પાસે ધન જ ન હોય અને બીજાનું ધન લેવા્ની પણ મનાઈ હોય તે કઈં આ જગત ઈશથી વ્યાપ્ત છે એને આ શ્લોક કઈ રીતે સંતુષ્ટ કરશે? ગરીબોને રોટી જોઈએ.ભગવાનનાં ગુણગાન નહીં. વિનોબાજીએ ‘સંપત્તિ’ શબ્દનો અર્થ બરાબર સમજાવ્યો છેઃસંપત્તિ એટલે સમાન રૂપે પડે તે અથવા સમાન પાંતી. વિપત્તિ એટલે અસમાન પાંતી. આ વ્યાખ્યામાં ‘મા ગૃધ…’ ફિટ નથી થતું. ગાંધીજીનો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત તમે અર્થ કરો છો તેવો જ છે, પણ કોઇ ધનિકે માન્યો છે? એટલે ભૂપેન્દ્રસિંહભાઈનું કહેવું સાચું છે કે બધી પોલિસીઓ ધનિકો માટે જ છે.
શ્રી દિપકભાઈ,
એટલાં માટે જ અહીં આ શ્લોક ફીટ નથી થતો. ઈશોપનિષદમાં ક્યાંય ગરીબોને ગરીબ રાખવાની વાત જ નથી. ક્યારેક અહીં અનુકુળ હશે તો ઈશોપનિષદનું ભાષ્ય મુકવાનો પ્રયત્ન કરીશ. કેટલું સશક્ત આ ઉપનિષદ અને તેને આ પ્રકારના લેખ સાથે ટાંકવામાં આવ્યું તે હાસ્યાસ્પદ લાગ્યું માટે જ અહીં લખવું પડ્યું. પાનની દુકાને જઈને કોઈ એમ કહે કે આ સોનાની લગડી ઉપર પાનનું ચિત્ર દોર્યું છે તો આ સોનાની લગડીના કેટલાં પાન આવશે? અને જે રીતે આશ્ચર્ય થાય તે જ રીતે આ લેખ સાથે ઈશોપનિષદનો આ શ્લોક જોઈને આશ્ચર્ય થયું. ’કુરુક્ષેત્ર’ પર મારી મો-માથા વગરની કોમેન્ટ પાસ નથી થતી તેથી મારે નામ બદલીને વાત કરવી પડી. પણ જ્યારે મો-માથા વગરના લેખો અને મો-માથા વગરના પ્રતિભાવો જોવા મળે છે ત્યારે મારાથી પણ મો-માથા વગરનો વાર્તાલાપ કર્યા વગર નથી રહી શકાતું