મિત્રો,
મારા મિત્ર અને આમ મારા ફઈબાના દિકરાં ભાઈ એવાં જયભાઈના બ્લોગ ઉપર આજે એક મને ગમતી પોસ્ટ વાંચી. આશા છે કે આપ સહુને પણ ગમશે. તેમાંથી એક પેરેગ્રાફ અહીં મુકું છું, બાકીનો લેખ આપ ત્યાં નીચે આપેલી લિન્ક પરથી વાંચી લેશો.
સવારે એના ભાઈએ તૂટેલું રમકડું બતાવતા, ફરી મશ્કરી કરતાં પૂછ્યું, “કેમ, ભગવાને પ્રાર્થના સાંભળી કે?” છોકરીએ કહ્યું, “હા વળી. એમણે મને સમજાવ્યું કે હું હવે મોટી થઈ ગઈ છું એટલે મારે હવે રમકડાંની જરૂર નથી.” આ જ શ્રદ્ધા છે. એ ભલે ચમત્કારો ન સર્જે, પણ એ જીવનની વિવિધ પરિસ્થિતીઓમાં જીવવાનું બળ જરૂર આપે છે.