તા.૨ ઓક્ટોબર ૨૦૧૦
અમારા પરિવારનો સૌથી નાનો સભ્ય પણ વાતો મોટી મોટી કરનાર હંસ: નો આજે નવમો જન્મદિવસ છે.
હંસ: ૩જા ધોરણમાં અભ્યાસ કરે છે અત્યારે તેની સત્રાંત પરિક્ષા ચાલી રહી છે. તેને જવાબ તો યાદ હોય જ પરંતુ તેનાં પછીનો સવાલ ક્યો છે તે પણ યાદ હોય.
સ્વભાવે થોડો જિદ્દી અને ગુસ્સાવાળો ખરો પણ તેની એકાગ્રતા ગજબની છે. શાળામાં જે કંઈ ચલાવે, લખાવે એ પાકી નોટમાં કરવાનું હોય તો દરેક સવાલ-જવાબ પોતે જ બોલતો જાય ને લખતો જાય. તે તેની રમત રમતો હોય તો થાય કે તેનું ધ્યાન જ નથી પરંતુ તેને દરેક વાતની ખબર હોય. બધાંને પાછુ રોકડું પરખાવનાર કોઈને ય જવાબ આપી દે, ક્યારેક તો સમજાવવો પડે.
તેનો જન્મદિવસ આવે ત્યારે તેનાં બે-પાંચ અંગત મિત્રોને તો આમંત્રણ આપવાનું જ, બધાં ભેગા થઈને રમે આનંદ કરે.
ભાઈ શ્રી અતુલભાઈ,
ચી. હંસને જન્મ દિવસના ખુબ ખુબ અભિનંદન.
પ્રભુ તેના જીવનમાં હંસ જેવી સફેદી, સ્વભાવ અને
સાચા મોતી વીણવા ની ભક્તિ અને શક્તિ સાથે સુંદર
વિદ્યા ને ચાતુર્ય આપી જીવનના સર્વોતમ શિખરોએ
પહોચાડે તેવી પ્રાર્થના.
સ્વપ્ન
શ્રી ગોવિંદભાઈ,
આપનો ખૂબ ખૂબ આભાર.
હંસને જ્ન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગાંધીજી અને શાસ્ત્રીજી જેવા મહાનુભાવોના જન્મ દિવસે જન્મ થવો એ જ એક મોટી વાત છે. May God bless him.
શ્રી જગદીશભાઈ,
આપનો ખૂબ ખૂબ આભાર. આપની ભારતની યાત્રા કેવી રહી? આશા છે કે આપણાં આ ભક્તિસભર દેશની આપની યાત્રા સુખદ જ રહી હશે.
BHAI SHRI ATULBHAI,
HAPPY BIRTHDAY TO HANS
THANKS