વિવાદ – પ્રતિભાવ આપવા જોઈએ? – આગંતુક

મિત્રો,
લોકો લેખના અંતે લખે, અથવા તો મેઈલ માં લખે કે આપના અમૂલ્ય પ્રતિભાવો જરૂર આપજો. હવે આપણે પ્રતિભાવો આપીએ, તે એવા કાઈ વાંધા જનક પણ ન હોય, પણ તેમના અહંકારને અનુરુપ ન હોય એટલે તેને એપ્રુવ ન કરે. તો શું આવા બ્લોગ ઉપર બીજી વખત પ્રતિભાવ આપવાની કોશીશ કરવી જોઈએ? મને અનુભવ થયેલાં ૩ બ્લોગ ના નામ આપુ છું. જેમ જેમ વધારે અનુભવો થશે તેમ આ યાદી લંબાવીશ.

૧. અસર
૨. કુરુક્ષેત્ર
૩. Read ગુજરાતી

Categories: ટકોર | Tags: , , | 41 Comments

Post navigation

41 thoughts on “વિવાદ – પ્રતિભાવ આપવા જોઈએ? – આગંતુક

 1. arvind adalja

  પ્રતિભાવ આપનારે લેખ લખનારના વિચારો સાથે સહમત હોવું જ તે જરૂરી ના જ હોઈ શકે અને જો અસહમત પ્રતિભાવ રદ કરવામાં આવે તો તે બ્લોગરની પોતાના મત સાથે અસહમત વિચાર ધારા સ્વીકારવાની ખેલદિલીનો અભાવ ગણાય ! બ્લોગર જે વિષય ઉપર પોતાના વિચારો રજૂ કરે તે તેની સમજ પ્રમાણે હોવાની સંભાવના રહે છે પરંતુ તેથી જુદી રીતે વિચારી જ ના શકાય તે તો બંધિયાર માનસિકતા સમજાય ! કોઈ પણ વિષય વિષે જો પૂર્વ ગ્રહિત અર્થાત pre-conditioned mind હોય તો વિરોધી વિચાર ધારા સ્વીકારી ના શકાય ! સંવાદ અને સમજ ખુલ્લા મન વડે જ થઈ શકે !

  • શ્રી અરવિંદભાઈ,
   ખરેખર તો અસહમત હોઈએ તે પ્રતિભાવ પર ખુલ્લા દીલે ચર્ચા કરવી જોઈએ. પ્રતિભાવ આપણને આપણી ભૂલો સુધારવાની તક આપે છે અને વધુ સારી પોસ્ટ માટે પ્રોત્સાહક બળ પુરુ પાડે છે.

 2. બ્લોગનું ફોર્મેટ જ એવું છે કે એમાં ‘વો પોસ્ટ હી ક્યા જીસ પર કૉમેન્ટ ના હો?’ એટલે પ્રતિભાવ તો આપવા જ જોઈએ. પ્રતિભાવ કેવા હોવા જોઇએ એ વળી અલગ વિષય છે…!

  તેવી જ રીતે આવેલા પ્રતિભાવો અપ્રુવ કરવા જોઈએ. બ્લોગર ક્યારેક પોતાના ‘વિચાર’ને અનુરૂપ પ્રતિભાવ ન હોય ત્યારે બ્લોગર તે અપ્રુવ ન કરે તે પણ શક્ય છે. (તમે વિચારની જગ્યાએ અહંકાર શબ્દ વાપર્યો છે, બ્લોગરને વળી કેવો અહંકાર? 😉 )

  બીજું ક્યારેક એવું બને કે આપણો વિચાર બધા સમક્ષ મૂકવો જરૂરી છે અને બ્લોગર તે વિચાર અપ્રુવ કરતો નથી તો તે બ્લોગની લિન્ક આપીને પોસ્ટ બનાવી શકાય.

  તમે ગણાવ્યા છે તે ત્રણ બ્લોગર સાથેના તમારા અનુભવ પરથી બાંધેલા તમારા અંગત મતને બાજુએ રાખીને ઉપરની કૉમેન્ટ લખી છે.

  • શ્રી વિનયભાઈ,
   સાચી વાત છે, જો કે અહંકારને બદલે વિચાર શબ્દ બરાબર છે. આ જુઓને આક્રોશ (સૌમ્ય) માં આવું લખાઈ જાય છે.

 3. ‘હું’ માનું છું કે પ્રતિભાવો સલાહની જેમ (!) આપવા માટે જ હોય છે, એ અનુકૂળ હોય કે પ્રતિકૂળ, પ્રસિદ્ધ અને અપ્રૂવ થવા જ જોઈએ, અને જો ના ગમે તેવા પ્રતિભાવો સ્વીકારવાની ક્ષમતા ન હોય તો બ્લોગપર પોસ્ટ કરતી વખતે પ્રતિભાવો બંધ કરી દેવા જોઈએ. વિચારોની અસહમતી પણ ચર્ચાનું માધ્યમ જ છે ને ! એમાંય બ્લોગ તો બન્યો છે જ એટલે કે તમે લખો એના વિશે લોકો ચર્ચા કરે અને સારી નરસી વાત કહે, જો કે ગુજરાતી બ્લોગજગતમાં અંગ્રેજી બ્લોગ્સની જેમ “It was weirdest post i have ever seen” જેવા પ્રતિભાવો આવતા નથી (કે આવતા હશે તો અપ્રૂવ થતાં નથી.) ??

  અક્ષરનાદપર હજુ સુધી વિચારોના વિરોધાભાસને લીધે કોઈ પ્રતિભાવ અપ્રૂવ ન કર્યો હોય એમ બન્યું નથી, Anonymous ના નામે આવતા પ્રતિભાવો પણ અહીં વિચારને લીધે અમે અપ્રૂવ કરેલા છે.

  તમારી પોસ્ટ કરતા આ પ્રતિભાવ લાંબો થઈ ગયો…. અપ્રૂવ કરશો ને ?? 🙂

  • શ્રી જીગ્નેશભાઈ,

   તમારી બધી જ પોસ્ટ સરસ હોય છે. દર વખતે પ્રતિભાવ આપવા નથી આવી શકતો પણ મોટા ભાગે વાંચવાની લાલચ નથી રોકી શકતો. વળી મને તો એકે કડવો અનુભવ અક્ષરનાદ પર થયો નથી અને તમારી કોમેન્ટ એપ્રુવ ન કરવાનો તો પ્રશ્ન જ ક્યાં છે?

   આમ જોઈએ તો દરેક બ્લોગરોએ પ્રતિભાવ એપ્રુવ પોલીસી પોતાના બ્લોગ પર મુકવી જોઈએ અથવા તો બધા પ્રતિભાવો એપ્રુવ કરવા જોઈએ (અતીશય વિવાદાસ્પદ ન હોય તેવા). અથવા તો સાભાર પરત જેવું કાઈક કરવું જોઈએ.

 4. મારા કિસ્સામાં હું આ પ્રકારની કોમેન્ટ્સ અપ્રૂવ કરતો નથી.

  ૧. તે પોસ્ટને જરાય સંબંધિત ન હોય.
  ૨. તે માત્ર લખવા ખાતર લખાઈ હોય.
  ૩. કોઈનું ઈમેલ કે ફોન નંબર તેમાં હોય.
  ૪. અભદ્ર કે બેહૂદી હોય.

  રીડગુજરાતી તેની કોમેન્ટ પોલિસી માટે જાણીતું છે. પણ, અસર બ્લોગ આમાં ક્યાં આવ્યો તે ખબર ન પડી.

  • શ્રી કાર્તિકભાઈ,
   તમારી પોલીસી સરસ છે. હું લગભગ બધી જ કોમેન્ટ એપ્રુવ કરુ છું. જો કે સદનસીબે(?) મારે ખાસ કોમેન્ટ એપ્રુવ કરવી પડતી નથી કારણ કે આવે તો એપ્રુવ કરીએ ને? હા, કોઈ વિવાદાસ્પદ કોમેન્ટ હોય તો ચેતવણી આપીને પછી તે રદ કરુ છું.

   રીડ ગુજરાતી તો વર્ષોથી મારી માનીતી વેબ સાઈટ રહી છે, પણ જ્યારે તેમણે મારુ ઈ-મેઈલ આઈ ડી બ્લોક કર્યું ત્યારે મને આશ્ચર્ય થયું. કુરુક્ષેત્ર સાથે તો મારે ઘણો વિવાદ હતો અને છે તેથી તે તેમ કરે તે સમજાય પણ તેમ છતાં હરિફો સાથે હરિફાઈમાં પણ ખેલદીલી જોઈએ. અસર ની વાત કરુ તો તેમણે તો વળી “મધુવન” ની પોસ્ટ એપ્રુવ ન કરી કે જેમાં યશવંતકાકાને કવિતાએ ઘરે ચા પીવા આમંત્રણ આપતી કોમેન્ટ કરી હતી. હવે નવા નવા બ્લોગરોને જો પોતાની કોમેન્ટ એપ્રુવ ન થાય તો કેવો આઘાત લાગે?

 5. નમસ્તે અતુલભાઇ,
  ગમી ભાઇ આપની આ એકદમ ખુલ્લી વાત.પણ હા, આપને આ ત્રણ બ્લોગના કડવા અનુભવો થયા હશે
  (કાર્તિકભાઇને કીધુ એ પ્રમાણે) તો જ આપે આ પોસ્ટ લખી હશે ને?
  કોમેન્ટ તો દરેક એપ્રુવ કરવી જ પડે(અસભ્ય ના હોય તો.) પછી આપણે સાચા છીએ એવું એ કોમેન્ટના રીપ્લાયમાં ક્યાં નથી લખાતુ.શરુઆતમાં મારે થોડીક એપ્રુવ ના કરી શકાય એવી કોમેન્ટો આવતી.નહિં તો કોમેન્ટને મોડરેશનના મોડમાં જ હુ ના રાખુ.બાય ધ વે, મારા ખ્યાલથી રીડ-ગુજરાતી ઉપર કોમેન્ટ મોડરેશનમાં નથી રહેતી.ઓટોમેટીક એપ્રુવ થઇ જાય છે.પણ આપનુ તો જોકે ઇ-મેઇલ આઇ.ડી. બ્લોગ કર્યુ છે એટલે આપ કોમેન્ટ નહિં કરી શકતા હોવ તે બરાબર…

  • શ્રી સોહમભાઈ,
   આપની વાત સાચી છે. હું પણ પહેલાં મોડરેશન મોડમાં ન રાખતો અને આમેય મારા બ્લોગમાં ખાસ પ્રતિભાવો હોતા નથી કારણકે મોટા ભાગે તેમાં જુદા જુદા વિચારકોના વિચાર હોય છે અને વળી તે વિવાદાસ્પદ હોવા કરતા પ્રેરણાસ્પદ વધારે હોય છે તેથી લોકો કશુંક ભાથું લઈને (વાંચીને) કશોયે પ્રતિભાવ આપ્યાં વગર ચાલ્યાં જાય તો તેમાં કશું ખોટું નથી. રીડ-ગુજરાતી આપ કહો છો તેમ કોમેન્ટ મોડરેટ નથી કરતું અને એટલે અનિવાર્ય સંજોગોમાં હું ઈ-મેઈલ આઈ ડી બદલીને પણ કોમેન્ટ કરી લઉ છું. પણ કોઈ પણ કારણ વગર કોઈ આપણું ઈ-મેઈલ આઈ ડી બ્લોક કરે તો સાલું લાગી ન આવે?

 6. મુરબ્બી શ્રી ,
  આપનો પ્રતિભાવ અંગેનો સાદ સુંદર છે.
  કુદરતના નિયમ મુજબ આપણે રાત-દિવસ- આશા-નિરાશા-
  સુખ-દુખ વિગેરેની ચર્ચા કરી સ્વીકારી લઈએ છે તેમ ભાવ-
  પ્રતિભાવ પણ હસતા મોઢે મન મોટું રાખી સ્વીકારવાની
  તૈયારી રાખવી જોઈએ. કહેવાય છે કે માનવી ભૂલમાંથી
  ઘણું બધું શીખે છે. અને સત્ય હોય તે સ્વીકારવું એ જ મોટો
  માનવ ધર્મ છે. હું બધાની કોમેન્ટ ( પ્રતિભાવ ) સ્વીકારીને જ
  બધું શીખું છું.
  યોગ્ય લખ્યું હોય તો માફ કરશો. પણ સુંદર વિચાર વહેતો
  કર્યો છે.

  સ્વપ્ન.

  • શ્રી ગોવિંદભાઈ,
   આપણું જીવન એક પાઠશાળા જ છે ને? અને આ બ્લોગ-જગત પણ મને તો એક મોટી પાઠશાળા જ લાગે છે. રોજ રોજ નવું નવું શીખવાનું. ખરેખર તો પ્રતિભાવમાંથી જેટલું શિખવા મળે છે તેટલું જ્ઞાન તો મુળ પોસ્ટમાં પણ ઘણી વાર નથી હોતું. અને બ્લોગ જગત તો આનંદ કરવા માટે છે એમાં વળી ભૂલ અને માફી એવું બધું શું? જ્યાં સુધી બીજાને તકલીફરુપ ન હોઈએ ત્યાં સુધી બધું યોગ્ય જ કહેવાય. આપના પ્રોત્સાહન બદલ આભાર.

 7. હજી તો ત્રણ જ અનુભવ થયા?

  ૧. રીડગુજરાતી – ભૂલી જાવ. મૃગેશભાઈ એમની સાઈટને અત્યંત સંસ્કારી, સુશીલ વગેરે વગેરે બનાવવા માંગે છે. હું કોઈક વાર મુલાકાત લઉં છું, પણ મોટાભાગના લેખ મને માફક આવતા નથી.
  ૨. કુરુક્ષેત્ર – એમનાં અને આપનાં વિચારો ઉત્તર-દક્ષિણ જેવાં છે, એટલે ક્યાંક વિવાદ થાય એ સ્વાભાવિક છે. કુરુક્ષેત્રમાં સીધું ને સટ લખાય છે એ વાત આપનાં જેવાં ભક્તજનને ના ગળે ઉતરે એ સમજી શકાય એવી વાત છે. આવાં કિસ્સામાં જે-તે પોસ્ટ પર પોસ્ટ બનાવીને લખવું.
  ૩. અસર – ઉપર મુજબ જ. ક્યાંય એવું બને કે આપની કોમેન્ટ એવી હોય જે એપ્રૂવ કરવા જેવી જ ન હોય?

  એટલુ સારું છે કે તમે ખૂલ્લાં દિલે ચર્ચા કરો છો. અમુક લોકો તો અંગત રીતે બીજા વ્યક્તિઓને નામે પોસ્ટ બનાવે છે અને પાછી પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખે છે, શું સમજવાનું? મનમાં પરણીને મનમાં રાંડવાનું?

  ટૂંકમાં – તમે એસિડ જેવી પોસ્ટ લખો તો, તૈયારી રાખવાની કે એવી કોમેન્ટ મળશે. કોમેન્ટ પચાવવાની તાકાત ન હોય તો બ્લોગ જગતને અલવિદા કહેવું એ વધારે યોગ્ય છે.

  • શ્રી કાર્તિકભાઈ,
   કોમેન્ટ લખવી તે તો મારા માટે ડાબા હાથનો ખેલ છે. ધારુ તો એક જ દિવસમાં ૪૦૦-૫૦૦ કોમેન્ટ લખી શકું. તેથી ૨-૩ જગ્યાએ એપ્રુવ ન થાય તો મને કશો ફેર ન પડે. આ તો “બહુ જન હિતાય, બહુ જન સુખાય” આ ચર્ચા અને વિવાદ ઉભો કર્યો છે કે જેથી લોકોને આત્મ-નિરિક્ષણ કરવાની પણ તક મળે. મોટા ભાગે લોકો બીજાનું નીરીક્ષણ કરતાં હોય છે પણ સ્વ-નિરિક્ષણના પાઠ કોણ ભણાવશે?

   તમારા તારણ સાથે સહમત:
   ટૂંકમાં – તમે એસિડ જેવી પોસ્ટ લખો તો, તૈયારી રાખવાની કે એવી કોમેન્ટ મળશે. કોમેન્ટ પચાવવાની તાકાત ન હોય તો બ્લોગ જગતને અલવિદા કહેવું એ વધારે યોગ્ય છે.

   • ૪૦૦-૫૦૦ કોમેન્ટ્સ? ખાલી લખવા ખાતર? એલર્ટ – મારા બ્લોગ પર – એલર્ટ.

    • એટલે તો તમારા બ્લોગ પર કોમેન્ટ લખતો નથી. બીકણ લોકોથી મને સખત નફરત છે.

     • ૪૦૦-૫૦૦ કોમેન્ટ્સ તો સ્પામર પણ ન લખે. સ્પામવાણી?

      • અરે ભાઈ સાહિત્યકાર શ્રી દૂલા ભાયા કાગ ને સાહિત્ય નો રસ ચડ્યો હોય તો તે એક દિવસમાં ૪૦૦-૫૦૦ દૂહા ગાઈ શકે કે નહીં? અને તેને આપણે હરખે હરખે ’કાગ વાણી’ કહીએ

       અને અમારી જેવા બ્લોગરસનું પાન કરીને ૪૦૦-૫૦૦ કોમેન્ટ લખી નાખે તો તેને “બ્લોગ વાણી” કહેવાને બદલે ’સ્પામ વાણી’ કહેવાની?

 8. વડીલ,

  તમારો લેખ અને કોમેન્ટ વાંચી અને વાંચ્યા પછી મને લાગે છે કે આ પ્રશ્ન દરેક બ્લોગર પોતાની જાતને ક્યારેક ને ક્યારેક પૂછતો જ હશે. કારણકે ઘણી વાર એવું બને કે તમે કોઈ લેખ વાંચો અને તમને કદાચ કોઈ વાત બરાબર ના લાગી તો તમે તમારા મંતવ્ય (લેખની વિરુદ્ધમાં) કોમેન્ટમાં જણાવ્યું અને જો તે કોમેન્ટ સ્વીકારીને પ્રસિદ્ધ ના થાય અને તમને કોઈ ઈ-મેલમાં તમારી કોમેન્ટ કેમ રદ કરવામાં આવી છે તેનો ખુલાસો ના મળે તો કદાચ તમને ખરાબ લાગશે અને તમે તે બ્લોગ પર જતા દસ(૧૦) વખત વિચારશો.

  મારો અનુભવ કહું તો મારે એક બે વાર એવું કરવું પડ્યું હતું કે કોમેન્ટ પ્રસિદ્ધ કરાય તેમ નહોતી તે સ્તીથીમાં મેં કોમેન્ટ કરનારને ઈ-મેલ કરીને જણાવ્યું હતું કે આ કારણસર મેં તમારી કોમેન્ટ સ્વીકારી નથી.

  • શ્રી હીરેનભાઈ,
   તમારી વાત સાચી છે. આમ બધાં લોકો ખુલ્લા દીલે ચર્ચા કરે તો કેટલાં બધા ગોટાળા દુર થઈ શકે. અને બ્લોગ જગતમાં પણ વિશ્વાસ અને સંવાદિતાનું વાતાવરણ સર્જાય.

 9. શ્રી અતુલભાઈ તથા અન્ય મિત્રો,
  દરેક વખતે સહમત થવું જરૂરી નથી જ.હું હંમેશા લખું છું કે મતભેદ હોવા જોઈએ,પણ મનભેદ નાં હોવા જોઈએ.અતુલભાઈ શરૂમાં મારા બ્લોગ માં ખુબ કોમેન્ટ્સ આપતા હતા.દરેક મિત્રો જોઈ શકે છે હજુ પણ.પછી એમણે જાતે જ કોમેન્ટ્સ આપવાનું બંધ કર્યું છે.કાર્તિક ભાઈ ના વિચારો સાથે સંમત કે લેખ ને અનુરૂપ કોમેન્ટ નાં હોય અને અસંગત વાતો હોય તોજ પાસ નહિ કરી હોય.બાકી ઘણા બધા સાથે વિવાદ થાય છે અને કોમેન્ટ્સ પાસ થાય જ છે.મારી સીધી સટ વાતો સાથે આજ અતુલભાઈ ખુબ સહમત હતા અને એકદમ નારાજ થઇ ને જ્યાં ને ત્યાં મારા વિરુદ્ધ લખવા માંડ્યા.પણ મને કોઈ ફરિયાદ નથી.હું તો એનો એજ છું.મારા લખાણો પહેલા હતા તેવાજ છે.મેં એમને લખ્યું પણ ખરું કે બહુ રિસામણા સારા નહિ,મતભેદ જરૂરી છે મનભેદ નહિ પણ એ હવે રિસાયેલા રહેવામાં મને છે.અશોકભાઈ મોઢવડીયા ને એક જોડણી બાબતે ઝાટકી નાખ્યા.અતુલભાઈ તમે બ્રહ્મ દેવતા છો તે અમે જાણીએ છીએ.પણ બધા ને એક લાકડીએ નાં હાંકો.ક્યારેક કોઈ ને પરમ મિત્ર બનાવો છો અને ક્યારેક એને ભૂત પિશાચ બનાવી દો છો.તમે પોતેજ કોમેન્ટ આપવાનું બંધ કર્યું છે અને સારી રીત શોધી કાઢી વગોવવાની.ખુબ આભાર એક સમય નાં પરમ મિત્ર.

  • આ વાત સાથે હું સંમત છું. પોતાને મેળ ન પડે એટલે જ્યાં-ત્યાં જઈને વિરોધ કરવો એ માટે અતુલભાઈ જાણીતા છે.

   • અરે ભાઈ કોઈક રીતે તો જાણીતા થવું પડેને? આપ જેવા ટેકનોક્રેટની સાથે બ્લોગ જગતમાં જો સ્થાન જાળવી રાખવું હોય તો જરૂર પડે વિરોધ પણ કરવો પડે. હા જી હા કરનારા ઘેંટા તો અહીં ઘણા છે.

    • જરુર પડે ઠીક છે, કારણ વગરનો વિરોધ એ પોતાની મહત્તા બતાવવા જ થાય છે.

     • જરૂર પડે જ વિરોધ કરાય, કાઈ આખો દિવસ ગામ આખા હારે ધડીકા લેવાનો ઠેકો થોડો લીધો છે? અને મહ્તા તો જે મહાન હોય તે બતાવે, મને તો નીચેનું મુક્તક ગમે;

      લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર

  • સરસ લેખ છે.
   ભારતીય સમય સમય : ૫:૨૯

   શ્રી ભુપેન્દ્રસિંહજી,

   મેં અત્યારે જ ઉપર મુજબની કોમેન્ટ આપના તાજેતરના છેલ્લા લેખ પર કરી છે. જો તમે મારુ ઈ-મેઈલ આઈ ડી બ્લોક ન કર્યું હોય તો અત્યારે તમે તે કોમેન્ટ જોઈ શકશો. હવે આ કોમેન્ટ માં શું વાંધાજનક છે એપ્રુવ કરવા માટે?

   વળી મેં એમ કહ્યું છે કે વિવાદ છે, મિત્રતા નથી તેમ નથી કહ્યું. આજે પણ મિત્રતા છે અને પરમ મિત્રતા પણ છે. મેં તો ત્યાં સુધી કહેલું કે તમારો અને મારો આત્મા એક જ છે. પણ તમે રહ્યાં વૈજ્ઞાનિક અને અમે રહ્યાં ફીલસૂફ એટલે એકની એક વાત હોય પણ કહીએ જુદી જુદી રીતે. મન ભેદ પણ હવે ધીમે ધીમે દૂર થઈ ગયાં છે.

   પણ વિવાદ તો ચાલુ જ રહેશે જ્યાં સુધી મન છે ત્યાં સુધી. સીવાય કે મનને નવી રીતે વિચારતા પણ કેળવવામાં આવે.

   • મેં કોઈ ઈમેલ આઈડી બ્લોક કર્યું નથી.કદાચ સ્પામ માં જતી હશે મને દેખાઈ નથી કોમેન્ટ.કોઈ વાર ધડ માથા વગર ની કોમેન્ટ કરી હશે તો જ પાસ નહિ કરી હોય.અને તે બાબતે આપ એક્સપર્ટ છો.મારી ખુદ નાં લેખો ની જાણ કરતી ઈ મેલ અશોકભાઈ નાં સ્પામ માં જતી રહેતી હતી.આવું બનતું હોય છે.હું કોઈ વૈજ્ઞાનિક નથી.હા મારા ઘર માં બે વૈજ્ઞાનિકો જરૂર છે.

    • આ તો આપના લેખો વૈજ્ઞાનિક જેવા હોય છે તેટલે આપને વૈજ્ઞાનિક કહ્યાં. માણસ પોતાના જ્ઞાનથી ઓળખાય છે. કોઈ પી.એચ.ડી કરે અને ખરેખર કશું સંશોધન ન કરે તેના કરતાં જેણે પી.એચ.ડી. ન કર્યું હોય પણ સંશોધન કરે તો તે સાચો વૈજ્ઞાનિક ગણાય. કોમેન્ટ જો સ્પામ માં જતી રહેતી હોય તો તપાસ કરીને “Not Spam” કરવી જોઈએ. થોડું થોડું ટેકનીકલ નોલેજ અશોકભાઈ પાસેથી પણ મેળવતા રહેવું જોઈએ. આવી બધી બાબતમાં તે એક્ષપર્ટ છે. હશે ભાઈ અમારુ મગજ ઘણી વખત ચાર જઠર વાળી ગાયો ચરી જતી હશે એટલે ધડ માથા વગરની કોમેન્ટ કરી બેસતા હશું. તમારે મોટું મન રાખીને અમને જાણ કરવી તો બીજી વખત તેવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખી શકાય.

 10. chandravadan

  “વિવાદ-પ્રતિભાવ આપવા જોઈએ ?”નામે આ પોસ્ટ વાંચી !

  અતુલભાઈ,તમે તમારા અનુભવો આધારીત, આ પોસ્ટને “જન્મ” આપ્યો છે….પોસ્ટમાં આ પ્રશ્ર્ન કરી, તમે (જાણે અજાણે) અનેકના વિચારો જાણવા માટે કદાચ આશાઓ પણ રાખી હશે.

  પોસ્ટ વાંચ્યા બાદ, અનેકના પ્રતિભાવો પણ વાંચ્યા…અને એની સામે તમે જે જવાબો આપ્યા તે પણ વાંચ્યા !

  ચાલો, તો, હું પણ કંઈક લખું….લખવા પહેલા જ જો લખાણમાં મારી “ભુલો” હોય માફ કરશો !

  પોસ્ટમાં અનુભવોના “પ્રમાણ”રૂપે તમે ત્રણ બ્લોગોના નામો જાહેર કર્યા. ( એ બ્લોગોના કાર્ય કરતા એક વ્યક્તી તો તેમ છતાં અહી પધારી આ પોસ્ટ માટે પ્રતિભાવ પણ આપ્યો ) ….પણ મને આ યોગ્ય ના લાગ્યું !

  હવે, મુખ્ય પોસ્ટ વિષે ચર્ચા કરીએ…..તમે પ્રશ્ર્ન કર્યો કે જ્યાં “એપ્રુઅલ ના મળે” ત્યાં પ્રતિભાવો આપવા કે નહી? …કોઈ પણ બ્લોગ પર પધારેલી વ્યક્તી પોસ્ટ વાંચી, એ માટે પ્રતિભાવ આપે કે નહી એ એની મરજી આધારીત હોય શકે…અને ભલે, ત્યા પ્રતિભાવ માટે “અપીલ”થઈ હોય કે નહી…..પ્રતિભાવ માટે “આશા”રાખવી એ બ્લોગ એડમીનીસ્રેટરનો “ગુનો” તો ના જ કહેવાય !…અને, હા, જે બ્લોગ આપેલો પ્રતિભાવને “એપ્રુઅલ” ના મળિ હોય તેવા સમયે પ્રતિભાવ આપનાર વ્યક્તીએ વિચાર કરવો જોઈએ કે “જે લખ્યું હતું તે યોગ્ય હતું કે નહી ?”…અને હા, પ્રતિભાવ પોસ્ટ વિચારો સાથે “સહમત ” કે “અસહમત” હોય શકે…દરેક સમયે સહમત જ હોવું જરૂરીત નથી !…..પણ, પ્રતિભાવના પણ થોડા “કાયદા કાનુનો” હોય છે….”અપશબ્દો” “ગાળો” કે “અપમાનભરી ભાષા”માં લખવાની મના છે…એવા પ્રતિભાવોને એપ્રુઅલ ના મળે એ “બ્લોગ માલીક”નો હક્ક છે !…જે કોઈ “અયોગ્ય ” વિચારો લખે તેણે જ એના આત્મા સાથે વાતો કરવાની રહે…જો ભુલ કરી હોય તો ભલે કોઈ વ્યક્તીને “માફી” ના કહી શકે…પણ એના આત્માને એની આત્માને “આ સત્ય” કહેવું જ રહ્યું !

  અને હવે, અંતે…

  અતુલભાઈ… તમે તમારી પોસ્ટના અંતે લખ્યું કે “વધારે અનુભવો થશે તેમ આ યાદી લંબાવીશ”….તમે જે તમારા મનમાં દુઃખ આપનાર “વિચારો” તો જણાવી દીધા…બીજા બ્લોગ્સમાં આ વિષયે અનુભવો થાય તે તમે જ મનમાં રાખી, “મન શાન્તી”મેળવશો તો તે યૌગ્ય જ હશે !…આ નિર્ણય તો ફક્ત તમારો જ હોય શકે !

  >>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Enjoyed the discussions !

  • શ્રી ચન્દ્રવદન ભાઈ,
   આપના માહિતિસભર, જ્ઞાનવર્ધક અને ઉપયોગી પ્રતિભાવ બદલ આભાર.

 11. પ્રતિભાવ આપવા જોઇએ. પ્રતિભાવ આપવા એ ગુણ અને સંસ્કાર છે. કલાકાર માટે કદર અને આદર છે મેનર છે. એક જાતની સર્જક કે લેખક્ના મનની માંગ કે અપેક્ષા પણ છે…મોટેભાગે બધાના સ્વીકારાય પણ અશ્લીલ હોય તે નહિ… અને હું માનુ કે કશી અને મોટી ભૂલ ઉઘાડેછોગ બતાવવા કરતાં સરજકને અલગથી મેઈલ કરી જણવવું તે વધૂ શોભનીય છે, નવોદિતોને શીખવવાના હેતુથી ભૂલ દર્શાવાય તે પણ સારુ છે પણ અલગ રીતે કહેવાય મેઇલ દ્વાર તો સારુ. પ્રતિભાવ વિષય બહારના અને જાહેરાત માત્ર હોય ત ન શોભે. જો કે બધાના પ્રતિભાવ સ્વિકારવા તે જ વિકસિત લક્ષણ કહેવાય ખરું. આપના બ્લોગમા અધ્યાત્મ અને ભક્તિસભર માહિતિ આપતા લેખ સંસ્કારપ્રદ બની રહે છે.

  • શ્રી દિલિપભાઈ,

   આપની વાત સાચી છે. આપે એક વાત કરી કે ’ હું માનુ કે કશી અને મોટી ભૂલ ઉઘાડેછોગ બતાવવા કરતાં સરજકને અલગથી મેઈલ કરી જણવવું તે વધૂ શોભનીય છે ’ પણ તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે લોકો પ્રતિભાવમાં પોતાની બદલે કોઈક ના ઈ-મેઈલ આઈ.ડી. લખે છે. અને આપણે તેમને ઈ-મેઈલ કરીએ તો તે તેને મળવાને બદલે ક્યાંક બીજે મળે. હવે આવી બધી વાતો જાહેરમાં કરવી મનેય થોડી ગમતી હશે. એટલે તો મુઠ્ઠી બંધ રાખીને વાત કરુ છું.

   શ્રી દિલિપભાઈ આપના કાવ્યો,ગીતો,ગઝલો અવાર નવાર સાંભળવા આવું છુ અને આનંદ થાય છે. આ બ્લોગ ખરેખર મારા અધ્યાત્મના રસને લોકો સાથે વહેંચવા માટે જ બનાવ્યો છે પણ વચ્ચે વચ્ચે બ્લોગ જગતમાં થતા ફેરફારો સાથે બ્લોગની પોસ્ટના વિષયમાં ફેરફાર કરુ છું.

   તમારી સાથે એક સ્પષ્ટતા કરવાની ઘણાં વખતથી ઈચ્છા હતી કે મને તમારા પ્રત્યે ખૂબ જ માન છે અને તમે મને સાચા આધ્યાત્મિક માણસ લાગ્યા છો. ભૂતકાળમાં કોઈ વખત તમને મારા તરફથી કડવા અનુભવો થયાં હશે અને અપમાન જેવું લાગ્યું હશે તો તે બદલ માફી ચાહુ છું.

   • આપના માટે મને પણ માન જ છે આપમાં પણ પરમાત્મ વસેલા છે માનવ ને સમજતાં નજીક આવતા વાર લાગે તે દર્મ્યાન જે કઈ મતભેદ સર્જાય તે વિલીન થૈ શકે તે ઉપરાંત પણ જ્યારે વયક્તિનો સ્વીકાર રહે તો આ હદયની વિષાળતા કહેવાય જે આધ્યાત્મિક મારગે જતા ને અપેક્ષીત જ છે..ઉપેક્ષા નો પણ ઉન્ડાણ્મા અર્થ્ ઉપ અર્થાત નજીક અને ઇક્ષા અર્થાત જોવું કે અવલોકન કરવું..સરવ સામાન્ય રીતે અમુક કારણો વિચારોભેદ ને લીધે માનવ માનવની ઉપેક્ષા કરે પણ..આખરે તો તે તિરસ્ક્રુત કે ત્યાજ્ય નથી કેમ કે તેનામા તેનો અંશ છે..તમે માફી ચાહો પણ મને કઈ મનદુઃખ નથી પણ માફી માનવી એ ગુણ છે અને તેનાથી પ્રાયઃ નિર્મલ બને છે તેમાં શન્કા નથી.આજે મે ભૂપેન્દ્રસિંગના ગણપતિની છેડતી ઉપર પોતાનો પ્રતિભાવ આવ્યો છતાં અપૂરતા અભ્યાસ અને સમજ માટે દુઃખ થાય…
    ભક્તિશાસ્ત્રની દ્રુષ્ટીએ,..પ્રભૂ પણ ભાવનો ભુખ્યો..આમ જ શીઘ્ર એક મુકતક લખુ છું જે મનમાં આવ્યુ…

    જગત સુંદર સૃજન તેનું કદર કરતા રહો તેની
    અગર હૂ ભાવનો ભૂખ્યો પ્રભુ પણ ભાવનો ભૂખ્યો
    દીધા છે મન બુદ્ધી વાચાને અગણિત ઉપકારો
    કશું ના માગતો તે પણ હશે પ્રતિભાવનો ભૂખ્યો !

 12. (૧)કોઈ પણ વ્યક્તિ પોતાના બ્લોગ ઉપર આવતી કોમેન્ટ એપ્રુવ કરવી કે ન કરવી તે નક્કી કરવા આઝાદ છે

  (૨) મારા મતે જો કોમેન્ટ સંપૂર્ણ રીજેક્ટ કરવામાં આવે તો કોમેન્ટ કરનાર વાંધો ઉઠાવે તે વ્યાજબી નથી , કોમેન્ટ સંપૂર્ણ રીજેક્ટ થાય તેનો મતલબ જે તે બ્લોગર તમારી વાત સાથે સંમ્મત નથી

  (૩) કોમેન્ટ સાથે ચેડા કરી પ્રસિધ્ધ કરવામાં આવે તો તે ઘેરવ્યાજબી છે જો આવું થાય તો ચોક્કસ આ રીતે જાહેરમાં યાદી બનાવી જોઈયે

  (૪) આ પોસ્ટને તેની કોમેન્ટ વાંચવાની મઝા આવી

  (૫) મારી પોસ્ટ એપ્રુવ થાય તેવી આશા..

  • શ્રી વિવેકભાઈ,
   તમારી આશા પૂર્ણ કરવામાં આવી છે.
   આશા છે કે આપ સંતુષ્ટ થયા હશો.

 13. જય ત્રિવેદી

  આ કોમેન્ટના વિવાદ અંગે મેં જે પ્રતિભાવ અસરા બ્લોગ પર આપ્યો છે તે આ રહ્યો…
  “શ્રી યશવંતભાઈ,
  આગળના મારા પ્રતિભાવોમાં થોડો સુધારો કરવાનું મન થાય છે. મેં જ્યારે એ લખ્યું ત્યારે મામલો શો છે એ હું નહોતો જાણતો. પણ હવે આપ મારી કોમેન્ટ પણ એપ્રૂવ નહિ કરો એ અંદેશા સાથે પણ આ લખ્યા વગર નથી રહેવાતું.
  – બ્લોગજગતનો મુળ હેતુ સંવાદ છે, મિત્રતા છે ને મિત્રો વચ્ચે સ્વિકાર્ય એવો સંવાદ હોય એમાં કાંઈ ખોટું નથી.
  – ક્યારેક પોસ્ટ સાથે સંબંધિત ન હોય તેવી કોમેન્ટ પણ થાય (હું અભદ્ર ભાષાની વાત નથી કરતો.) એમ તો, માત્ર “Excellent”, “સરસ”, “ખૂબ સરસ” એ બધી પણ સંબંધિત કોમેન્ટ નથી. માત્ર Rating છે. આપણે એ સ્વિકારીએ છીએ જ.
  પરંતુ, અનાયાસે જ આપના ગુસ્સાનું પાત્ર બનેલા બ્લોગરને મળવાનું થયું ને અનાયાસે જ આ બાબત પણ જાણવા મળી. ખૂબ દુઃખ સાથે જણાવવું પડે છે કે આમાં થોડી ગેરસમજ લાગે છે. આ બ્લોગર પૂરેપૂરા સજ્જન છે અને એમને હું દાયકાઓથી જાણું છું. અનેક મિત્રો ધરાવનાર આ વ્યક્તિને ઓળખનાર કોઈ એમ નહિ કહે કે એ પ્રસિદ્ધિના ભૂખ્યા છે. એમનો બ્લોગીંગનો હેતુ પણ માત્ર એમને ગમતું વહેંચવાનો જ છે. અને હું દ્રઢતાપૂર્વક માનું છું કે એમણે કોઈ જ બેહૂદી કે અભદ્ર કોમેન્ટ કરી હોય એ શક્ય જ નથી. હા, કોઈ કોમેન્ટ આપને અસંબદ્ધ લાગી હોય તે શક્ય છે. પણ તો આપે ખુલાસો કરવા જણાવ્યું હોત તો તે બ્લોક કરવા કરતાં વધુ ન્યાય્ય ગણાત. બાકી એમની સાથે સંબંધ ધરાવતી એક વ્યક્તિ(જે હજુ બ્લોગીંગ શીખે છે) તેની કોમેન્ટ પણ આપને બેહૂદી લાગી?
  વધુ પડતું લાગે તો ક્ષમા કરશો પણ માત્ર હળવાશથી કોઈ અભદ્ર ન હોય તેવી ભાષામાં કોમેન્ટ આવે તો એ સ્વિકારવી જોઈએ એવું લાગે છે. ને કોણ કેવું છે એ નેટ પર આપણે કેમ કરીને જાણવાના? અહીં તો જે લખાય તે માનવાનું રહે. બાકી એવા બ્લોગર પણ અહીં છે, જે અહીં આપના પગલાને યોગ્ય ને સારું ગણાવે છે અને પાછા એ ના એ પેલા બ્લોગરને જઈને કહે છે કે કોમેન્ટ બ્લોક કરવી એ અયોગ્ય જ છે.
  ફરીવાર નમ્રતાપૂર્વક કહેવાનું કે આપ જે માન્યતાઓ તે બ્લોગર માટે ધરાવો છો તે સાચી નથી. યોગ્ય લાગે તો આ કોમેન્ટ એપ્રૂવ કરજો ને અયોગ્ય જ લાગે તો જો બને તો મારી પહેલાની કોમેન્ટ્સ પણ ડીલીટ કરજો.”

  અહીં ફરીવાર કહું છું કે થોડી હળવાશથી લખેલી કોમેન્ટ (જેમકે, ચા પીવા આવજો) ને અભદ્ર ગણાવી બ્લોક કરવી યોગ્ય નથી. ને જો અમૂક જ પ્રકારની કોમેન્ટ જોઈતી હોય તો પોલીસી વંચાય તેમ જાહેર કરવી જોઈએ. કોઈ નવા બ્લોગર થોડું સંબંધિત ન હોય તેવું લખે એથી ગુસ્સે થઈ જવાનું કેવું?

  @કાર્તિકભાઈ, માત્ર કોમેન્ટ્સની સંખ્યા પરથી એમ નક્કી ન થઈ જાય કે હેતું સ્પામીંગનો છે. એમ તો વાતવાતમાં સરસ સરસ ના પ્રતિભાવો આપનારાઓ પણ હોય છે ને નેટની ભાષામાં એને Flooding કહે છે. પણ એ વખાણ છએ ને આપણને ગમે છે એટલે આપણે સ્વિકારી લઈએ છીએ.

  • શ્રી જયભાઈ,
   આ વિવાદ હું આગળ વધારવા નથી માંગતો. મેં તો માત્ર તમને શું બન્યું છે તે જ જણાવ્યું હતું. મારી ઈચ્છા કોઈ મારી તરફદારી કરીને નવા વિવાદો ઉભા કરે તેવી બિલકુલ નથી. આ લેખમાં પણ મારો પ્રશ્ન માત્ર તે જ છે કે જો કોઈ આપણા અયોગ્ય ન હોય તેવા પ્રતિભાવો એપ્રૂવ ન કરે તો તે બ્લોગ ફરી પ્રતિભાવ આપવો જોઈએ? અને મને લાગે છે કે બે થી વધારે વખત કોઈ આપણા યોગ્ય પ્રતિભાવો એપ્રૂવ ન કરે તો તે બ્લોગ પર પ્રતિભાવ ન આપવો જોઈએ.

   બાકી મારા બ્લોગનો હું રાજા છું…

   અને હા, આપણે હજુ ઘણા રચનાત્મક કાર્યો બ્લોગ જગતમાં કરવાના છે, આવા નીરર્થક વિવાદો ન લંબાય તેમાં જ સાર છે. અલબત્ત કોઈ પણ પડકારને પહોંચી વળવાની સજ્જતા સાથે જ સ્તો વળી.

 14. સવાલ વ્યક્તિની તરફદારીનો નથી. એમનો attitude સમજાતો નથી. એમણે તો એવું વાતાવરણ ઉભું કર્યું કે પહેલા હું પણ માની બેઠો કે કોઈ ખરેખર અશ્લિલ કે અભદ્ર કોમેન્ટ્સ કરતું હશે એમના બ્લોગમાં. હશે, એ એમના બ્લોગનું જૂએ, તમે તમારા. મારો ત્યાં આ બાબતની છેલ્લી કોમેન્ટનો હેતુ તો માત્ર એટલો જ છે કે હવે હું જે જાણું છું ને વિચારૂં છું તે સ્પષ્ટ કરૂ.
  વળી તેમણે તો એવું લખ્યું કે તમારા બ્લોગ પર કોઈ ધ્યાન આપતું નથી. બન્ને બ્લોગ પર Visitors Stats જોઈ શકાય છે જ. હા, તમારા બ્લોગમાં કોમેન્ટ ઓછી હોય પણ તે તો તમે આગળ કહ્યું તેમ, “મોટા ભાગે તેમાં જુદા જુદા વિચારકોના વિચાર હોય છે અને વળી તે વિવાદાસ્પદ હોવા કરતા પ્રેરણાસ્પદ વધારે હોય છે તેથી લોકો કશુંક ભાથું લઈને (વાંચીને) કશોયે પ્રતિભાવ આપ્યાં વગર ચાલ્યાં જાય તો તેમાં કશું ખોટું નથી.”
  ખેર, ચર્તાનો તો અંત જ નથી પણ મને તો જે લાગ્યું તે ખુલ્લા મનથી તમારા અને તેમના બ્લોગ પર લખ્યું.

  • ખરેખર બ્લોગિંગનો હેતુ જ ખુલ્લા મનથી ચર્ચા કરવાનો અને વિચારોની આપ-લે કરવાનો છે. પણ આપણે આવું કરીએ તો લોકોને તે ખીલા-ખૂતામણી જેવું લાગે.

   મેં તો તમને શરૂઆતમાં એટલા માટે ચેતવ્યાં કે જો એક વખત વિવાદમાં પડશો તો બહાર નીકળવું મુશ્કેલ છે, અને હજુ તો તમારો બ્લોગ સજાવવાનો બાકી છે.

   પહેલા તમે તમારો બ્લોગ વ્યવસ્થિત બનાવી દ્યો અને ઓછામાં ઓછી એક પોસ્ટ તો રોજે રોજ તેમાં મુકશો. કોઈ આવે કે ન આવે હું આવીશ અને આપણે વાતો કરશું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: