Daily Archives: 28/09/2010

વિવાદ – પ્રતિભાવ આપવા જોઈએ? – આગંતુક

મિત્રો,
લોકો લેખના અંતે લખે, અથવા તો મેઈલ માં લખે કે આપના અમૂલ્ય પ્રતિભાવો જરૂર આપજો. હવે આપણે પ્રતિભાવો આપીએ, તે એવા કાઈ વાંધા જનક પણ ન હોય, પણ તેમના અહંકારને અનુરુપ ન હોય એટલે તેને એપ્રુવ ન કરે. તો શું આવા બ્લોગ ઉપર બીજી વખત પ્રતિભાવ આપવાની કોશીશ કરવી જોઈએ? મને અનુભવ થયેલાં ૩ બ્લોગ ના નામ આપુ છું. જેમ જેમ વધારે અનુભવો થશે તેમ આ યાદી લંબાવીશ.

૧. અસર
૨. કુરુક્ષેત્ર
૩. Read ગુજરાતી

Categories: ટકોર | Tags: , , | 41 Comments

હાસ્યલેખ લખવાના અભરખા (૧) – આગંતુક

મિત્રો,
ઘણાં બધા બ્લોગ ઉપર હમણાં હાસ્યલેખ લખવાના પ્રયોગો ચાલે છે. પ્રયોગનું તો એવું કે ભાઈ તેમાં સફળતા યે મળે ને નિષ્ફળતા યે મળે અને ઘણી વખત વળી હાસ્યલેખમાંથી કશુંક નવું જ સર્જન થઈ જાય. તો પણ વૈજ્ઞાનિકો જેમ પ્રયોગશાળામાં આદુ ખાઈને કે આધુનિક મેડીસીન ખાઈને પ્રયોગ પાછળ પડ્યા રહે છે તેમ હાસ્યલેખકોએ નીરાશ થયા વગર હાસ્ય-લેખ લખવાનું ચાલું રાખવું જોઈએ.

વળી આ વર્ડપ્રેસની મફતીયા સુવિધાનો ભરપૂર લાભ શા માટે ન ઉઠાવવો? કોઈક છાપાં, મેગેઝીન માં તો આપણાં લેખ કોણ છાપવાનું હોય? પણ અહીંયા તો ભાઈ દલા તરવાડી ની જેમ રીંગણા લઉ બે-ચાર? લે ને ભાઈ દશ બાર. એમ હાસ્યલેખ લખું બે-ચાર? અરે ભાઈ લખ ને દશ-બાર. અહીં કોની મા એ સવા શેર સૂંઠ ખાધી છે કે ઈ આપણને ના પાડે?

આપણો દેશ તો દશાનનોનો ને આપણો માંહ્યલો તો જટાયુ છે, એટલે આપણે પરોપકારાર્થે લેખ લખવાનો પ્રયાસ તો કરીએ પણ આ દશ માથાળાં દશાનનો એમ તમને સખે શી રીતે લખવા દે? એટલે જાત જાત ના ને ભાત ભાતના વાંધા વચકા કાઢી કાઢી ને આપણાં લેખોના શબ્દે શબ્દ ઉપર અર્થોનું કેમીકલ છાંટીને આપણને હતા ન હતા કરી નાખવાનો પ્રયાસ કરે. પણ અલ્યાં પાંખો કપાઈ જાય તોયે કાઈ માંહ્યલો જટાયું છાનો માનો બેસી રહે? એ તો તેનાથી થાય એટલો આ દશાનનોનો વિરોધ કરે કરે અને કરે જ .

હાસ્ય તો ગમે ત્યાંથી મળે, અરે સહુથી વધારે હાસ્ય-લેખકો કરુણરસના સ્નાનાગારમાં જન્મ્યાં છે. મને થયું કે આ ગાડરીયા પ્રવાહમાં મારી જેવું મેશ રાશીનું ઘેંટું ક્યાંક હાસ્ય-લેખ લખવામાં બાકી ન રહી જાય એટલે થયું કે લા’વ ચાલ આજે એકાદ કહેવાતો હાસ્ય-લેખ ઘસડી જ કાઢું.

હવે તમને વાત કરું મારા જામનગરના સરકારી પોલિટેકનીકના અભ્યાસની. જામનગરમાં હું અને મારા ચોથા ધોરણથી સાથે રહેલાં અને છેક પોલિટેકનિક ના અભ્યાસ સુધી સાથ આપ્યો તેવા લંગોટીયા (કારણ કે તે લંગોટ પહેરે છે) મિત્ર કૃષ્ણસિંહ જાડેજા બંને જોડાયા. થોડા દિવસ તો બધું વાતાવરણ સમજતા થયાં. ધીમે ધીમે આ નવા વાતાવરણમાં સેટ થયાં એટલે અમારી અંદર રહેલ મસ્તીખોરો જાગી ઉઠ્યા. અમારા ૩૦ વિદ્યાર્થીઓના ક્લાસમાં ૨૭ વિદ્યાર્થીઓ અને ૩ વિદ્યાર્થીનીઓ. હવે તમે જ કલ્પના કરી લ્યો કે કેવા સંઘર્ષમય એ દિવસો હશે? આપણાં રામ તો પહેલેથી જ છોકરીઓથી દૂર ભાગે પણ મારા બધાં મિત્રો એવા નહીં હો.. પછી હું તેમને મદદરુપ થવા શક્ય એટલી કોશીશ કરુ. એક દિવસ અમે થોડાં વહેલા ગયા અને બ્લેક-બોર્ડ ઉપર થોડાંક વાકયો લખ્યાં.

હસી તે ફસી.

હસે તેનું ઘર વસે.

હસવામાં હાની શી?

હસો, ખૂબ હસો, હસી લ્યો પણ હસવા સમ નવ બનાવશો જિંદગી.

પછી છાનાં માના બેસી ગયાં. ધીમે ધીમે બધા વિદ્યાર્થીઓ (વિદ્યાર્થિનિઓ પણ) આવી ગયાં. અમે બારીકાઈથી નીરીક્ષણ કરીએ કે કોઈ હસે છે કે નહીં? વિદ્યાર્થિઓ તો બધાં હસ્યા પણ ૩ માંથી એક જ વિદ્યાર્થિની હસી. પછી તો તેનું ગોઠવાઇ પણ ગયું હતુ, બાકીની બે બાકી રહી ગયેલી.

એક વખત કેમીસ્ટ્રીના સાહેબ હાજરી પુરતાં હતા. મારી આગળનો નંબર બોલ્યા તો તે વિદ્યાર્થીએ ધીમેથી કહ્યું કે ’યસ સર’ સાહેબ ને કાઈ સંભળાયું નહીં એટલે બીજી વાર નંબર બોલ્યા.ત્રીજી વાર બોલ્યા પછી ગેર-હાજરી પુરી દે. ૩ જી વારે ભાઈ ઉભા થઈને બોલ્યા ’યસ સર’ ’યસ સર’. સાહેબ ખીજાણાં કે જોરથી બોલતા હો તો, જમીને નથી આવ્યાં? પછી મારો નંબર બોલ્યાં, એટલે મેં જોરથી કહ્યું કે “યસ સર” . મારી આજુ બાજુ વાળા હલબલી ગયાં, સાહેબ પણ ચમકી ગયાં. સાહેબ કાઈ પુછે તે પહેલાં જ કહી દીધુ સાહેબ જમીને આવ્યો છું. ચારે બાજુ હસા-હસ પણ મારી મુખમુદ્રા તો ગંભીર.

આજે હવે આટલું જ રાખીએ, ને અહીંયા તો હપ્તે હપ્તે લખવામાં યે ક્યાં વાંધો છે? બધું મ.ફ.ત. જ છે ને?

તો વધુ આવતે અંકે…

Categories: હાસ્ય | Tags: , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.