નાનપણથી જ શ્રી નિરંજન ભગતનું આ કાવ્ય મારુ અતીશય પ્રિય કાવ્ય રહ્યું છે.
હું તો બસ ફરવા આવ્યો છું…
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?
અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા !
-રે ચહું ન પાછો ઘેર જવા !
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહીં સરવા આવ્યો છું!
જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બેચાર ઘડી
ને ગાઈ શકું બેચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું…
હું તો બસ ફરવા આવ્યો છું…
આ મજાનું કાવ્ય બ્લોગ-જગતમાં અનેક બ્લોગ ઉપર માણી શકાય છે. તે વાત જ દર્શાવે છે કે ખરેખર તો આપણે અહીં આનંદ કરવા, ફરવા, એકબીજા સાથે પ્રેમથી હળવા મળવા આવ્યા છીએ. ચાલો તો આ કાવ્યના માધ્યમથી બ્લોગ-જગતના કેટલાંક બ્લોગની મુલાકાત લઈએ.
આમ તો લયસ્તરો કાવ્યના સચોટ વિશ્લેષકો અને વિવેચકોની વેબ સાઈટ ગણાય છે, પણ તેમણે મુળ કાવ્યમાં કરેલો આ ફેરફાર અક્ષમ્ય ભૂલ ગણાય તેવો છે.
મુળ કાવ્ય પ્રમાણે:-
“હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?”
અને લયસ્તરો પ્રમાણે:-
‘હું ક્યાં એકે કામ તમારું કરવા આવ્યો છું?’
આમ કાવ્યમાં ફેરફાર કરવાથી મુળ કાવ્ય નો જે અર્થ છે કે હું મસ્ત બનીને કોઈના યે કામની ફીકર કર્યા વગર ફરવા આવ્યો છું તે અહીં ‘હું ક્યા તમારું કામ કરવા આવ્યો છું?’ તેમ કરવાથી કવિને સ્વાર્થી ઠરાવે છે. જે ભૂલ ભરેલું અને કવિની ગરિમાને ધક્કો પહોંચાડનારુ છે. આ બાબત લાગતા વળગતા લોકોએ તરત જ સુધારી લેવી જોઈએ.
આ સીવાય પણ ઘણાં બ્લોગ પર આ કાવ્ય છે. પણ અત્યારે મારે મારી દિકરી આસ્થાને તેની શાળાએ મુકવા જવાનું કામ છે તેથી બાકીના બ્લોગ તમે ખોળી કાઢજો હો..