Daily Archives: 08/09/2010

સ્પષ્ટતા અને ચોખવટ – આગંતુક

મિત્રો,

* મે મારા નિજાનંદ માટે બ્લોગ શરુ કરેલો. મને ગમતાં વિષયો તેના પર મુકવાની મારી ઈચ્છા હતી અને છે.

* અહીં મુકવામાં આવેલી પોસ્ટ ને કોઈએ અંગત રીતે ન લેવી. સર્વે નાના મોટા બ્લોગરો અને વેબસાઈટ ધારકો પ્રત્યે હું સન્માન અને આદર ધરાઉ છું.

* હું અહીં કોઈ પણ પ્રકારની હરીફાઈ કરવા કે કોઈને ઉતારી પાડવા બ્લોગિંગ કરતો નથી.

* કોમેન્ટ કરવી તે મારા રસનો વિષય હતો પણ મને લાગે છે કે કોમેન્ટ કરવાથી જે તે વિષય ઉપર વધુ સ્પષ્ટતા થવાને બદલે ગેરસમજ વધારે થાય છે તેથી શક્ય હોય ત્યાં સુધી મેં કોમેન્ટ ન કરવી તેમ નક્કી કર્યું છે.

* હું માનુ છુ કે સહુ બ્લોગરોને પોતાનો બ્લોગ કે વેબ સાઈટ બીજાને નડે નહીં તેવા હોય ત્યાં સુધી પોત પોતાની રીતે મઠારવાનો અબાધિત હક છે અને સર્વના આવા હકનું સન્માન કરવાની મારી ખેવના છે.

– અસ્તુ

Categories: ઉદઘોષણા | Tags: , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.