બોલાવે ત્યાં જઈએ – આગંતુક

મિત્રો,

મુળભૂત રીતે હુ કોમેન્ટ પ્રીય માણસ. કોઈ પણ લેખ વાંચ્યો નથી કે સાચી-ખોટી, સારી-નરસી કે મનઘડન કોમેન્ટ આપી નથી. મને ખ્યાલ નહોતો કે આ બધુ મેનર લેસ કહેવાય, આપણે ઘૂંસણીયા અને મફતીયા લાગીએ. એટલે હુ જ્યાં ત્યાં કોમેન્ટ આપ્યાં કરતો હતો. હવે મારી જેવા મુરખ માણસને શું ખબર પડે કે આપણે કોઈના બ્લોગ ઉપર જઈએ છીએ તેને તે ગમે છે કે નહીં? તેથી હવે રહી રહીને મને ડહાપણની દાઢ ફુટી છે કે જે બોલાવે ત્યાં જવુ. બાકી તો એક સુંદર દોહરો છે ને કે:-

આવ નહીં, આદર નહીં, નહીં નૈનન મેં નેહ
તે ઘર કદી ન જાઈએ, ભલે કંચન બરસે મેહ

તો મિત્રો આપ માંથી જે કોઈ મને પ્રતિભાવ આપવા આમંત્રણ આપશે મારા બ્લોગ ઉપર આવીને કે ઈ-મેઈલ દ્વારા તેમના બ્લોગ ઉપર પ્રતિભાવ આપીશ. બોલો, મારી વાત વ્યાજબી છે ને? તો આજે જ આપના બ્લોગ કે વેબ સાઈટ ઉપર પધારવા હાર્દિક નિમંત્રણ આપશો.

સામાન્ય રીતે હું નીચે પ્રમાણે કોમેન્ટ કરુ છું;

નામ : અતુલ જાની (આગંતુક)
eMail: atuljaniagantuk@gmail.com
URL : https://bhajanamrutwani.wordpress.com/

Categories: ઉદઘોષણા | 2 Comments

Post navigation

2 thoughts on “બોલાવે ત્યાં જઈએ – આગંતુક

  1. મેં બહુ શાસ્ત્ર નથી વાંચ્યા, પણ એટલું જાણું છું કે ખુદ શક્તિમા પણ પોતાના પિતાને ત્યાં આમંત્રણ વીના જાય તો અગ્નિમાં જાત હોમવાનો વારો આવે.

    જો કે મારા મતે બ્લોગ પર પધારવાનું આમંત્રણ ના હોય. અતિથિને ઇચ્છા થાય ત્યારે પધારે અને મન થાય તો કૉમેન્ટ કરે. આદર્શ રીતે સાચી કૉમેન્ટ ભલે કડવી હોય, ડીલીટ ન કરવી જોઇએ.

    જેને અતિથીના આગમનથી વાંધો હોય તે બ્લોગીંગ બંધ કરી દે, સાવ સાદી વાત છે કે પછી પાસવર્ડથી પ્રોટેક્ટ કરે.

  2. શ્રી કૃતેશભાઈ,
    તમારી વાત સાચી છે. પણ લોકોને અહીં વાહ વાહ કરનારા જોઈએ છે. જો પાસવર્ડ થી પ્રોટેક્ટ કરે તો ઘણી ખમ્મા કરવા વાળા ક્યાંથી મળે? અને બ્લોગ ઉપર તો કોઈ તલવાર કે બંદુક ચલાવી ન શકે એટલે પછી આપણા ઈ-મેઈલ આઈ ડી બ્લોક કરે. એના કરતા જી હજુરીઆઓ જ્યાં બહુ ભેગા થતા હોય ત્યાં આઘા રહેવું સારુ. અને આજ કાલ તો ડાયરામાં માત્ર કસુંબા પાણી નહીં પણ બીજું યે ઘણું બધુ થાય છે.

    આપ ની પોસ્ટ રોજ વાચુ છુ, આનંદ થાય છે. આવતા રહેશો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: