મારા ભાભુમાને શ્રદ્ધાંજલિ
જીવન અંજલિ થાજો !
મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !
વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો !
મારું જીવન અંજલિ થાજો !
નોંધ: જીવન ને અંજલિરુપ બનાવવાની ભાવનાસભર આ અંજલિ ઘણી જાણીતી છે. આ ભાવગીત ઘણી વેબસાઈટ અને બ્લોગ ઉપર જોઈ શકાય છે તે જ સુચવે છે કે જીવનને અંજલિરૂપ બનાવવાની ભાવના ભારતીય સંસ્કૃતિમાં કેટલી બધી ઓતપ્રોત થઈ ગઈ છે. મનુષ્ય જીવન ભોગ માટે નહીં પણ કશુંક સમાજને પ્રદાન કરવા માટે છે તે વીશે અંગુલી નિર્દેશ કરતું આ ગીત જુદી જુદી જગ્યાએ અનુભવવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
Read ગુજરાતી (એક સુંદર લેખ સાથે)
બીજા અનેક બ્લોગ અને વેબસાઈટો પર પણ આપ આ અંજલિ ગીત માણી શકો છો. અને હા સહુના વ્હાલા “ટહુકો” પર તો આ ગીત હોય જ ને વળી..