Daily Archives: 25/08/2010

શ્રદ્ધાંજલી (૧)

મારા ભાભુમાને શ્રદ્ધાંજલી

હે નાથ જોડી હાથ, પાયે પ્રેમથી સહુ માંગીએ
શરણ મળે સાચુ તમારું, એ હૃદયથી માંગીએ

જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો
પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો

વળી કર્મના યોગે કરી, જે કૂળમાં એ અવતરે,
ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી,આપની ભક્તિ કરે

આ લખ ચોરાસી બંધનોને, લક્ષ માં લઇ કાપજો
પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો

સુસંપતિ, સુવિચાર ને સત્કર્મનો દઇ વારસો
જન્મોજનમ સત્સંગથી, કિરતાર પાર ઉતારજો

આલોક ને પરલોકમાં, તવ પ્રેમ રગ રગ વ્યાપજો
પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો

મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં, આશા ઉરે એવી નથી
દ્યો દેહ દુર્લભ માનવીનો, ભજન કરવા ભાવથી

સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હૃદયે સ્થાપજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો

હે નાથ જોડી હાથ, પાયે પ્રેમથી સહુ માંગીએ
શરણ મળે સાચુ તમારું, એ હૃદયથી માંગીએ

જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો
પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો

આ અંજલી ગીત ’સમન્વય’ પર સાંભળવા અહીં ક્લિક કરો.

Categories: કુટુંબ, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , | Leave a comment

જીવનની ક્ષણભંગુરતા – આગંતુક

મિત્રો,
ગઈ કાલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હતો. મારા આખા કુટુંબે આનંદપુર્વક તે ઉજવ્યો. કુટુંબના સહુથી વરીષ્ઠ જેમને અમે પ્રેમથી “ભાભુમા” કહીને સંબોધીએ છીએ અને જેમનું નામ જ અન્નપુર્ણાદેવી છે તેવા વાસ્તવમાં અન્નપુર્ણાબહેનના આશીર્વાદ સહુ કોઈએ લીધા. આખો દિવસ નજીક અને દૂર રહેતા બહેનો, ફઈબાઓ અને સગાં વહાલાઓ એકબીજાને પ્રેમપૂર્વક મળ્યા અને દિવસ સરસ રીતે પસાર કર્યો. હજુ તો કાલે બધા મળ્યા અને છુટા પડ્યા અને જોગાનુજોગ કેવો કે ફરી પાછું આજે બધાને મળવુ પડે છે પણ તે ભાભુમા ના આશીર્વાદ લેવા માટે નહીં પરંતુ ભાભુમાની અંતિમયાત્રા માટે. અરેરે જીવનની કેવી ક્ષણભંગુરતા.

મારા પ્રેમાળ ભાભુમા એ આજે ધરાધામમાંથી શાંત ચીત્તે, પૂર્ણ સ્વસ્થતાથી વિદાય લીધી. પ્રભુ તેમના શાંત અને પવિત્ર આત્માને પોતાના આનંદધામમાં નિવાસ આપે તેવી પ્રાર્થના.

Categories: ચિંતન, મારુ કુટુંબ | Tags: , | Leave a comment

શ્રાવણી સરગમ – સૌજન્ય: ચેતનાબહેન શાહ

મિત્રો,
ભારતમાં તો આપણે સદનસીબે લગભગ ત્રણે ઋતુઓ શીયાળો, ઉનાળો અને ચોમાસું માણી શકીએ છીએ. અત્યારે મજાના શ્રાવણના સરવડા પણ પડે છે. બીજા દેશોમાં અત્યારે કેવું વાતાવરણ હશે? ચાલો આજે જોઈએ કે લંડનમાં લોકો વરસાદની અત્યારે કેવી રીતે મજા લેતા હશે. શ્રી ચેતનાબહેન શાહ ના ’સૂર-સરગમ’ પરથી જાણવા મળ્યું કે ત્યાં કેવું વાતાવરણ હશે.

’અહીં લંડનમાં તો ઘણીવાર અનાયસે સૂરજનાં સોનેરી કિરણોની સાથે જ રૂપેરી વરસાદ વરસે છે.. પરંતુ જ્યારે અષાઢી મેહ ગરજે છે, શ્રાવણી સરવડાં વરસે છે ને ભીની માટીની સુગંધથી હૈયું હિલોળા લે છે…ત્યારે મનનો મોરલો વિવિધરંગી લાગણીઓનાં પીંછાઓથી કળા કરે છે, ને એનું પ્રતિબીંબ જ્યારે મેઘથી તરબતર ગગન પર પડે છે ત્યારે રચાય છે મેઘધનુષ..!! આજે એ જ મેઘધનુષમાં રહેલ વિવિધરંગો ભરેલી અંતરની ઉર્મીઓને શ્રાવણી-સરગમમાં સાંભળીએ…’

તો લંડનમાં શ્રાવણી સરગમમાં ભીંજાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો.

શ્રાવણી સરગમ

Categories: જાણવા જેવું | Tags: , | Leave a comment

કર્મયોગ (૧) – સ્વામી વિવેકાનંદ

KarmaYog_1_01
KarmaYog_1_02
KarmaYog_1_03
KarmaYog_1_04
KarmaYog_1_05
KarmaYog_1_06
KarmaYog_1_07
KarmaYog_1_08
KarmaYog_1_09

Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , | 3 Comments

અરુણાચલ સ્તુતિ – ૩૧


Categories: ચિંતન | Tags: , | Leave a comment

Blog at WordPress.com.