Daily Archives: 23/08/2010

રક્ષાબંધન – આગંતુક

તા.૨૩.૦૮.૨૦૧૦
ભાવનગર

બહેનો અને માતાઓ,

આવતી કાલે તા.૨૪.૦૮.૨૦૧૦ ના રોજ શ્રાવણી પૂનમ, બળેવનો પવિત્ર તહેવાર છે. આપ સહુ બહેનોની શુભેચ્છાઓ અને માતાઓના આશીર્વાદથી જ આ બ્લોગ-જગતમાં હું હજુ સુધી જીવંત રહી શક્યો છું. તેથી આ ખાસ દિવસે આપ સહુ બહેનો અને માતાઓને સ્નેહ અને આદરપૂર્વક પ્રણામ કરીને આપ સહુનો અમે સજોડે ઋણસ્વિકાર કરીએ છીએ. આ ખાસ પ્રસંગે આપ સહુ કોમેન્ટ બોક્ષમાં શબ્દ-રાખડી બાંધવા અને શુભેચ્છા તથા આશીર્વાદ આપવા જરૂર પધારશો. સંજોગવશાત આપ ન આવી શકો તો આપની શુભેચ્છા અને આશીર્વાદ અમારી સાથે છે તેવું માની લેશું અને તે બદલ મનોમન આભાર સ્વીકાર કરશો. અને હા આસ્થા અને હંસ: ને આશીર્વાદ આપવાનું ન ભુલશો.

સસ્નેહ અતુલ અને કવિતા

Categories: ઉત્સવ, ભારતિય સંસ્કૃતિ | Tags: , , | Leave a comment

સમૃદ્ધિ – પન્નાબહેન નાયક

મિત્રો,
ચિંથરેહાલ માણસ સમૃદ્ધ દેશોમાં પણ હોય છે. શ્રી પન્નાબહેન નાયકની આ કટાક્ષભરી અછાંદસ રચના આજે માણીએ. આપ તેમની અન્ય રચનાઓ તેમની વેબ સાઈટ પરથી માણી શકશો જેની લિન્ક આ લેખના છેડે આપી છે. તમને થશે કે આવા વરસાદી અને રંગીન વાતાવરણના સમયે વળી આવી ઝેર જેવી રચના શા માટે રજુ કરી? આ જગતમાં બધુ જ રંગીન નથી હોતુ અને એક જ સમયે જુદા જુદા માણસો જુદી જુદી રીતે જીવતા હોય છે. વળી એક જ વ્યક્તિને પણ જુદા જુદા લોકો જુદી જુદી રીતે મુલવતા હોય છે. વ્યક્તિ તેની તે જ હોય પણ જોનારાના ભાવને આધારે તે વ્યક્તિને ક્યારેક કોઈ ઉંદર, કુતરો, સિંહ, મોર, રખડતો માણસ, ઈશ્વર કે બીજું કઈ પણ કહી શકે છે. કહેવાનું તાત્પર્ય તે છે કે વ્યક્તિ વ્યક્તિ જ રહે છે અને પરિસ્થિતિ પ્રમાણે લોકો તેને જુદી જુદી રીતે મૂલવે છે. તો આવો આજે માણીએ શ્રી પન્નાબહેન નાયકની આ ચાબખાછાપ અછાંદસ રચના. તેમનું ઉપનામ ’વિદેશીની’ છે.

ઘરને
ખૂણેખાંચરેથી
ને
બગીચામાંથીય
ભેગા થયેલા કચરાને
ગાર્બેજ બેગમાં ભરી
દોરી બાંધી
રાતે બહાર મૂક્યો હતો
સવારે આવતી
ગાર્બેજ ટ્રક માટે.
ત્યાંની ત્યાં જ પડેલી
બેગોને
સવારે ફંફોસતો હતો
એ નહોતો
આંખો ચુકાવતો ઉંદર
કે
શેરીનો કોઈ રખડતો કૂતરો-
એ તો હતો
કશુંક બબડતો જતો
કોઈ ચીંથરેહાલ માણસ
મારી જેમ જ વસતો
અહીં
સમૃદ્ધ અમેરિકામાં..

સૌજન્ય: વિદેશિની (પન્નાબહેન નાયક)

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , | Leave a comment

વેદાંત – સ્વામી વિવેકાનંદ





Categories: ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, શ્રી રામકૃષ્ણ મીશન, સાહિત્ય, સ્વામી વિવેકાનંદ, Swami Vivekananda | Tags: , | Leave a comment

અરુણાચલ સ્તુતિ – ૨૯


Categories: ચિંતન | Tags: , | Leave a comment

Blog at WordPress.com.