પશુપ્રેમીઓ માટે ખુશ ખબર! (વાઘને અહિંસક બનાવી શકાય છે)

Tiger Temple in Thailand.

Would you like to visit this place ?? This would be my dream come true to visit this place.

This is extraordinary

The tiger temple in Thailand is a place where an extraordinary bond between man and the world’s biggest cats has been formed. The tigers here are so peaceful its almost as if they have accepted Buddhism as their religion. In fact, they even sit for the meditating sessions with the monks and kneel down in front of them as it they are the gurus. The tigers are so docile that the monks have to sometimes train them to fight otherwise they would lose all their power of self protection.

The link started in 1999 when a sick baby tiger, orphaned after poachers shot its mother, was brought to the monks. Within a few years several other tiger cubs similarly orphaned by poachers had arrived. The most amazing thing is none of the cubs turned out ferocious on growing up. The monks believe that these tigers are none other than the former Buddhist disciples who have taken rebirth in the same place.

( e-Mail of a friend )


મિત્રો,
ઘણાં લોકોના માનવા પ્રમાણે પ્રાણીઓ મનુષ્યો કરતા વધારે ઉમદા હોય છે. કેટલાક લોકોનું માનવું છે કે વાઘ પશુપ્રેમીઓ માટે નંબર વન છે. તો આવા લોકોને માટે ખુશ ખબર છે કે વાઘને અહિંસક બનાવી શકાય છે. નીચેના ફોટોગ્રાફ સ્પષ્ટ દર્શાવે છે કે ’વાઘ’ ખુબ પ્રેમાળ પ્રાણી છે, તો ચાલો થાઈલેન્ડના ટાઈગર ટેમ્પલમાં, વાઘને પ્રેમ કરવા જ સ્તો વળી. અને હા જો તમારે આંગણે વાઘ આંટા મારવા આવે તો તેને કાઢી નહીં મુકતા પણ પ્રેમથી ઘરમાં બોલાવીને ખોળામાં સુવરાવીને વહાલ કરવાનું ન ભુલશો!








Categories: જાણવા જેવું | Tags: , , | 8 Comments

Post navigation

8 thoughts on “પશુપ્રેમીઓ માટે ખુશ ખબર! (વાઘને અહિંસક બનાવી શકાય છે)

  1. શ્રી અતુલભાઈ,હું જાનવરોને પ્રેમ કરુ છું પણ જંગલી ,પાલતુ નહીં. અને વાઈલ્ડ લાઈફ પ્રેમીઓ માટે ખુશ ખબર બીજા પણ છે.જર્મનીના સેરેન્ગેરી એનિમલ પાર્કમાં એક શ્વેત વાઘણે ચાર બચ્ચાને જન્મ આપ્યો છે.

  2. શ્રી રાજનીભાઈ,

    તો તો ક્યાંક તમને મારી સાથે પ્રેમ ન થઈ જાય તે ધ્યાન રાખજો. અશોકભાઈએ ભગવદ ગો મંડળમાંથી “આગંતુક” નો એક અર્થ હરાયું ઢોર કરેલો. જો કે હરાયું ઢોર પાલતુ કે જંગલી એકે પ્રાણીની કેટેગરીમાં મુકી ન શકાય તેથી તમે થોડાક જંગલી પ્રાણીઓ તરફથી પાલતુ પ્રાણી તરફ વળો ત્યારે રસ્તામાં મારો ભેટો થશે, તેવે વખતે થોડોક પ્રેમ અમને (માનાર્થે બહુવચન) પણ કરતા જજો. આમેય હરાયા ઢોરને પ્રેમની બહુ જરૂર હોય છે (મોટા ભાગે તો બધા તેને ડંડા મારીને હાંકી કાઢતા હોય છે).

    જો કે મને મારી માણસ તરીકેની ઓળખ જાળવી રાખવી ગમે છે.

    શ્વેત વાઘણે ચાર બચ્ચાને જન્મ આપ્યો તે આનંદના સમાચાર છે વાઘ અને વાઘણને અભિનંદન.

  3. વહાલા અતુલભાઈ,
    મારા બ્લોગ ઉપર “આગંતુક”નો ભેટો થાય છે ત્યારે આપના પ્રત્યેનો પ્રેમમાં વઘારો જ થાય છે.. માણસ તરીકે આપના પ્રત્યે મને સંપુર્ણ માન અને આદર છે.

    • શ્રી ગોવિંદભાઈ,

      આપનો ખૂબ ખૂબ આભાર. માણસને બીજું શું જોઈએ? કોઈ બે શબ્દો વ્હાલના કહે એટલે રાજી રાજી. ભુતકાળમાં “પ્રેમ” એ જ કાયદો હતો અને ભવિષ્યમાં “પ્રેમ” એ જ કાયદો હશે.

  4. શ્રી અતુલભાઇ, આ તો એક અકલ્પનિય સમાચાર શોધી લાવ્યા ભાઇ. શાથેના ચિત્રો જોયા ન હોય તો કદાચ માનવામાં ન આવે. જો કે પ્રાણીમાત્રમાં કુદરતી જ પ્રેમભાવ પણ હોય જ છે, કોઇ હિંસકપ્રાણી પણ તેમાં અપવાદ ન હોય. બાલ્યાવસ્થાથી કેળવાયું હોય તો તેના વર્તનમાં પરિવર્તન જોવા મળે પણ છે. મેં વર્ષો પહેલાં કાંકરિયા પ્રાણીબાગમાં એક સિંહ અને કુતરાને એક જ પાંજરામાં શાથે રહેતા જોયેલા છે. અહીં ગીરમાં એક આપા (કાઠી દરબાર) અને સિંહની મૈત્રીની લોકકથા તો પ્રખ્યાત છે. અરે હાલમાં પણ ગીરમાં ’સિંહમિત્ર’ તરીકે ઓળખાતા શ્રી રમેશ રાવલની સિંહ અને અન્ય વન્યપ્રાણીઓ શાથેની દોસ્તી જાણવા લાયક છે. અને તેઓ તો પાછા કુદરતી (વણકેળવાયેલા) અવશ્થામાં રહેતા હિંસકપ્રાણીઓ જોડે દોસ્તી કરી શકે છે.
    ( http://www.speakbindas.com/the-real-lion-ramesh-raval/ )
    આભાર.

    • શ્રી અશોકભાઈ,

      આખુંયે વિશ્વ પ્રેમથી ટક્યું છે. આ સૃષ્ટિનો જે મુળ આધાર પરમાત્મા, ચૈતન્ય, બ્રહ્મ કે જે કાઈ નામ આપવું હોય તે પ્રેમ સ્વરૂપ છે અને તે જીવો પ્રત્યેના પ્રેમને લીધે તો આ સૃષ્ટિની રચના કરે છે. અત્યારે આ જગત જે થોડું ઘણું યે રહેવા જેવું છે તો તેનું કારણ પ્રેમ છે. વળી પ્રેમ તે કાઈ માત્ર મનુષ્યોનો ઈજારો નથી સમગ્ર જીવસૃષ્ટીમાં અને વનસ્પતિમાં પણ આ પ્રેમ રહેલો છે. એટલું જ નહીં પદાર્થો પણ એકબીજા સાથે આકર્ષાઈને રહે છે તો તેનું કારણ પણ મને તો પ્રેમ જ લાગે છે.

      રમેશભાઈને પ્રત્યક્ષ સાંભળવાનો લ્હાવો મળ્યો હતો. સિંહના અસલ અવાજ કરીને તેમણે રીતસર શ્રોતાઓના રુંવાડા ખડા કરી દીધેલા.

  5. Thanks for sharing this post/message here.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: