Daily Archives: 07/08/2010

હિરોશીમા અને નાગાસાકી – આગંતુક

મિત્રો,

આજે મારી દિકરી આસ્થાએ ૮ માં ધોરણમાં એક નાનકડો પ્રોજેક્ટ કર્યો હતો તેનું પ્રદર્શન તેમની શાળામાં બધા વિદ્યાર્થીઓએ જોવાનું હતું. વિષય હતો “હિરોશીમા અને નાગાસાકી પર અણુબોંબ ત્રાટક્યા પછી થયેલી અસરો”. મેં આસ્થાને ઈન્ટરનેટ ઉપરથી તેના ફોટા તથા લેખ છાપી આપ્યાં. તેણે ઉત્સાહપૂર્વક થર્મોકોલ ઉપર ચોંટાડીને પ્રોજેક્ટ પુરો કરી દીધો. પ્રદર્શન પણ પુરુ થઈ ગયું. પણ મારા મનમાં કેટલાક વિચારો મુકતું ગયું.

* એક દેશની બીજા દેશ ઉપર સરસાઈ કે જીત મેળવવા માટેની આ તે કેવી તમન્ના કે જે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા કે પોતાને સર્વોપરી સાબીત કરવા બીજાનું નિકંદન કાઢી નાખતા પણ ન અચકાય?

* સત્તા, શસ્ત્રો , બુદ્ધિ, જ્ઞાન આ બધું જ જો પ્રેમ વગરનું હશે તો તે બીજાનું અસ્તિત્વ મીટાવી દેતા પણ અચકાશે નહીં.

* પોતાનો જ કક્કો ખરો કરવા માણસ જાત બીજાને યેન કેન પ્રકારે ખોટો સાબીત કરવા મથશે.

* જે માણસના હ્રદયમાં પ્રેમ હશે તે જ માત્ર બીજાના પ્રેમને સમજી શકશે. ભારતે ક’દી પણ કોઈના ઉપર પહેલો પ્રહાર નથી કર્યો કારણ કે સાચો ભારતીય “સહ-અસ્તિત્વની અગત્યતા અને બીજાને પણ જીવવા માટેનો એટલો જ અધીકાર છે તે સમજણ તેના મહા પુરુષો પાસેથી ગળથુંથીમાં લઈને આવે છે.” ઘણા લોકો આ વાતને આપણી મુર્ખાઈ ગણે છે પણ ખરેખર તે બાબત જ આપણી તાકાત છે કે આપણે સમગ્ર વિશ્વને ખરા હ્રદયથી ચાહીએ છીએ.

આવા તો ઘણા ઘણા વિચારો આ એક જ ઘટના વીશે હું જ્યારે જ્યારે વિચારુ છું ત્યારે મારા મનમાં ઉદભવે છે. ભલું થજો આ ભૌતિક દોડધામભરી જીંદગીનું કે આવા અટપટા વિચારો મને વધુ ગમગીન બનાવી દે તે પહેલાં તો ફરી પાછું કામમાં જોતરાઈ જવું પડે છે.

Categories: ચિંતન | Tags: , , | 7 Comments

સફળતાપૂર્વક ભણવા માટેના સૂચનો – સ્વામી નિખિલેશ્વરાનંદ


Categories: શ્રી રામકૃષ્ણ મીશન, સાહિત્ય | Tags: | Leave a comment

અરુણાચલ સ્તુતિ – ૧૩


Categories: ચિંતન | Tags: , | Leave a comment

Blog at WordPress.com.