ભાવનગરમાં યોજાયો ગુરુ વંદના કાર્યક્રમ – કવિતા જાની

મિત્રો અને સ્વજનો,

• તા. ૨૫ જુલાઈ ૨૦૧૦ ના રોજ ગુરુ પુર્ણિમા ના પાવન દિવસે ભાવનગરમાં સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન શ્રી યશવંતરાય નાટ્યગૃહમાં ’ગુરુ વંદના’ કાર્યક્રમ યોજાઈ ગયો.

• શ્રી નીશીથભાઈ મહેતા સંચાલિત ‘Centre for Excellence’ દ્વારા આયોજીત કાર્યક્રમમાં સહુ પ્રથમ દર્શકોનું સ્વાગત કરતા શ્રી છાંયાબહેને ગુરુનું શું મહત્વ છે તેના વીશે વક્તવ્ય આપેલ.

• અતિથી વિશેષ કલાગુરુ શ્રી ધરમશીભાઈ શાહ તથા શ્રી નંદકુંવરબા કન્યા વિદ્યાલયના આચાર્યા શ્રી અંજનીદેવીનું પુષ્પગુચ્છથી અભીવાદન કરવામાં આવ્યું.

• ચાર જુદી જુદી કલા સંસ્થાઓના કલાગુરુઓ ૧. ધરમશીભાઈ શાહ ૨. કાજલબહેન મૂળે ૩. મુરલીબહેન મેઘાણી તથા ૪. વિનિતાબહેન ઝાલા નું શ્રી અંજનીદેવીએ શાલ ઓઢાડીને સન્માન કર્યું.

• કાર્યક્રમની શરૂઆત કલાક્ષેત્રની વિદ્યાર્થીનીઓ દ્વારા જગદ્જનની જગદંબાના વિવિધ સ્વરૂપો રજુ કરતી કૃતિ કથ્થકના તોડા દ્વારા અભીવ્યક્ત કરીને કરવામાં આવી.

• હર્ષાબહેન શુક્લની વિદ્યાર્થીનીઓ દ્વારા ’જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે’ ગીત ઉપર ભારતનાટ્યમ દ્વારા રજુઆત કરવામાં આવી.

• કાજલબહેન મૂળેની વિદ્યાર્થીનીઓ દ્વારા ’એકલવ્યનો ગુરુપ્રેમ’ વિષય પર નૃત્ય નાટીકા રજુ કરવામાં આવી.

• મુરલીબહેન મેઘાણીની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર કથ્થક નૃત્ય રજૂ કરવામાં આવ્યું. કથ્થકના તોડા, મૃંદગનો તાલ અને સંગીતની સરગમના ત્રીવેણી સંગમે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

• વિનિતાબહેન ઝાલાની વિદ્યાર્થીનીઓ (જેમાં અમારી દીકરી આસ્થા પણ સામેલ છે) દ્વારા મીરાબાંઈના પદ “બરસે બદરીયા સાવનકી” પર કથ્થકના તોડા, મૃંદંગના તાલ અને સંગીતની સરગમના સુમેળ-સભર ભાવવાહી રજુઆત દ્વારા દર્શકો રસતરબોળ થઈ ગયા હતા અને સમગ્ર યશવંતરાય નાટ્યગૃહ હર્ષનાદ અને તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું હતું.

• કાજલબહેન મૂળેએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

• કાર્યક્રમ અંગે પોતાનો પ્રતિભાવ દર્શાવતા સિલ્વર બેલ્સના આચાર્યા શ્રી અમરજ્યોતિ બહેને ગદગદ કંઠે કહ્યું હતું કે આ સમગ્ર કાર્યક્રમે મારા ઉપર કોઈ અજબ ભુરકી છાંટી દીધી હોય તેમ લાગ્યું અને હું મંત્રમુગ્ધ થઈ ગઈ હતી.

• શ્રી નિશીથભાઈ મહેતાએ આ કાર્યક્રમ ’ગુરુ વંદના’ માં કઈ રીતે ફેરવાઈ ગયો તે વીશે આનંદપુર્વક રજુઆત કરી હતી.

• આભારવિધી બાદ કાર્યક્રમને પુર્ણ જાહેર કરવામાં આવ્યો અને પ્રેક્ષકો એક અજબ ભાવજગતને પોતાના હ્રદયની અંદર કંડારીને વીખરાયા હતા.

Categories: આધ્યાત્મિક કાર્યક્રમો, કલા / સંગીત / નૃત્ય / નાટક, ભારતિય સંસ્કૃતિ | Tags: , | 4 Comments

Post navigation

4 thoughts on “ભાવનગરમાં યોજાયો ગુરુ વંદના કાર્યક્રમ – કવિતા જાની

 1. જયેન્દ્ર ઠાકર

  પ્ર્સન્ગ ગુરુ પુર્ણિમાનો હતો. આમણે આ કર્યુ અને તેમણે તે કહ્યુ. આ જાણવાથી ફયદો શુ? આમા ગુરુ મહિમા વિશે કશી ખબર ના પડી આ તો જાહેરાત થઈ.

  • જયેન્દ્રભાઈ,
   અહીં ગુરુ મહિમા વીશે જણાવવાનો ઉદ્દેશ્ય ન હતો. ગુરુ મહિમા વીશે તો આપણા દેશમાં પુસ્તકાલય ભરાય તેટલા ગ્રંથો છે. પણ અહીં ગુરુવંદના કલાના માધ્યમ દ્વારા ભાવેણાવાસીઓએ કેવી રીતે કરી તે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

   પ્રતિભાવ બદલ ધન્યવાદ.

 2. જયેન્દ્ર ઠાકર

  અતુલભાઈઃ

  વિન્નતિઃ
  થોડા સમય પહેલા અર્વાચીન યુગમા મહિલાઓ અને સફળતાનુ રહસ્ય – સર્વાન્ગી
  વ્યક્તિત્વ વિકાસ આ બે પુસ્તકો તમે બ્લોગમા મુક્યા હતા. આ પુસ્તકો પુરા થઈ ગયા કે શુ?
  જયેન્દ્ર ઠાકર

 3. જયેન્દ્રભાઈ,
  તે પુસ્તકો મારા ધ્યાનમાં છે. તેનો થોડો અંશ પ્રગટ કરવાનો બાકી છે, જે હવે ટુંક સમયમાં રજુ કરવાનો પ્રયત્ન કરીશ. વચ્ચે મારે ૮ દિવસ રાણાવાવ શિબિર માટે જવાનું થયું હોવાથી સમય નહોતો મળ્યો. વળી લગભગ ૫૦૦ થી વધારે સોફ્ટવેરના ગ્રાહકો સંભાળવાના હોવાથી નાનુ મોટું કામ સતત રહ્યાં કરતું હોય છે. તેમ છતાં આપ જેવા શુભેચ્છકો અને વાચકોની લાગણીને લઈને કાઈને કાઈ સારુ સાહિત્ય શોધીને બ્લોગ ઉપર મુકવાનું મન થયા કરે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: