Daily Archives: 16/07/2010

અખંડ વરને બેની હું વરી

રાગ:- જગમાં વેરી એનું કોઈ નહીં

અખંડ વરને બેની હું વરી, સખી મારા કારજ સર્વે સર્યા
“પ્રિતમ” સાથે બાંધી પ્રીતડી, મારા દિલ દુ:ખ ટળ્યા – અખંડ…

અખંડ હેવાતણ અમને આપ્યાં, અખંડ સૌભાગી કર્યા
પ્રિતુ રે પુરવની વાલે પારખી, નાથજીએ નેણે નીરખ્યાં – અખંડ…

તપ રે તીરથ બેની મેં બહુ કર્યા, દાનમાં દિલ ધર્યા
સંતના ચરણ સખી મેં સેવ્યા, ફળ મારા પુણ્યના ફળ્યા – અખંડ…

સોયલા થઈ રહેશું શ્યામ સાથમાં, ચરણોના શોભાગી કર્યા
પ્રાણ સમ પ્રીતમને બેની પાળશું, ચરણમાં શીર્ષ અર્પયા – અખંડ…

જુગ જુગ અમને જીવાડ્યાં, પ્રીતમે પોતાના કરી રાખ્યાં
’અમર’ ઓઢાડી ભજનપ્રકાશને ઓઢણી, હરિએ આવાગમન હર્યા – અખંડ…

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભજનામૃત વાણી | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.