મિત્રો,
’રવિ નાયર’ નામની વ્યક્તિ વીશે, તેમના કુંટુંબ વીશે, તેમની પ્રવૃત્તિ વીશે, તેમના જન્મ સ્થળ અને તેમની વ્યવસાયીક પદ્ધતિઓ વીશે જેમને માહિતિ હોય તેમને આપવા વિનંતી. બ્લોગ જગત અને વાસ્તવિક જગતમાં તેમના યોગદાન વીશે એક વિસ્તૃત લેખ લખવાની ઈચ્છા હોવાથી આ માહિતિની તાત્કાલીક જરૂર છે.
Daily Archives: 12/07/2010
’રવિ નાયર’ વીશે માહિતિ આપો
સફળતા (યુવાવર્ગ સાથે પ્રશ્નોત્તરી 3) – સ્વામી નિખિલેશ્વરાનંદ
Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, શ્રી રામકૃષ્ણ મીશન, સાહિત્ય
Tags: પ્રશ્નોત્તરી, યુવાવર્ગ, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી
Leave a comment
હરિનો મારગ – પ્રીતમ
રાગ: છાયા ખમાજ – ત્રિતાલ
હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને … (ધ્રુવ)
સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને …
મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને.
પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.
માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને …
રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;
“પ્રીતમ”ના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને.