તા.૧૦ જુલાઈ ૨૦૧૦,
ભાવનગર.
ગઈ કાલનો દિવસ અમારી પુત્રી આસ્થા માટે કલાક્ષેત્રે પા પા પગલી ભરવા માટે અગત્યનો રહ્યો. સવારે તેણે સ્વામીનારાયણ ગુરુકુળ શાળામાં યોજાયેલી ગીત ગાયન સ્પર્ધામાં ૨૫ સ્પર્ધકો દ્વારા ગવાયેલ ગીતમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો. તેણે એક બાળગીત – વર્ષાગીત રજુ કરેલ જેના શબ્દો કાઈક આવા હતા;
પરરંમ પમ પમ , પરરંમ પમ પમ આ…..
શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ સંસ્થા શિક્ષણ ઉપરાંત, રમત-ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, CBSE (અંગ્રેજીનું શિક્ષણ) તથા વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં રસ ધરાવતી એક અગ્રગણ્ય સંસ્થા છે.
આ ઉપરાંત આજ તારીખે કલાગુર્જરી (ગાંધીનગર) ના યજમાન પદે યોજાયેલ અને કલાગુર્જરી (ભાવનગર) દ્વારા રજુ કરવામાં આવેલ સાંસ્કૃતિક અને ભારતીય સંસ્કૃતિની લગ્ન પરંપરામાં રહેલા ઉદાત્ત ભાવોને રજુ કરતી નૃત્ય નાટીકા “સાજન બેઠું માંડવે..” માં પાંચ જુદા જુદા નૃત્યોમાં ભાગ લીધેલો. તેના શબ્દો કાઈક આવા હતા.
૧. ભર જોબનીયામાં બેઠા
૨. માંડવડે..
૩. પાંચપડા મોતીડે બંધાવ્યા
૪. માતા રાંદલ આવોને મારે આંગણે
૫. પીઠી ચોળો પીઠી રે
આમ હવે આસ્થા પોતાના શૈક્ષણીક અભ્યાસ ઉપરાંત કલાક્ષેત્રે પણ પોતાનું પ્રદાન આપી રહી છે. કલા ગુર્જરી (ભાવનગર) તે નૃત્ય, ગાયન, વાદન, નાટક વગેરે દ્વારા સમાજમાં સુવ્યવસ્થા સ્થાપવા માટે વર્ષોથી ઉત્તમ કાર્ય કરી રહી છે. આ સંસ્થાના ધરોહર શ્રી સંતોષભાઈ કામદારનો આ સંસ્થાને સતત ધબકતી રાખવા માટેનો ભગીરથ પુરુષાર્થ જ આ સંસ્થાને ઉત્તરોત્તર વધુને વધુ ગૌરવવંતુ સ્થાન અપાવવા માટે કારણભુત છે. આ સંસ્થાના પ્રોત્સાહન દ્વારા ભુતકાળમાં ઘણા નામી કલાકારોને ટેકો મળ્યો છે અને ઘણાં નવા કલાકારો ઉછરી રહ્યાં છે.