Daily Archives: 11/07/2010
સફળતા (યુવા વર્ગના પ્રશ્નો – ૨) – સ્વામી નિખિલેશ્વરાનંદ
કલા ક્ષેત્રે આસ્થાની પા પા પગલી – આગંતુક
તા.૧૦ જુલાઈ ૨૦૧૦,
ભાવનગર.
ગઈ કાલનો દિવસ અમારી પુત્રી આસ્થા માટે કલાક્ષેત્રે પા પા પગલી ભરવા માટે અગત્યનો રહ્યો. સવારે તેણે સ્વામીનારાયણ ગુરુકુળ શાળામાં યોજાયેલી ગીત ગાયન સ્પર્ધામાં ૨૫ સ્પર્ધકો દ્વારા ગવાયેલ ગીતમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો. તેણે એક બાળગીત – વર્ષાગીત રજુ કરેલ જેના શબ્દો કાઈક આવા હતા;
પરરંમ પમ પમ , પરરંમ પમ પમ આ…..
શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ સંસ્થા શિક્ષણ ઉપરાંત, રમત-ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, CBSE (અંગ્રેજીનું શિક્ષણ) તથા વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં રસ ધરાવતી એક અગ્રગણ્ય સંસ્થા છે.
આ ઉપરાંત આજ તારીખે કલાગુર્જરી (ગાંધીનગર) ના યજમાન પદે યોજાયેલ અને કલાગુર્જરી (ભાવનગર) દ્વારા રજુ કરવામાં આવેલ સાંસ્કૃતિક અને ભારતીય સંસ્કૃતિની લગ્ન પરંપરામાં રહેલા ઉદાત્ત ભાવોને રજુ કરતી નૃત્ય નાટીકા “સાજન બેઠું માંડવે..” માં પાંચ જુદા જુદા નૃત્યોમાં ભાગ લીધેલો. તેના શબ્દો કાઈક આવા હતા.
૧. ભર જોબનીયામાં બેઠા
૨. માંડવડે..
૩. પાંચપડા મોતીડે બંધાવ્યા
૪. માતા રાંદલ આવોને મારે આંગણે
૫. પીઠી ચોળો પીઠી રે
આમ હવે આસ્થા પોતાના શૈક્ષણીક અભ્યાસ ઉપરાંત કલાક્ષેત્રે પણ પોતાનું પ્રદાન આપી રહી છે. કલા ગુર્જરી (ભાવનગર) તે નૃત્ય, ગાયન, વાદન, નાટક વગેરે દ્વારા સમાજમાં સુવ્યવસ્થા સ્થાપવા માટે વર્ષોથી ઉત્તમ કાર્ય કરી રહી છે. આ સંસ્થાના ધરોહર શ્રી સંતોષભાઈ કામદારનો આ સંસ્થાને સતત ધબકતી રાખવા માટેનો ભગીરથ પુરુષાર્થ જ આ સંસ્થાને ઉત્તરોત્તર વધુને વધુ ગૌરવવંતુ સ્થાન અપાવવા માટે કારણભુત છે. આ સંસ્થાના પ્રોત્સાહન દ્વારા ભુતકાળમાં ઘણા નામી કલાકારોને ટેકો મળ્યો છે અને ઘણાં નવા કલાકારો ઉછરી રહ્યાં છે.
ભાવ ભર્યો ભક્તિ માર્ગ – ૯૧ થી ૧૦૦
મિત્રો,
હવેથી આપણે પરમાત્માને પામવાના ભક્તિમાર્ગ વીશે જોઈશું. આ ભક્તિ શતક માં કુલ ૧૦૦ દોહરા છે. નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવના સુક્ષ્મ ચેતનામય બની ગયેલા પ્રાત: સ્મરણીય, પરમ પૂજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજે તેની રચના કરી છે. પૂજ્ય સ્વામીજીએ બાહ્ય શાળાનું કશું શિક્ષણ લીધું નહોતું, પરંતુ તેમના અંતરનો એક તાર હંમેશા પ્રભુ સાથે જોડાયેલો રહેતો. તેમની ભાષામાં વ્યાકરણ, જોડણી વગેરની ઘણી જ અશુદ્ધિ છે પરંતુ તેમનું નિર્મળ હ્રદય અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું.
દોહરો 91 વધુ વાંચવા માટે આગળ..
દોહરો 92 વધુ વાંચવા માટે આગળ..
દોહરો 93 વધુ વાંચવા માટે આગળ..
દોહરો 94 વધુ વાંચવા માટે આગળ..
દોહરો 95 વધુ વાંચવા માટે આગળ..
દોહરો 96 વધુ વાંચવા માટે આગળ..
દોહરો 97 વધુ વાંચવા માટે આગળ..
દોહરો 98 વધુ વાંચવા માટે આગળ..
દોહરો 99 વધુ વાંચવા માટે આગળ..
દોહરો 100 વધુ વાંચવા માટે આગળ..
સખી,
આ રીતે “ભક્ત”એ ભાવ ભર્યા ભક્તિ માર્ગે ભક્તિ કરતા કરતા ઈશ્વરને પ્રાપ્ત કર્યા. આજે અહીં ભક્ત અને ભગવાનનું મધુર મીલન થયું અને “ભાવ ભર્યો ભક્તિ માર્ગ” પુર્ણ થયો. સાધક સાધના કરતા કરતા સાધક મટીને સિદ્ધ થયો જેવી રીતે “મીરાં” શ્રીકૃષ્ણમાં સમાઈ જાય છે તેવી રીતે “ભકત” પોતાના ઈષ્ટ – પ્રેમીમાં સમાઈ ગઈ.