કલા ગુર્જરી (ભાવનગર) દ્વારા ગાંધીનગર માં કાર્યક્રમ

સખી અને મિત્રો,
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે આજે અમારી દિકરી ચી. આસ્થા અતુલભાઈ જાની, કલાકારોને પ્રોત્સાહન અને આગળ ધપવામાં મદદ કરતી ભાવનગરની પ્રતિષ્ઠીત સંસ્થા “કલા ગુર્જરી” દ્વારા નીર્મીત નૃત્ય નાટીકા “સાજન બેઠું માંડવે…..” માં ભાગ લેવા જઈ રહી છે. આ કાર્યક્રમની વિગત નીચે પ્રમાણે છે.


સ્થળ: ટાઉન હોલ, ગાંધીનગર
તારીખ: ૧૦/૭/૨૦૧૦

પ્રવાસ સૂચિ

પ્રસ્થાન: સવારે ૧૧ કલાકે, શ્રીજી રેસ્ટોરન્ટસ, ઘોઘાસર્કલ થી પ્રાઈવેટ બસ દ્વારા ગાંધીનગર જવા રવાના

હળવું ભોજન : બપોર ૧:૦૦ કલાકે, બસમાં

ટાઉન હોલ, ગાંધીનગર પહોંચવાનો અંદાજીત સમય: બપોરે ૪:૦૦ કલાકે

હળવો નાસ્તો: સાંજે ૭ કલાકે

નૃત્ય નાટીકા – લગ્ન ગીતો, આકર્ષક વેશભૂષા તથા મનમોહક રજૂઆત (મુખ્ય કાર્યક્રમ – “સાજન બેઠું માંડવે…..”) : રાત્રે ૯:૧૫ કલાક થી …..

ભોજન: રાત્રે ૧૨:૩૦ કલાકે

ભાવનગર પરત આવવા રવાના: રાત્રે ૧:૧૫ કલાકે

ભાવનગર પહોંચવાનો અંદાજીત સમય: સવારે ૫:૩૦ કલાકે, શ્રીજી રેસ્ટોરન્ટ ઘોઘાસર્કલ મુકામે…

વાલીઓને સુચના:- આપના બાળકોને કિંમતી ઘરેણાં પહેરાવી મોકલશો નહીં

સંપર્ક નંબર:
મિતુલ રાવલ: ૯૮૨૫૩૨૬૫૩૨
જ્વલંત ભટ્ટ: ૯૮૨૫૨૦૭૧૭૮
નીરવ પંડ્યા: ૯૮૨૫૦૧૨૫૪૨

Categories: ઉદઘોષણા, કલા / સંગીત / નૃત્ય / નાટક, ભારતિય સંસ્કૃતિ, સમાચાર | Tags: , | 8 Comments

Post navigation

8 thoughts on “કલા ગુર્જરી (ભાવનગર) દ્વારા ગાંધીનગર માં કાર્યક્રમ

 1. ચી. આસ્થાને અભિનંદન અને સુંદર પર્ફોર્મન્સ આપી ગુજરાત, ભાવનગર અને કુટુંબનું નામ ઉજાળે તેવા આર્શિવાદ.

  • શ્રી અશોકભાઈ,

   આમ તો આસ્થા જન્મી ત્યારથી જ ઈશ્વરના આશિર્વાદ લઈને આવી છે.

   તમારા આર્શિવાદ પણ તેને જરૂર પહોંચાડી આપીશ.

  • શ્રી અશોકભાઈ,

   મનુષ્યત્વ અને પશુત્વની લડાઈમાં નાનકડી બાળાઓને સંડોવવા ની કુચેષ્ટા જોઈને ગ્લાની થઈ. અમે તો શ્રદ્ધા દિકરીને હ્રદયથી અભિનંદન આપ્યા હતા અને છે. કદિ આવા આર્શિવાદ નથી આપ્યાં જેની ખાસ નોંધ લેવી.

   • અશોક મોઢવાડીયા

    માન. અતુલભાઇ.
    લાગે છે કે આપને અમારૂં આપના બ્લોગ પર આવવું પસંદ નથી. કદાચ આપને કોઇ ગલતફહેમી હોય શકે. એક મીત્ર અને શાથી બ્લોગરના નાતે એક બીજાને સારા પ્રસંગોએ સદ્‌ભાવનાના આદાન પ્રદાનમાં આપને શું કુચેષ્ટા જણાઇ તે સમજાયું નહીં. ભીમાભગત પ્રત્યેના અમારા સ્વાભાવિક પૂજ્યભાવને કારણે આપ પ્રત્યે અમને વિશેષ લાગણી થઇ. મિત્રતા અને સુવિચારોનું આદાન પ્રદાન તથા ભાગદોડ ભર્યા વ્યવસાઇક જીવનમાં થોડી હળવાશ એ અમારો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે, કદાચ આપને કોઇ કારણોસર અમારો ઉદ્દેશ કંઇ અલગ લાગ્યો હોય તેવું જણાય છે. અમે જે હોય તે ચોખ્ખું બોલવાવાળા અને સાંભળવાવાળા છીએ, તો આપને કોઇ રોષ હોય તે સ્પષ્ટ જણાવશો. બાકી અમે ગૌરવપૂર્વક મિત્રતા કરનાર અને મિત્રને પસંદ ના આવે તો આભાર માની વિદાય લેનાર છીએ. આપનો પણ આભાર માનીએ છીએ.

    • શ્રી અશોકભાઈ,

     અમારા બ્લોગ ઉપર સર્વનું સ્વાગત જ છે. આપ તો વળી વિશેષ સ્નેહી છો, બાપુજીને લીધે જ સ્તો વળી.
     એક વાત મને જે આપની લેખન પદ્ધતીમાં જોવા મળી તે ઈરાદાપુર્વકની શબ્દોમાં ભુલો.

     તમે ધ્યાનથી જોશો તો આપને સમજાશે કે
     આશિર્વાદ – અ અ સ હ ઇ ર વ અ અ દ
     અને
     આર્શિવાદ – અ અ ર સ હ ઇ વ અ અ દ
     માં શું ફેર છે

     અક્ષરમાં થોડોક ફેર કરવાથી અર્થ ફરી જાય છે. કદાચ આપને ખબર હશે કે વીશ નું વીશયા કરવાથી કેટલો ફેર પડે. મરણ અને જીવન જેટલો.

     વાત જ્યારે મારી કે તમારી દિકરીની હોય ત્યારે આવી જોડણી ભૂલો તરફ ધ્યાન દોરવું અનિવાર્ય છે. કારણકે દિકરી “તેજની કટાર” હોય છે, તેના લાલન પાલનમાં મા-બાપ પોતાનો જીવ રેડી દેતા હોય છે.

     બાકી બ્લોગ ઉપર હંમેશા આપનું અને સર્વનું સ્વાગત છે. પણ અમુક બાબતમાં ઈરાદાપૂર્વકની કે અજાણતા થયેલી મજાક હું સ્વીકારી નથી શકતો.

     આપનો ખુબ ખુબ આભાર.

     આપનું ગૌરવ અમે હંમેશા જાળવવા પ્રયાસ કર્યો છે, તેમ છતાં ક્યાંક ક્ષતિ થયેલ જણાઈ હોય તો ભૂલ ચુક માફ કરશો.

 2. સર્વ હાર્દિક સુભેચ્છાઓ

 3. શ્રી દવેસાહેબ,

  સુભ-ઈચ્છાઓ સબ્દ નો સુ અર્ટ તાય ચે તે મને કબર નઠી.

  હમણાં રાજકારણની વાતો બહુ નથી કરતા, કાઈ નવો પ્રોજેક્ટ હાથમાં લીધો છે? પ્રવીણભાઈ ભટ્ટે યાદી આપી છે.

 4. અશોક મોઢવાડીયા

  શ્રી અતુલભાઇ, નમસ્કાર. આ તબક્કે આ ચર્ચા અહીં ન થઇ હોત તો સારૂં હતું, પરંતુ અમારે માટે દુઃખદ વાત છે કે થઇ.
  જો કે આપે જ્ઞાનસભર ચર્ચા કરી અને અમને પ્રેરણા આપી છે. અહીં એક આડવાત કરી લઉં તો, આપે જણાવ્યું કે, ” ઈરાદાપુર્વકની શબ્દોમાં ભુલો.” અને “ઈરાદાપૂર્વકની કે અજાણતા થયેલી મજાક હું સ્વીકારી નથી શકતો.” તો અહીં ન તો અમે ઇરાદાપૂર્વક ભુલો કરી છે કે ન તો કોઇ પ્રકારની મજાક. રહી વાત શબ્દાર્થની તો એ વ્યાકરણની ભુલ તો ગણાય જ જેની અમે ક્ષમા માંગીએ છીએ. જો કે આપે શબ્દાર્થને બદલે અમારી કહેવાની ભાવના સમજી હોત તો વધુ આનંદ થાત. આ શબ્દ બાબતે નીચે થોડું સંશોધન આપ્યું છે જે કદાચ અમારી ભુલનું કારણ દર્શાવશે.

  શબ્દકોષમાં ક્યાંય ’આર્શિવાદ’ કે ’આશિર્વાદ’ શબ્દનો સારો-ખરાબ અર્થ છે જ નહીં !
  (http://www.bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=આર્શિવાદ&type=1&key=false&page=0)

  ભગવદ્‌ગોમંડલ મુજબ સાચો શબ્દ છે ’આશીર્વાદ’ (http://www.bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=આશીર્વાદ&type=1&key=false&page=0)

  તે છતાં વ્યવહારમાં લગભગ બધાજ વર્તમાનપત્રો અને કેટલાયે સાહિત્યકારોના લેખોમાં ’આર્શિવાદ’ શબ્દ પણ (જો કે જોડણીભુલ શાથે પરંતુ તેના શુભ અર્થમાં જ) વપરાયો છે. આથી અમે પણ હંમેશમુજબ તે જ શબ્દ નિર્દોષતાપૂર્વક વાપર્યો હતો. જો કે તે જોડણીભુલ તો છે જ, અને માટે અમે ક્ષમા માંગીએ છીએ. આભાર.
  (http://www.google.co.in/#q=%E0%AA%86%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6&hl=en&ei=Glc7TP2nHZeXkQXk-9WeAw&start=0&sa=N&fp=737118c56bfc3e2b)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: