Daily Archives: 10/07/2010

કલા ગુર્જરી (ભાવનગર) દ્વારા ગાંધીનગર માં કાર્યક્રમ

સખી અને મિત્રો,
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે આજે અમારી દિકરી ચી. આસ્થા અતુલભાઈ જાની, કલાકારોને પ્રોત્સાહન અને આગળ ધપવામાં મદદ કરતી ભાવનગરની પ્રતિષ્ઠીત સંસ્થા “કલા ગુર્જરી” દ્વારા નીર્મીત નૃત્ય નાટીકા “સાજન બેઠું માંડવે…..” માં ભાગ લેવા જઈ રહી છે. આ કાર્યક્રમની વિગત નીચે પ્રમાણે છે.


સ્થળ: ટાઉન હોલ, ગાંધીનગર
તારીખ: ૧૦/૭/૨૦૧૦

પ્રવાસ સૂચિ

પ્રસ્થાન: સવારે ૧૧ કલાકે, શ્રીજી રેસ્ટોરન્ટસ, ઘોઘાસર્કલ થી પ્રાઈવેટ બસ દ્વારા ગાંધીનગર જવા રવાના

હળવું ભોજન : બપોર ૧:૦૦ કલાકે, બસમાં

ટાઉન હોલ, ગાંધીનગર પહોંચવાનો અંદાજીત સમય: બપોરે ૪:૦૦ કલાકે

હળવો નાસ્તો: સાંજે ૭ કલાકે

નૃત્ય નાટીકા – લગ્ન ગીતો, આકર્ષક વેશભૂષા તથા મનમોહક રજૂઆત (મુખ્ય કાર્યક્રમ – “સાજન બેઠું માંડવે…..”) : રાત્રે ૯:૧૫ કલાક થી …..

ભોજન: રાત્રે ૧૨:૩૦ કલાકે

ભાવનગર પરત આવવા રવાના: રાત્રે ૧:૧૫ કલાકે

ભાવનગર પહોંચવાનો અંદાજીત સમય: સવારે ૫:૩૦ કલાકે, શ્રીજી રેસ્ટોરન્ટ ઘોઘાસર્કલ મુકામે…

વાલીઓને સુચના:- આપના બાળકોને કિંમતી ઘરેણાં પહેરાવી મોકલશો નહીં

સંપર્ક નંબર:
મિતુલ રાવલ: ૯૮૨૫૩૨૬૫૩૨
જ્વલંત ભટ્ટ: ૯૮૨૫૨૦૭૧૭૮
નીરવ પંડ્યા: ૯૮૨૫૦૧૨૫૪૨

Categories: ઉદઘોષણા, કલા / સંગીત / નૃત્ય / નાટક, ભારતિય સંસ્કૃતિ, સમાચાર | Tags: , | 8 Comments

કોણ તમે

રાગ: ખમા જ – એકતાલ

કોણ તમે બજાવી નવીન રાગે રે
ભારતની પ્રાણ વીણા…કોણ તમે
મધુર ઝંકારે મુગ્ધ જગત
ચકિત થઈ ગાય વંદના…કોણ તમે

લલિત છંદે ગભીર મન્દ્રે
પ્રસરી છે તાન રન્દ્રેરન્દ્રે,
જાગ્યું રે સુપ્ત લુપ્ત ગૌરવ
ભારતવર્ષ દીન આ…કોણ તમે

હિમાદ્રિ શિખરે જલનિધિ તીરે
પૂર્વ પશ્ચિમે દિગ દિગંતે,
વેદાંત મહિમાના પ્રચારે
વર્ણન નહિ સીમા…કોણ તમે

ગુરુપદે મન પ્રાણ સમર્પણ
મહાજોગી વેષ કર્યો રે ધારણ,
જ્ઞાન ભક્તિ યોગ જીવ સેવા વ્રત
કર્યો રે ઉદ્દીપન…કોણ તમે

*****

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભારતિય સંસ્કૃતિ | Tags: | Leave a comment

Blog at WordPress.com.