Daily Archives: 04/07/2010

સફળતાનું રહસ્ય – સ્વામી નિખિલેશ્વરાનંદ


Categories: ચિંતન, શ્રી રામકૃષ્ણ મીશન, સાહિત્ય | Tags: | 2 Comments

ભાવ ભર્યો ભક્તિ માર્ગ – ૫૧ થી ૬૦

મિત્રો,
હવેથી આપણે પરમાત્માને પામવાના ભક્તિમાર્ગ વીશે જોઈશું. આ ભક્તિ શતક માં કુલ ૧૦૦ દોહરા છે. નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવના સુક્ષ્મ ચેતનામય બની ગયેલા પ્રાત: સ્મરણીય, પરમ પૂજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજે તેની રચના કરી છે. પૂજ્ય સ્વામીજીએ બાહ્ય શાળાનું કશું શિક્ષણ લીધું નહોતું, પરંતુ તેમના અંતરનો એક તાર હંમેશા પ્રભુ સાથે જોડાયેલો રહેતો. તેમની ભાષામાં વ્યાકરણ, જોડણી વગેરની ઘણી જ અશુદ્ધિ છે પરંતુ તેમનું નિર્મળ હ્રદય અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું.


દોહરો 51 વધુ વાંચવા માટે આગળ..

દોહરો 52 વધુ વાંચવા માટે આગળ..

દોહરો 53 વધુ વાંચવા માટે આગળ..

દોહરો 54 વધુ વાંચવા માટે આગળ..

દોહરો 55 વધુ વાંચવા માટે આગળ..

દોહરો 56 વધુ વાંચવા માટે આગળ..

દોહરો 57 વધુ વાંચવા માટે આગળ..

દોહરો 58 વધુ વાંચવા માટે આગળ..

દોહરો 59 વધુ વાંચવા માટે આગળ..

દોહરો 60 વધુ વાંચવા માટે આગળ..

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભાવ ભર્યો ભક્તિ માર્ગ | Leave a comment

ભાવનગરમાં વરસાદ અને રથયાત્રાની ચાલી રહેલી તડામાર તૈયારી

તા.૪/૭/૨૦૧૦
ભાવનગર.

ભાવનગરમાં ગઈ કાલે રાત્રે થોડા પવન અને વીજ ચમકાર સાથે શરુ થયેલ વરસાદ આખી રાત ધીમી ધારે ધરતીને ભીંજવતો રહ્યો. સવારે ઉઠીને જોયું તો ચારે બાજુ ખુશનુમા વાતાવરણ અને માટીમાંથી આવતી મહેકથી દિશાઓમાં ઉલ્લાસ વ્યાપી ગયો છે.

ચાર દિવસ પહેલાં જ અમદાવાદથી ભાવનગરમાં નવો રથ રથયાત્રા માટે આવી ગયો છે. આ રથયાત્રાનું ભાવનગરમાં ખુબ જ મહત્વ છે. તેમાં શ્રી કૃષ્ણ, બલરામજી તથા બહેન સુભદ્રા એક જ રથમાં સાથે બેસીને નગરચર્યા કરીને લોકોને દર્શન આપશે. શ્રીકૃષ્ણ તથા બલરામ ની સાથે સાથે સુભદ્રાજીનું બહુમાન કરતો આ ઉત્સવ ઘણો જ વિરલ ગણાય છે. આ રથયાત્રા ગુજરાતમાં અમદાવાદ પછીની સહુથી મોટી રથયાત્રા હોય છે. નગરજનો સહુ પોતાના ઘરમાંથી બહાર આવીને આ બંધુઓ અને ભગીનીના દર્શન કરવા ઉમટી પડે છે. તેમના દર્શન કરીને અને પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે. વાતાવરણ “જય રણછોડ – માખણ ચોર”, “હાથી,ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી” વગેરે જયઘોષથી ગાજી ઉઠશે.

અષાઢી બીજના દીવસે નીકળનારી આ રથયાત્રા માટે આયોજકો તનતોડ મહેનત કરી રહ્યાં છે.

Categories: ભારતિય સંસ્કૃતિ | Tags: , , , | Leave a comment

Blog at WordPress.com.