Daily Archives: 27/06/2010

નસીબ ? – ફાધર વાલેસ

મિત્રો,
આ લેખ ફાધર વાલેસ ના ભર જુવાની નામના પુસ્તકમાંથી લેવામાં આવેલ છે.
Categories: સાહિત્ય | Tags: , | 1 Comment

ભાવ ભર્યો ભક્તિ માર્ગ – ૧૭

મિત્રો,
હવેથી આપણે પરમાત્માને પામવાના ભક્તિમાર્ગ વીશે જોઈશું. આ ભક્તિ શતક માં કુલ ૧૦૦ દોહરા છે. નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવના સુક્ષ્મ ચેતનામય બની ગયેલા પ્રાત: સ્મરણીય, પરમ પૂજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજે તેની રચના કરી છે. પૂજ્ય સ્વામીજીએ બાહ્ય શાળાનું કશું શિક્ષણ લીધું નહોતું, પરંતુ તેમના અંતરનો એક તાર હંમેશા પ્રભુ સાથે જોડાયેલો રહેતો. તેમની ભાષામાં વ્યાકરણ, જોડણી વગેરની ઘણી જ અશુદ્ધિ છે પરંતુ તેમનું નિર્મળ હ્રદય અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું.


સખી શું કરું હું ક્યા વસુ – સૌ વિપરીત કરે વાત;
દિલાસો આપે ન કો દિલથી – કરે ન સાચી વાત.

વધુ વાંચવા માટે આગળ..

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભાવ ભર્યો ભક્તિ માર્ગ | Tags: | Leave a comment

હિનાબહેનને થયેલો કટુ અનુભવ

મિત્રો,
આપણું બ્લોગ જગત સુંદર, સ્વચ્છ અને પ્રદુષણ મુક્ત રાખવાની જવાબદારી આપણી પોતાની જ છે. આપણા અગ્રગણ્ય બ્લોગર શ્રી હિનાબહેનને થયેલ કટુ અનુભવ તેમના જ શબ્દોમાં વાંચીએ.


આદરણીય અતુલભાઈ

આપની આર.કે.પટેલ-વાળી પોસ્ટના સંદર્ભમાં જણાવવાનું કે મારા બ્લોગ પર ગાંધીનગર નિવાસી RAJ PRAJAPATI (girnarexpress@gmail.com) ની કમેંટ બહુ આવતી હતી. પોસ્ટ સાથે જરા પણ સંબંધ ન હોય તેવી અને ઘણી લાંબી લાંબી કમેંટ લખે. સાથે સાથે તેમણે ઈ-મેઈલ પણ મોટી સંખ્યામાં ચાલુ કર્યા હતા. આખરે મેં એમના આઈ.ડી.ને બ્લોક કરેલ છે. એમના આ સિવાય પણ બીજા ઈ-મેઈલ આઈ.ડી. છે.

એક ઘા ને બે કટકા બ્લોગના શ્રી રજનીભાઈ અગ્રાવતને પણ આ ભાઈથી કંઈક આવો જ અનુભવ થયો હતો.. રજનીભાઈને તો ફોન કરી કરીને હેરાન કરતા હતા.

હિના.

Categories: ઉદઘોષણા | Tags: , | 6 Comments

Blog at WordPress.com.