Daily Archives: 25/06/2010

આર.કે.પટેલ – નકામી, મો માથા વગરની લાંબી વાત કરનાર માણસ?

મિત્રો,
મારા ધ્યાનમાં આવ્યું છે કે એક ‘આર.કે.પટેલ’ નામની વ્યક્તિ જુદા જુદા બ્લોગ ઉપર પોસ્ટ સાથે બીલકુલ સંબધ ન ધરાવતી હોય તેવી લાંબી લાબી કોમેન્ટ કરે છે. વળી તે ગુજરાતના પ્રતિષ્ઠિત નેતાઓ વિરુદ્ધ મોં માથા વગરના દુષ્પ્રચાર ફેલાવે છે. આ શખ્સ વીશે જેને પણ કટુ અનુભવો થયા હોય તેઓએ તેમના બ્લોગ ઉપર જાણ કરવી અને તેવા બનાવો તથા ઈ-મેઈલો ફોરવર્ડ કરવા તથા આવી બીનજરૂરી કોમેન્ટની લિન્ક આપવી.

Categories: ઉદઘોષણા | 4 Comments

ભાવ ભર્યો ભક્તિ માર્ગ – ૧૫

મિત્રો,
હવેથી આપણે પરમાત્માને પામવાના ભક્તિમાર્ગ વીશે જોઈશું. આ ભક્તિ શતક માં કુલ ૧૦૦ દોહરા છે. નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવના સુક્ષ્મ ચેતનામય બની ગયેલા પ્રાત: સ્મરણીય, પરમ પૂજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજે તેની રચના કરી છે. પૂજ્ય સ્વામીજીએ બાહ્ય શાળાનું કશું શિક્ષણ લીધું નહોતું, પરંતુ તેમના અંતરનો એક તાર હંમેશા પ્રભુ સાથે જોડાયેલો રહેતો. તેમની ભાષામાં વ્યાકરણ, જોડણી વગેરની ઘણી જ અશુદ્ધિ છે પરંતુ તેમનું નિર્મળ હ્રદય અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું.


સખી દિશા ભુલી હું બની – વનની વાટ વિષમ;
અથડાતી અકળાતી છતી – અગમની કરતી ગમ.

વધુ વાંચવા માટે આગળ..

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભાવ ભર્યો ભક્તિ માર્ગ | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.