મિત્રો,
અમે નાના હતા ત્યારે જોડકણાં વાંચતા, તેમાના અમુક જોડકણાનો અર્થ મને આજેય નથી સમજાણો. જાણે કોઈ અણઘડ રસોયાએ રસોઈ કરી હોય તેવા આ જોડકણા શૂં સુચવે છે કોઈને સમજાય તો જરા કહેજોને.
પાડો ચડ્યો પીપળે
લબ લબ લિંબુ ખાય
ઉડી પડ્યો આંગણામાં
જાણે કળાયેલ મોર
ઘર પછવાડે હળ પડ્યું
મેં જાણ્યું લવિંગ
મોઢામાં લઈ મમળાવ્યું તો
ત્યાં તો લાગી ખીચડી
ઘર પછવાડે ઉંટ ત્રાડ્યું
મેં જાણ્યું ગંગાનો બાપ
પાછું વાળી જોયું ત્યાં તો
કાળો કુતરો તમાકુ કેળવે
આકાશમાંથી છાશ પડી
પડી પુળા બે-ચાર
તેનું વઘાર્યું ખાટીયું
દિવાળી આડા ત્રણ દિ