મિત્રો,
આપણાં દેશમાં ઘણા વિદ્વાન પુરુષો અને વિદુષી નારીઓ થઈ ગઈ છે. તેમાના ઘણા તો એકબીજાના એટલા આત્મિય થઈ ગયા હોય છે કે જાણે એક જ ઘરમાં રહેતા હેતાળ ભાઈ-બહેન ન હોય. અને રોજ રોજ તેઓ નવી નવી ચર્ચા કરે, નવા નવા લેખ લખે, વાતો કરે, વાર્તાલાપ કરે, વાદ કરે અને મતભેદ થાય તો વિવાદ પણ કરે. પણ આવું તે રોજ સાતત્ય પુર્વક કરે તો ઘર કેટલું ભર્યુ ભર્યુ રહે. આડોશી પાડોશી કેટલા હરખાય. પત્નિ ને પણ આ નંણદ કેટલી વહાલી લાગે. તો શું આવા વાદ-વિવાદો રોજ રોજ સતત ન કરવા જોઈએ?
Daily Archives: 21/06/2010
સાતત્યનો અભાવ પ્રતિભાવાનોની પ્રતિભા નીખરવા નથી દેતી.
ભાવ ભર્યો ભક્તિ માર્ગ – ૧૧
મિત્રો,
હવેથી આપણે પરમાત્માને પામવાના ભક્તિમાર્ગ વીશે જોઈશું. આ ભક્તિ શતક માં કુલ ૧૦૦ દોહરા છે. નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવના સુક્ષ્મ ચેતનામય બની ગયેલા પ્રાત: સ્મરણીય, પરમ પૂજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજે તેની રચના કરી છે. પૂજ્ય સ્વામીજીએ બાહ્ય શાળાનું કશું શિક્ષણ લીધું નહોતું, પરંતુ તેમના અંતરનો એક તાર હંમેશા પ્રભુ સાથે જોડાયેલો રહેતો. તેમની ભાષામાં વ્યાકરણ, જોડણી વગેરની ઘણી જ અશુદ્ધિ છે પરંતુ તેમનું નિર્મળ હ્રદય અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું.
સખી ક્યાં હશે શ્યામ સુંદર, કરતી ચાલી વિચાર;
કોણ બતાવે કાન કુંવર, મારી નોધારીનો આધાર.