Daily Archives: 19/06/2010
માતા પિતાનું ઋણ ?
મિત્રો,
નાનપણમાં જે બાળકની માતા-પિતા એ સંભાળ ન લીધી હોય, તેને રઝળતું , રખડતું ,ભટકતું રાખ્યું હોય અને માતા-પિતા એ જલસા જ કર્યા હોય. પરંતુ તેના પ્રારબ્ધ અને પુર્વજન્મના પુણ્યપ્રતાપે તેને સમર્થ ગુરુ મળે અને તે ગુરુ પાસે જ્ઞાન મેળવે, ગુરુ તેને દિક્ષા-શીક્ષા આપે અને પછી બાળકને સમાજની સેવા કરવા માટે મોકલે. હવે આ બાળકની સુવાસ ફેલાય એટલે પહેલા જન્મ-દાતા મા-બાપની દાઢ સળકે અને બાળકને સમાજનું શિક્ષણ આપે અને પછી સમાજની રીત રીવાજો શીખવે અને બાળક સમાજમાં પણ ટટ્ટાર ઉભુ રહેતું થાય. પણ મા-બાપ તો સુધર્યા જ ન હોય. તો આવા મા-બાપ સાથે સંતાને કેવો વ્યવહાર કરવો જોઈએ?
ભાવ ભર્યો ભક્તિ માર્ગ – ૯
મિત્રો,
હવેથી આપણે પરમાત્માને પામવાના ભક્તિમાર્ગ વીશે જોઈશું. આ ભક્તિ શતક માં કુલ ૧૦૦ દોહરા છે. નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવના સુક્ષ્મ ચેતનામય બની ગયેલા પ્રાત: સ્મરણીય, પરમ પૂજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજે તેની રચના કરી છે. પૂજ્ય સ્વામીજીએ બાહ્ય શાળાનું કશું શિક્ષણ લીધું નહોતું, પરંતુ તેમના અંતરનો એક તાર હંમેશા પ્રભુ સાથે જોડાયેલો રહેતો. તેમની ભાષામાં વ્યાકરણ, જોડણી વગેરની ઘણી જ અશુદ્ધિ છે પરંતુ તેમનું નિર્મળ હ્રદય અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું.
સખી કુટુંબ કબીલો સાસુ સસરા, માત અરૂ તાત;
નોધારી બની હું નીકળી, છોડી સઘળો સાથ.