Daily Archives: 18/06/2010

We have obligation to share with others if we find some thing amazing…. (via niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*)

યોગ્ય પાત્ર જોઈને વહેંચણી થાય. બધી વસ્તુ બધા સાથે શેર ન થાય. અને ગામની વસ્તુને શેર કરવાનો અને ગામના લોકોને કન્ટ્રોલ કરવાનો અધિકાર આપણને કોણે આપ્યો છે?

We have obligation to share with others if we find some thing amazing....

via niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

માહિતિ આપો

મિત્રો,
પ્રજ્ઞાબહેન વ્યાસ વીશે વધુને વધુ માહિતિ આપો. તેમના ફોટા છાપો, તેમના વીશેની સારી કે ખરાબ બધી જ માહિતિ આપો.

Categories: ઉદઘોષણા | Tags: | Leave a comment

વિચિત્ર વાત

મિત્રો,
આ જગતમાં બધાં લોકોને એમ લાગે છે કે હું જ સારો છુ અને બીજો ખરાબ છે. વળી, સહુ કોઈ પોતાના દોષો છુપાવે છે અને બીજાના દોષોને હજાર ગણાં મોટા કરીને બતાવે છે. હે એક પાણીની નાનકદી બૂંદ માંથી પેદા થયેલાઓ અને ઘડીના છઠ્ઠા ભાગમાં કાળના હાથનો કોળીયો થઈ જનારાઓ જો તમારી સાન ઠેકાણે નહીં આવે તો ઈશ્વર પણ તમને માફ નહીં કરે.

Categories: ઉદઘોષણા | Tags: , | Leave a comment

ગુરુજીના નામની હો…..

ગુરુજીના નામની હો… માળા છે ડોકમાં
નારાયણ નામની હો.. માળા છે ડોકમાં

જુઠુ બોલાય નહીં, ખોટુ લેવાય નહીં
અવળુ ચલાય નહીં હો… માળા છે ડોકમાં

ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં
કોઇને દુભવાય નહીં હો… માળા છે ડોકમાં

પરને પીડાય નહીં, હું પદ ધરાય નહીં
પાપને પોષાય નહીં હો… માળા છે ડોકમાં

સુખમાં છકાય નહીં, દુ:ખમાં રડાય નહીં
“ભક્તિ” ભુલાય નહીં હો.. માળા છે ડોકમાં

ધન સંધરાય નહીં, એકલા ખવાય નહીં
ભેદ રખાય નહીં હો – માળા છે ડોકમાં

બોલ્યું બદલાય નહીં, ટેકને તજાય નહીં
બાનું લજવાય નહી હો.. માળા છે ડોકમાં

હરિહરાનંદ કહે, સત્ય ચૂકાય નહીં
નારાયણ વિસરાય નહીં હો.. માળા છે ડોકમાં

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , | Leave a comment

ભાવ ભર્યો ભક્તિ માર્ગ – ૮

મિત્રો,
હવેથી આપણે પરમાત્માને પામવાના ભક્તિમાર્ગ વીશે જોઈશું. આ ભક્તિ શતક માં કુલ ૧૦૦ દોહરા છે. નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવના સુક્ષ્મ ચેતનામય બની ગયેલા પ્રાત: સ્મરણીય, પરમ પૂજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજે તેની રચના કરી છે. પૂજ્ય સ્વામીજીએ બાહ્ય શાળાનું કશું શિક્ષણ લીધું નહોતું, પરંતુ તેમના અંતરનો એક તાર હંમેશા પ્રભુ સાથે જોડાયેલો રહેતો. તેમની ભાષામાં વ્યાકરણ, જોડણી વગેરની ઘણી જ અશુદ્ધિ છે પરંતુ તેમનું નિર્મળ હ્રદય અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું.


સખી દુ:ખના આવશે ડુંગરા તોયે, અધીરી બનીશ ન કદી;
પ્રિતમ ચરણે ચાલતી, પગલા ભરીશ રા’ત દી.

વધુ વાંચવા માટે આગળ..

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભાવ ભર્યો ભક્તિ માર્ગ | Tags: , , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.