Daily Archives: 15/06/2010

ભાવનગરમાં ધોધમાર વરસાદ

તાજા સમાચાર,
અત્યારે ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

હું કોરો-ધાકોર કોમ્પ્યુટર સામે બેસીને કુદરતની અકળ લીલા જોયા કરુ છું.

વાતાવરણે પલટો લીધો, વૃક્ષો સ્નાન કરીને નાચી ઉઠ્યા છે.

વરસાદની ગતી તીવ્ર બની છે, ધરતી મહેંકી ઉઠી છે, પાણીના ટીપાઓનો અવાજ જાણે કે મૃંદગ અને કરતાલ જેવો લાગે છે.

ભાવેણાવાસીઓના મનમાં વહેમ હતો કે ભાવનગરમાં વરસાદ બરાબર નહીં થાય પણ તેમનો આ વહેમ બીલકુલ ખોટો પડ્યો. વૃક્ષની ડાળીઓ આમથી તેમ લહેરાઈ રહી છે.

અત્યારે યાદ આવે છે, આપણાં સરહદના સૈનિકો અને છાવણીઓ કે જ્યાં તે લડવૈયાઓ ટાઢ-તડકો કે વરસાદ જોયા વગર સીમાડાઓનું રક્ષણ કરે છે.

કોયલ પણ ટહુકા કર્યા વગર બેઠી બેઠી વરસાદ માણે છે, કોણ જાણે કોઈ શિક્ષકે તેને બોલવાની મનાઈ ન કરી હોય?

ખબર મળ્યા કે કોઈ આ કોયલને શિક્ષણ શું આપવાના? અરે કોયલ પોતે જ પ્રકૃતિની પાઠશાળાની અધ્યાપિકા છે, આજે તો એવી મસ્ત થઈને બેઠી છે જાણે કશુંક પી ગઈ ન હોય.

વરસાદ એટલે વરસાદ – જાણે કે સત્યનો સાદ, પ્રભુની અકળ લીલાનો પડઘો, બધું જ અસત્ય, અંધકારમય છોડીને આપણને સત્ય અને પ્રકાશ તરફ દોરી જતો એક સાદ. બસ પછી તો માણસ આ સાદ સાંભળીને બધુ જ પડછાયાની માફક આભાસી ગણીને, ભુલી જઈને સાચો માણસ બની જાય છે.

અને પછી તો એ માણસ સ્ત્રી હોય કે પુરુષ પોતાના પ્રિયતમને પોકારી ઉઠે છે, પણ સાથે સાથે કહેતી/કહેતો જાય છે કે આ રીતે બોલાવશો તો પછી આખુ ગામ પંચાત કરશે, તમને ખબર નથી રાધા અને કૃષ્ણની લીલાની પંચાત હજારો વર્ષો પછી પણ ન્યાયાધીશોએ છોડી નથી?

થોડી વારના વરસાદમાં તો રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા, જાણે બેં કાંઠે વહેતી નદી. સામ-સામે છેડેથી જાણે કે એક યુગલ વાતો કરતું હોય અને વચ્ચે નદી વહેતી હોય તેવું સુંદર દૃશ્ય આ ઘડીકના વરસાદમાં સરજાઈ ગયું છે.

બે કાંઠે વહેતી નદી હોય અને સામ સામે કોઈ યુગલ બેઠું હોય તો તે તો એકબીજાને કેવી રીતે મળી શકે? પણ કોયલ જેવા પક્ષીઓને તો પાંખ હોય તે તો મજાનું ઉડીને સામે કાંઠે પહોંચી જાય.

અને પછી નર અને માદા કોયલ સામસામે બેસીને આંખમાં આંખ પરોવીને ટહકા કરવા લાગે અને દિશાઓ શંખનાદથી ગાજી ઉઠે, વાતાવરણ દિવ્ય સુગંધીથી તરબતર થઈ જાય અને ગામ આખું હિલોળે ચઢે…..

અને આવા વરસાદી વાતાવરણમાં તો પ્રત્યેક ગુજરાતી બોલી ઉઠે “જયતુ જયતુ જયતુ ગુજરાત જયતુ”

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | 2 Comments

ભાવ ભર્યો ભક્તિ માર્ગ – ૫

મિત્રો,
હવેથી આપણે પરમાત્માને પામવાના ભક્તિમાર્ગ વીશે જોઈશું. આ ભક્તિ શતક માં કુલ ૧૦૦ દોહરા છે. નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવના સુક્ષ્મ ચેતનામય બની ગયેલા પ્રાત: સ્મરણીય, પરમ પૂજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજે તેની રચના કરી છે. પૂજ્ય સ્વામીજીએ બાહ્ય શાળાનું કશું શિક્ષણ લીધું નહોતું, પરંતુ તેમના અંતરનો એક તાર હંમેશા પ્રભુ સાથે જોડાયેલો રહેતો. તેમની ભાષામાં વ્યાકરણ, જોડણી વગેરની ઘણી જ અશુદ્ધિ છે પરંતુ તેમનું નિર્મળ હ્રદય અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું.


સખી ઉતાવળનું એંધાણ આ, મેં ધીરજ ના ધરી;
મેં પૂછી ન જોયું પ્રેમ, સદગુરુને તે ઘડી.

વધુ વાંચવા માટે આગળ..

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભાવ ભર્યો ભક્તિ માર્ગ | Tags: , , , | Leave a comment

Blog at WordPress.com.