Daily Archives: 10/06/2010

વેકેશનમાં જડ્યો સહુથી મોટો મંત્ર

મિત્રો,
જ્યારે આપણી પાસે અવકાશ હોય, જ્યારે જાત સાથે રહેવાની તક હોય ત્યારે જો આપણે આપણી જાતમાં ઉંડા ઉતરીયે તો આપણને ખ્યાલ આવે છે કે અરે આપણી ભીતર તો કેટ-કેટલું ભર્યું છે, માત્ર આપણને તેની ખબર નહોતી. તો મિત્રો, આવી જ એક આંતરખોજ કરતા, અવકાશે એક જુનુ પુસ્તક વાંચતા મને જડી આવ્યો સહુથી મોટો મંત્ર. આ વાત એક નાટકના સ્વરૂપે છે, લાંબી વાત છે, પણ મજાની છે. ઘણાં લોકો મને બ્લોગ-જગતમાં “નાટકાચાર્ય” કહે છે પણ સાચું કહું તો હું નાટકનો માણસ નથી. મને તો હાથમાં કરતાલ લઈને ભજન કરવાનું વધારે ગમે છે, પ્રેમીના પ્રેમમાં મસ્ત થઈને મને નાચવું ગમે અને તેના વિરહમાં રડવું પણ ગમે. હું દાદાગીરી પણ કરુ અને પાછો ઘુંટણીયે પણ પડું. હું ક્યારે શું કરી બેસીશ તેની ઘણી વાર તો મનેય ખબર નથી હોતી, એટલે જ કોઈ મારી સંભાળ રાખે તેવી વ્યક્તિની મારે જરૂર છે. વેકેશનનું છેલ્લું મસ્ત નાટક માણી લ્યો, કાલે તો વૃંદાવનમાં કદાચ વાંસળીઓ પણ વાગવા લાગે. અને હા, પહેલેથી છેલ્લે સુધી આ નાટક વાંચવાનું, સીધું જ છેલ્લે નહીં જોઈ લેવાનું હો..
Categories: ચિંતન, નાટક | Tags: | 4 Comments

વેકેશન અને ભક્તના લક્ષણોનું “સરળ ગીતા” પ્રમાણે ચિંતન

ભક્તનાં લક્ષણ

સર્વ જીવ પર મિત્રતા, દયા પ્રેમ જેને,
મમતા મદ ને વેરને દૂર કર્યા જેણે.

સમાન સુખ ને દુ:ખમાં, ક્ષમાશીલ છે જે,
સંતોષી ને સંયમી યોગી તેમ જ જે.

મન બુદ્ધિ અર્પણ કરી મને ભજે છે જે,
દૃઢ નિશ્ચયથી છે મને ભક્ત ખરે પ્રિય તે.

દુભવે કોઈને નહીં, કોઈથી ન દુભાય,
હર્ષ શોક ભયને ત્યજ્યાં, પ્રિય તે ભક્ત ગણાય.

વ્યથા તેમ તૃષ્ણા નથી, દક્ષ શુદ્ધ છે જે,
ઉદાસીન સંસારથી, પ્રિય છે મુજને તે.

હર્ષ શોક, આશા અને વેર કરેના જે,
મોહે ના શુભ અશુભથી, પ્રિય છે મુજને તે.

માન વળી અપમાન હો, શત્રુમિત્ર કે હોય,
કરે ખૂબ ગુણગાન કે નિંદા છોને કો’ય.

તુષ્ટ રહે પ્રારબ્ધથી, સુખ દુ:ખે ન ડગે,
સંગ તજે, સમતા ધરે, ના બંધાય જગે.

ઉપાધિ ના જેને વળી, ઘરમાં ના મમતા,
સ્થિરબુદ્ધિ જે ભક્ત તે, ખૂબ મને ગમતા.

ધર્મતણું અમૃત આ, શ્રદ્ધાપૂર્વક જે,
પીએ ભક્તજનો મને, ખૂબ ગમે છે તે.

મારૂં શરણું લઈ સદા, ભક્ત ભજે છે જે,
ધર્મસારને સમજતાં, પ્રિય છે મુજને તે.

Categories: ચિંતન | Tags: , | Leave a comment

I love you ,,,,કુછ ખટ્ટા કુછ મીઠ્ઠા,,, (via “કુરુક્ષેત્ર”)

શ્રી ભુપેન્દ્રસિંહજી,

“પ્રેમ” એ કોઈ નાટક નથી. મારી દ્રષ્ટીએ તો જ્યારે પણ કોઈ I Love You કહે ત્યારે તે પુરી ગંભીરતાથી કહેવું જોઈએ, નહીં તો ન કહે તે જ બરાબર છે.

  I love you ,,,,કુછ ખટ્ટા કુછ મીઠ્ઠા,,,   I love you ,,,,કુછ ખટ્ટા કુછ મીઠ્ઠા,,,   મને એક દિવસ ચાલુ જોબ પર મજાક કરવાનું મન થયું.એક મિત્રે ઘેર ફોન જોડ્યો.કશું પૂછવું હશે.હું મજાક નાં  મૂડ માં હતો.મિત્ર હતા પ્રદીપ પટેલ,ઉંમર ૪૬ વર્ષ. બરોડા ની બાજુના કોઈ ગામ ના હતા.અને ઘડીયાળી પોલ વડોદરા માં રહેતા હતા. … Read More

via "કુરુક્ષેત્ર"

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | 3 Comments

વેકેશન અને ગોપીભાવનો વિચાર

મિત્રો,
વેકેશનમાં હમણાં હમણાં મારુ હ્રદય બહુ પ્રેમાળ થઈ ગયું છે. જ્ઞાન ઉપર પ્રેમે જાણે કે પડદો પાડી દીધો છે. તો આવો આજે એક ગોકુળની સુંદર ગોવાળણનો ભાવ માણીએ.


હું ગોવાલણ કાનુડા તારી (સ્વામી ભજનપ્રકાશાનંદજી)

(રાગ: પ્રભાતી)

હું ગોવાલણ કાનુડા તારી, મેં પ્રીતડી જોડી રે.. — ટેક

સોનલા છેડે પ્રેમ પટોળી મેં, ઓઢણી ઓઢી રે..
હું ગોવાલણ ગોકુળની, રાધાકૃષ્ણની જોડી રે..

મોટે મચકે મોહનને, હું મળવા દોડી રે..
ગાયને ગોંદરે નીરખી, રામકૃષ્ણની જોડી રે..

જીવન જોવા જસોડા ઘેરે, મારે જાવુ દોડી રે..
નંદલાલને નીરખવા, મારે ઘડી ઘડી રે..

દુ:ખના દા’ડા દુર થયા, મારે સુખની પોળી રે..
શ્યામ સંગે સુખ સવાયા, ભજનપ્રકાશ આનંદ હોળી રે..

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભજનામૃત વાણી | Tags: | Leave a comment

Blog at WordPress.com.