Daily Archives: 05/06/2010

ઝેન્થિપી – ’દર્શક’ની નજરે (સોક્રેટિસ) (via વાંચનયાત્રા)

શ્રી અશોકભાઈ,
લગભગ ૮ મહિના પહેલા શ્રી મનુભાઈ પંચોળી “દર્શક” દ્વારા આલેખાયેલ “સોક્રેટીસ” ખરીદ્યું હતું. રાત્રે જમીને ૯:૩૦ વાગ્યે વાંચવાનું શરુ કરેલું. મારી ધર્મપત્નિ, અર્ધાંગીનીની સતત ટકોર કે “હવે ઘડીયાળમાં તો જુઓ સુઈ જાવ” છતાં એકી બેઠકે રાત્રે ૨:૦૦ વાગ્યે પુરુ કરેલું. હું છાતી ઠોકીને કહું છુ કે ’સોક્રેટીસ’ ને આજ સુધી કોઈ સાચી રીતે સમજી નથી શક્યું. અશોક મુની પણ નહીં.

ઝેન્થિપી - ’દર્શક’ની નજરે (સોક્રેટિસ)       ઝેન્થિપી – ચિત્ર વિકિપીડિયા પરથી સાભારનમસ્કાર. આજે આપણે વાત કરીશું ઇતિહાસનાં એક બહુ વગોવાયેલા પાત્ર "ઝેન્થિપી"  (Xanthippe (Greek: Ξανθίππη))ની. તે સોક્રેટિસની પત્નિ અને ત્રણ સંતાનોની માતા હતી, તેમના અને સોક્રેટિસના ત્રણ સંતાનોના નામ આ પ્રમાણે છે; લેમ્પ્રોકલ્સ  (Lamprocles),  સોફ્રોનિસ્કસ (Sophroniscus) અને મેનેક્‌ઝેનસ (Menexenus). પ્લેટોના લખાણોને આધારભુત ગણી અને કહી શકાય કે તે સોક્રેટિસ કરતા લગભગ ૪૦ વર્ષ નાની હતી. ’ઝેન્થિપી’ શબ્દનો અર્થ, … Read More

via વાંચનયાત્રા

Categories: ચિંતન, સાહિત્ય | Tags: , , | Leave a comment

વેકેશન, પર્યાવરણ અને આનંદ

મિત્રો,
આજે વિશ્વ પર્યાવરણ દિવસ નીમીત્તે ભાવનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં શ્રી વિભાવરી બહેન દ્વારા વૃક્ષારોપણ માટે વૃક્ષ વિતરણનો સુંદર કાર્યક્રમ યોજાયો જેમાં લોકોને કડવો પણ ગુણકારી લીમડાનો છોડ વાવવા માટે આપવામાં આવ્યો. અમારા ઘરની બહાર પણ મ્યુનિસિપાલિટીએ વૃક્ષ વાવવા માટે ચોરસ ખાડો કરી આપ્યો છે. અમે તો અમારા પ્લોટમાં ઘણાં વૃક્ષો વાવ્યા છે અને તેનું સારી રીતે જતન કરીએ છીએ વળી અમારા કાકાએ બહાર એક વિશાળ વડલો અને લીમડો વાવી જ રાખ્યા છે કે જેનો છાંયો વટેમાર્ગુઓ હંમેશા મેળવતા રહે છે, તેથી અમે ઘરની બહાર લીમડો ન વાવ્યો. અમારા પ્લોટમાં અમે આંબાઓ વાવ્યા છે, ત્યાં કોયલ રાણી ટહુકા કરે છે. મોરલાઓ કળા કરે છે. હંસ: અને આસ્થા હિંચકા ખાય છે અને અતુલની કવિતા કીલ્લોલ કરે છે. બોલો આનાથી વધારે સ્વર્ગની બીજી કલ્પના શું હોઈ શકે?


અતુલ... અને કવિતા.. સજોડે... ..

અતુલ... અને કવિતા.. સજોડે.....

Categories: આનંદ | Tags: , , | Leave a comment

વિઘ્નોની પાર જઈ, વિસ્ફોટ – દુષ્યંતભાઈ પંડ્યા

મિત્રો,
હમણાં વેકેશનમાં ’ભજનામૃત વાણી’ માં અગાઉ પ્રગટ થઈ ચુકેલા અમુક લેખોનું પુન: અધ્યયન કરી રહ્યો છું, ત્યારે સ્વામી વિવેકાનંદનો આ સંઘર્ષ અચુક યાદ આવે. આજે જોઈએ કે આ મહાન રાષ્ટ્રભક્ત અને યુગનાયકે આપણા દેશની અસ્મિતાને ટકાવી રાખવા અને આપણાં દેશને પુન: પોતાની ઉંચાઈએ સ્થાપિત કરવા માટે કેટકેટલા સંઘર્ષો કર્યા હતા. જો આપણે આપણા દેશને ફરી પાછી પૂર્વની ઉંચાઈએ લઈ જવો હશે તો આપણે સહુએ કમર કસવી પડશે અને આપણા તન,મન અને ધનથી રાષ્ટ્ર સેવામાં લાગી જવું પડશે. આ લેખ ’ભજનામૃત વાણી’ માં ૧૪ જુન ૨૦૦૯ના રોજ પ્રગટ થયો હતો.


visfot_1

visfot_2
visfot_3
visfot_4
visfot_5


શ્રી રામકૃષ્ણ જ્યોત – જૂન ૨૦૦૯ માંથી સાભાર


Categories: શ્રીરામકૃષ્ણ જ્યોત, સ્વામી વિવેકાનંદ | Tags: , | 3 Comments

Blog at WordPress.com.