મિત્રો,
ગઈકાલે સવારે જ્યારે અમરેલી જવા નીકળ્યો તો પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી હતી. મનમાં કઈક ગડમથલ હતી. બસ સમયસર મળશે કે નહી? આટલા બફારામાં જવું કે નહીં? આમેય હમણાં હમણાં કામમાં ક્યાં ચિત્ત જ ચોંટે છે તો આજે કામ બરાબર થશે કે નહી? પણ જેમ જેમ ડગલા ભરતો ગયો તેમ તેમ આપોઆપ જ માર્ગ મળતો ગયો. બસ-સ્ટેન્ડે અડ્ધી કલાકની પ્રતિક્ષા પછી બસ મળી ગઈ. અમરેલી પહોંચ્યો એટલે અમારા ક્લાયન્ટ (આમ તો પરમ મિત્ર જેવા છે) તરત જ મને તેડી ગયા. તેમને ત્યાં સોફ્ટવેર સેટ કરતાં ખાસ્સો સમય થયો અને છેક સાંજે ૬:૦૦ વાગે કાર્ય પુરુ થયું. હા અમારા ઉદાર દિલના યજમાને મને ’અવધ’ માં જમાડ્યો. વળી તેઓ વારે વારે મને અતુલભાઈની બદલે જનકભાઈ કહેતાં. મેં કહ્યું અરે શું હું તમને જનક વિદેહિ જેવો લાગુ છુ? તો મલકવા લાગ્યા. બસ પછી તો મારતી બસે ઘર ભેગો થઈ ગયો. અહીં ભાવનગરમાં વરસાદનું એક નાનકડું ઝાપટું પડી ગયું હતુ. આસ્થા અને હંસે લઘુસ્નાનનો આનંદ લીધો. લાગે છે કે થોડા જ વખતમાં ચોમાસું બરાબર બેસી જશે. વરસાદમાં ભીજાવાનો આનંદ તો કોણ વર્ણવી શકે? આવ રે વરસાદ..
gud