Daily Archives: 03/06/2010

પથ્થર માંથી પાણી ટપકાવતી આ દીકરીઓ,, (via “કુરુક્ષેત્ર”)

શ્રી ભુપેન્દ્રસિંહજી,
આપે દિકરીઓનું સન્માન કરીને ભારતીય સંસ્કૃતિની ગરિમા જાળવી રાખી છે. અમે હંમેશા આપની ભત્રીજીની ભાવનાઓનું સન્માન કરશું. ક્યારેય કોઈ ફરીયાદ આવે તો ’ગોળીએ દઈ દેજો’.

પથ્થર માંથી પાણી ટપકાવતી આ દીકરીઓ,, પથ્થર માંથી પાણી ટપકાવતી આ દીકરીઓ,,         * દીકરીઓ વિષે સહુ કોઈ લખે છે.ભલે મારે દીકરી નાં હોય.પણ હું કેમ નાં લખું દીકરીઓ વિષે?મારી કેટલી બધી ભત્રીજીઓ મને કહે છે કે કાકા અમે તમારી દીકરીઓ જ છીએ ને?મોટાભાઈ ના દીકરી ભાગ્યેજ બોલે.નાનપણ થી જ ખાસ ના બોલે.મને ઘણી વાર એવું થાય કે આ દીકરી ને જિહ્વા નથી કે શું?આજોલ પાસે સંસ્કાર તીર્થ માં ભણવા મુકેલા.મને થાય કે  આ દીકરી કદી કોઈ ની સામે બોલતી નથી ને સહ વિદ્યાર્થીનીઓ હેરાન કરશે.કોઈ વિચિત્ર શિક્ષક કે શિક્ષિકા … Read More

via "કુરુક્ષેત્ર"

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

વેકેશન અને અવનવા અનુભવો

મિત્રો,
ગઈકાલે સવારે જ્યારે અમરેલી જવા નીકળ્યો તો પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી હતી. મનમાં કઈક ગડમથલ હતી. બસ સમયસર મળશે કે નહી? આટલા બફારામાં જવું કે નહીં? આમેય હમણાં હમણાં કામમાં ક્યાં ચિત્ત જ ચોંટે છે તો આજે કામ બરાબર થશે કે નહી? પણ જેમ જેમ ડગલા ભરતો ગયો તેમ તેમ આપોઆપ જ માર્ગ મળતો ગયો. બસ-સ્ટેન્ડે અડ્ધી કલાકની પ્રતિક્ષા પછી બસ મળી ગઈ. અમરેલી પહોંચ્યો એટલે અમારા ક્લાયન્ટ (આમ તો પરમ મિત્ર જેવા છે) તરત જ મને તેડી ગયા. તેમને ત્યાં સોફ્ટવેર સેટ કરતાં ખાસ્સો સમય થયો અને છેક સાંજે ૬:૦૦ વાગે કાર્ય પુરુ થયું. હા અમારા ઉદાર દિલના યજમાને મને ’અવધ’ માં જમાડ્યો. વળી તેઓ વારે વારે મને અતુલભાઈની બદલે જનકભાઈ કહેતાં. મેં કહ્યું અરે શું હું તમને જનક વિદેહિ જેવો લાગુ છુ? તો મલકવા લાગ્યા. બસ પછી તો મારતી બસે ઘર ભેગો થઈ ગયો. અહીં ભાવનગરમાં વરસાદનું એક નાનકડું ઝાપટું પડી ગયું હતુ. આસ્થા અને હંસે લઘુસ્નાનનો આનંદ લીધો. લાગે છે કે થોડા જ વખતમાં ચોમાસું બરાબર બેસી જશે. વરસાદમાં ભીજાવાનો આનંદ તો કોણ વર્ણવી શકે? આવ રે વરસાદ..

Categories: આનંદ, Conversations and Dialogues | Tags: | 1 Comment

Blog at WordPress.com.