મિત્રો,
હવેથી આપણે પરમાત્માને પામવાના ભક્તિમાર્ગ વીશે જોઈશું. આ ભક્તિ શતક માં કુલ ૧૦૦ દોહરા છે. નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવના સુક્ષ્મ ચેતનામય બની ગયેલા પ્રાત: સ્મરણીય, પરમ પૂજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી માહારાજે તેની રચના કરી છે. પૂજ્ય સ્વામીજીએ બાહ્ય શાળાનું કશું શિક્ષણ લીધું નહોતું, પરંતુ તેમના અંતરનો એક તાર હંમેશા પ્રભુ સાથે જોડાયેલો રહેતો. તેમની ભાષામાં વ્યાકરણ, જોડણી વગેરની ઘણી જ અશુદ્ધિ છે પરંતુ તેમનું નિર્મળ હ્રદય અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું.
સખી સુતી જગાડી મને સદગુરુએ – મને કાનમાં કહીં વાત
ઉઠી ભાગી ઉતાવળી મેં, જોયા ન દીન કે રાત
ભક્તિમાર્ગમાં ’ભાષા’ નહીં પણ ’ભાવ’ જોવામાં આવે છે.
કર્મમાર્ગમાં ’આચાર’, જ્ઞાનમાર્ગમાં ’વિચાર’ અને ભક્તિમાર્ગમાં ’ભાવ’ જોવામાં આવે છે.
’ભક્તિશતક’ માંથી પણ કશુંક પ્રેરણાત્મક જાણવા મળશે. તેવી આશાસહ: ધન્યવાદ.