મિત્રો,
અમેરિકન લેખક શ્રી. રાલ્ફ વાલ્ડો ટ્રાઈનનું પુસ્તક “ઈન ટ્યુન વિથ ધ ઈન્ફિનિટ” નો ભાવાનુવાદ શ્રી મીરાબહેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. ભાવનુવાદ-સંગ્રહનું નામ “અનંત સાથે એકતાર” આપવામાં આવ્યું છે.
મિત્રો,
અમેરિકન લેખક શ્રી. રાલ્ફ વાલ્ડો ટ્રાઈનનું પુસ્તક “ઈન ટ્યુન વિથ ધ ઈન્ફિનિટ” નો ભાવાનુવાદ શ્રી મીરાબહેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. ભાવનુવાદ-સંગ્રહનું નામ “અનંત સાથે એકતાર” આપવામાં આવ્યું છે.
એકદમ સ_રસ વાત લઇ આવ્યા, અતુલભાઇ. લેખકના વિચારોમાં વેદ અને વેદાંતની અસર જ દેખાય છે. અદ્વૈત અહીં પણ છે.
આ અંગ્રેજી પુસ્તક વાંચેલું, પરંતુ આ ભાવાનુવાદ તો અદ્ભુત છે. હવે ફરી ગુજરાતીમાં આ પુસ્તક વાંચવું જોઇશે જ. ’The supreme fact of the Universe’ પ્રકરણનો આ અતિસુંદર ભાવનુવાદ અહીં આપવા બદલ આભાર. આ પુસ્તકની પ્રસ્તાવનામાં લેખકે લખ્યું છે કે : ’Each is right from his own particular point of view, and this point of view is the determining factor in the life of each’ — ’The optimist, by his superior
wisdom and insight, is making his own heaven,….The pessimist, by virtue of his limitations, is making his own hell’. જે સનાતન સત્ય સમજાય જાય તો પછી માણસ માણસ વચ્ચેના વિવાદો અને વિંસવાદીતાઓ ભુતકાળ બની જાય.
લેખક પર હિંદુ અને બૌદ્ધ દર્શનનો પ્રભાવ સારાયે પુસ્તકમાં જોવા મળે છે. આશાવાદ અને હકારાત્મક વિચારોથી ભરેલા આ પુસ્તકના અન્ય પ્રકરણોનો સાર પણ, શક્ય બને તો, આપવા વિનંતી. આભાર.
“જે સનાતન સત્ય સમજાય જાય તો પછી માણસ માણસ વચ્ચેના વિવાદો અને વિંસવાદીતાઓ ભુતકાળ બની જાય.”
શ્રી અશોકભાઈ,
બહુ સાચી વાત કરી. ખરેખર તો માણસ માણસ વચ્ચે વિવાદ અણસમજણથી જ થાય છે. એક જ વસ્તુ કે વ્યક્તિને જ્યારે અનેક લોકો મેળવવા ઈચ્છે ત્યારે સંઘર્ષ શરુ થાય છે. વસ્તુ હોય તો તો ઠીક કે સમજુ માણસ છોડી દે કે હા, ભાઇ જેને જોઈએ એ લઈ જાવ. પણ વ્યક્તિ માટે તેવું કઈ રીતે થઈ શકે? દરેક વ્યક્તિની પોતાની એક ભાવના હોય છે. હા ભૌતિક રીતે તે કદાચ કોઈને પ્રાપ્ત ન પણ થાય, પરંતુ તે ભાવજગતમાં વિહરતો મનુષ્ય તેની ભાવનાને છોડી ન શકે. વળી સામેની વ્યક્તિ પણ પોતાના હ્રદય પ્રદેશમાં એક અનોખું ભાવ-જગત ધરાવતી હોય છે. તેની આસપાસનું વાતાવરણ, તેની સાચી કે ખોટી કોઈ મજબુરી અથવા તો ઈમોશનલ કે વાસ્તવિક બ્લેકમેઈલીંગ આ બધાને લીધે તે પોતાના મનોભાવો સ્પષ્ટ રીતે રજુ ન કરી શકે અને મોટે ભાગે સ્ત્રીઓ આ પ્રકારના તણાવમાં વધારે રહેતી હોય છે.
ટુંકમાં આ બધુ મનના અને હ્રદયના સ્તરે છે. પણ સર્વને સત્તા , સ્ફુર્તી અને ચેતના આપનારું તત્વ એક જ છે તે સમજાઈ જાય તો આ પ્રકારની વિટંબણાઓને ઓળંગી જઈને મનુષ્ય હિંમત પુર્વક પોતાના નિર્ણયો લઈ શકે છે.
મળતા રહેશુ.
પરમાત્માનંદજી મળે તો મારા પ્રણામ કહેશો.